કેટરિના કૈફ અને વિકી કૌશલના લગ્નમાં 120 મહેમાનો આવશે, પ્રવેશ માટે ગુપ્ત કોડ અપાશે

કેટરિના કૈફ અને વિકી કૌશલના લગ્નમાં 120 મહેમાનો આવશે, પ્રવેશ માટે ગુપ્ત કોડ અપાશે

12/04/2021 Glamour

SidhiKhabar

SidhiKhabar

કેટરિના કૈફ અને વિકી કૌશલના લગ્નમાં 120 મહેમાનો આવશે, પ્રવેશ માટે ગુપ્ત કોડ અપાશે

કેટરીના કૈફ (Katrina Kaif) અને વિકી કૌશલના (Vicky Kaushal) લગ્નની ચર્ચા હાલ મીડિયા અને સોશિયલ મીડિયા પર ચાલી રહી છે. જોકે, બોલિવૂડ અભિનેતા વિકી કૌશલ અને કેટરિના કૈફે હજુ સુધી તેમના લગ્ન વિશે કોઈ ફોડ પાડ્યો નથી પરંતુ મીડિયાના અહેવાલો અને સૂત્રો અનુસાર રાજસ્થાનમાં 7 ડિસેમ્બરથી લગ્નની વિધિ શરૂ થશે, ત્યારબાદ 8 ડિસેમ્બરે મહેંદી અને 9 ડિસેમ્બરે લગ્ન થશે. 


અહેવાલો અનુસાર, કેટરિના-વિકીના લગ્ન રાજસ્થાનના સિક્સ સેન્સ ફોર્ટ બરવાડા, સવાઈ માધોપુર જિલ્લામાં થશે. લગ્નમાં આવેલા તમામ મહેમાનોને પરિસરમાં પ્રવેશવા માટે એક ગુપ્ત કોડ આપવામાં આવ્યો છે. એક અહેવાલ મુજબ, કોઈ પણ મહેમાનને લગ્નમાં ફોન લાવવાની મંજૂરી આપવામાં આવશે નહીં અને તેમને લગ્નની વિધિઓની તસવીરો અને વીડિયો લેવાની મંજૂરી પણ આપવામાં આવશે નહીં. 


DMએ બેઠક બોલાવી

DMએ બેઠક બોલાવી

મીડિયાના એક અહેવાલ મુજબ, સવાઈ માધોપુરના જિલ્લા વહીવટીતંત્રે હાઈ-પ્રોફાઈલ લગ્ન પહેલા કાયદો અને વ્યવસ્થાની વ્યવસ્થા અંગે ચર્ચા કરવા શુક્રવારે સવારે એક બેઠક યોજી હતી. અધિકારીઓએ સેલિબ્રિટીઓ માટે ભીડ-નિયંત્રણના પગલાં અને અન્ય સુરક્ષા વ્યવસ્થા અંગે ચર્ચા કરી હતી. સવાઈ માધોપુર જિલ્લા કલેક્ટર રાજેન્દ્ર કિશને મીડિયાને જણાવ્યું હતું કે, 'કાયદો અને વ્યવસ્થા સહિત લગ્ન સંબંધિત વિવિધ પાસાઓ પર ચર્ચા કરવા બેઠક યોજાઈ હતી. જેમાં ટ્રાફિક વિભાગ, વન અધિકારીઓ અને પરિવહન વિભાગ જેવા વિવિધ વિભાગોના અધિકારીઓ જોડાયા હતા. લગ્નમાં કુલ 120 મહેમાનો હશે અને તેમને ડબલ રસીકરણ સર્ટીફીકેટ અને RT-PCR ટેસ્ટ રિપોર્ટના આધારે પ્રવેશની મંજૂરી આપવામાં આવશે.'


એક સ્ત્રોતે મીડિયાને માહિતી આપી કે, વિકી કૌશલ અને કેટરિના કૈફના પરિવારના સભ્યો અને અન્ય મહેમાનો 5 ડિસેમ્બરથી જયપુર પહોંચવાનું શરૂ કરશે, જ્યારે દંપતી 6 ડિસેમ્બરે લગ્ન સ્થળ પર પહોંચશે. આ હાઈ-પ્રોફાઈલ લગ્નમાં વરુણ ધવન, રોહિત શેટ્ટી, નતાશા દલાલ, શશાંક ખેતાન અને અન્ય અભિનેતાઓ હાજર રહેશે.


હેલિકોપ્ટરથી લગ્ન સ્થળ સુધી પહોંચશે

વિકી અને કેટરીના જયપુર (Jaipur)થી લગ્ન સ્થળ સુધી પહોંચવા માટે હેલિકોપ્ટરનો ઉપયોગ કરશે. જયપુરથી બરવાડાનું અંતર લગભગ 181 કિમી છે. બાય રોડ વેન્યુ સુધી પહોંચવામાં 2 કલાક લાગે છે. 


કોર્ટ મેરેજ કરશે

કેટરિના અને વિકી સાત ફેરા લેતા પહેલા કોર્ટ મેરેજ કરવા જઈ રહ્યા છે. આ લગ્ન મુંબઈમાં જ થશે અને આ લગ્ન સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ થઈ રહ્યા છે, જેમાં માત્ર ત્રણ સાક્ષીઓ સામેલ થશે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top