દ્રાક્ષના એક ગુચ્છાની કિંમત તમારા હોંશ ઉડાડી શકે છે!

દ્રાક્ષના એક ગુચ્છાની કિંમત તમારા હોંશ ઉડાડી શકે છે!

09/23/2021 LifeStyle

SidhiKhabar

SidhiKhabar

દ્રાક્ષના એક ગુચ્છાની કિંમત તમારા હોંશ ઉડાડી શકે છે!

મોંઘવારીના આ યુગમાં ફળો ખાતા પહેલા વ્યક્તિ તેની ગુણવત્તા અને કિંમતની સારી સરખામણી કરે છે. આવી સ્થિતિમાં, અમે તમને એવી દ્રાક્ષ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેનો એક દાણો ૩૦-૩૫ હજારમાં વેચાય છે. હવે આવા મોંઘા ફળ બજારમાં લારી પર નહીં વેચાય, તેના માટે હરાજી થાય છે. જે સૌથી મોંઘી દ્રાક્ષની બોલી લગાવે, દ્રાક્ષનો દાણો તેના મોમાં જશે. પરંતુ શું તમે કલ્પના કરી શકો છો કે દ્રાક્ષનો માત્ર એક ગુચ્છો કેટલો ખર્ચાળ હોઈ શકે? આજે અમે તમને એવી દ્રાક્ષ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેની કિંમત તમારા હોશ ઉડાડી શકે છે!

આ દ્રાક્ષની વિવિધતાનું નામ 'Rubi Roman' છે, જે લાલ રંગનું છે. આ દ્રાક્ષની વિવિધતા વર્ષ ૧૯૯૫માં વિકસાવવામાં આવી હતી. ખેડૂતોએ જાપાનના ઇશિકાવા સ્થિત Prefectural Agricultural Research Centerને આ દ્રાક્ષની વિવિધતા ઉગાડવા અપીલ કરી હતી. સંશોધન કેન્દ્રએ લગભગ બે વર્ષ સુધી ૪૦૦ દ્રાક્ષ વેલા પર પ્રયોગ કર્યો. ૪૦૦ દ્રાક્ષ વેલામાંથી, માત્ર ચાર જ વેલા લાલ દ્રાક્ષનું ઉત્પાદન કરે છે. આ ૪ દ્રાક્ષનાં વેલામાંથી, એક દ્રાક્ષની વિવિધતા એવી હતી, જેણે ખેડૂતોના દિલ જીતી લીધા.


રૂબી રોમન દ્રાક્ષને 'ઈશિકાવાનો ખજાનો' તરીકે પણ ઓળખવામાં આવે છે. તેની ખેતી દરમિયાન દ્રાક્ષના કદ, સ્વાદ અને રંગની ખાસ કાળજી રાખવામાં આવે છે. આ ચોક્કસ જાતિના એક દ્રાક્ષનું વજન આશરે ૨૦ ગ્રામ છે. એક ગુચ્છામાં લગભગ ૨૪ દ્રાક્ષ થાય છે.

દ્રાક્ષનો એક દાણો ૩૦-૩૫ હજારમાં વેચાય છે. અશ્ચાર્યની વાત એ છે કે કોઈ લારી પર આ દ્રાક્ષ નથી વેચાતી પરંતુ તેની હરાજી થાય છે. જાપાનમાં લોકો ૭.૫ થી ૧૦ લાખ રૂપિયામાં દ્રાક્ષનો એક નાનો ગુચ્છો ખરીદી રહ્યા છે. એટલા ઉંચા ભાવને કારણે, આ લાલ દ્રાક્ષ ખાસ કરીને રાજવી ફળ તરીકે ઓળખાય છે.

રૂબી રોમન દ્રાક્ષની સત્તાવાર વેબસાઇટ અનુસાર, આ દ્રાક્ષમાં ખાંડ અને જ્યુસનું પ્રમાણ ખૂબ વધારે હોય છે. આ દ્રાક્ષનો એક બાઈટ લેતા જ મોંમાં રસ ભરાઈ જાય છે. જાપાનમાં લાલ દ્રાક્ષને વૈભવી ફળ માનવામાં આવે છે. તે અહીં શુભ પ્રસંગે ભેટ તરીકે આપવામાં આવે છે. ખરેખર, રૂબી રોમન જાપાનમાં સરળતાથી ઉપલબ્ધ નથી. એટલા માટે તે ખૂબ ખર્ચાળ છે.


જાણો બીજા રાજવી ફળો વિશે:

જાણો બીજા રાજવી ફળો વિશે:

એવું નથી કે રૂબી રોમન દ્રાક્ષ જાપાનમાં ઉગાડવામાં આવતું સૌથી મોંઘુ ફળ છે. છેલ્લા કેટલાક વર્ષોમાં, જાપાનીઝ મિયાઝાકી કેરી, જે વિશ્વની સૌથી મોંઘી કેરીઓમાંની એક બની છે. એક કિલો લાલ રંગની કેરી 2.5 લાખ રૂપિયામાં મળે છે.

જાપાનના ચોરસ તરબૂચનો સમાવેશ વિશ્વના કેટલાક મોંઘા ફળોમાં પણ થાય છે. જે તેના અનોખા આકારને કારણે 60 હજાર રૂપિયામાં વેચાય છે, ખરેખર, આ તરબૂચને તેમના ચોરસ આકારને કારણે કન્ટેનરમાં ઉગાડવામાં આવે છે. આ કારણે, તેમનો આકાર ચોરસ બની જાય છે. આ એટલા માટે કરવામાં આવે છે કારણ કે ગોળ તરબૂચ કરતાં ચોરસ તરબૂચ 'લઇ જવામાં સરળ' હોય છે. જાપાન દેશના સાંબસીયા સ્ટ્રોબેરી પણ આરામથી 6 હજાર રૂપિયા ડઝન ભાવે વેચાય છે. આવા મોંઘા ફળોની લક્ઝરી સાંભળીને જ સામાન્ય માણસનું દિલ ભરાઈ જશે.  


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top