બોલીવુડની આ જાણીતી અભિનેત્રીએ કરી લીધા ગુપ-ચુપ લગ્ન, મિત્રએ ફોટો શેર કરતાં થઇ જાણ, જાણો વિગતે
ફિલ્મ એક્ટ્રેસ તાપસી પન્નૂએ ચુપકે ચુપકે પોતાના લોન્ગ ટાઈમ બોયફ્રેન્ડ મથિયાસ બો સાથે લગ્ન કરી લીધા છે. મળતી માહિતી અનુસાર, તાપસી ઉદયપુરમાં 23 માર્ચે બેડમિંટન પ્લેયર મથિયાસ બો સાથે લગ્નના તાંતણે બંધાઈ છે. થોડા દિવસોથી બન્નેના લગ્નની ખબર આવી રહી હતી. જો કે તાપસીએ તેને કંફર્મ કરી ન હતી. પરંતુ તાપસી અને મથિયાસ લાંબા સમયથી એક બીજાને ડેટ કરી રહ્યા હતા.
લગ્નની તૈયારીઓ 20મી માર્ચથી શરૂ થઈ હતી. તાપસી પન્નુ અને મેથિયાસ બોએ તેમના ખાસ દિવસ તેમના નજીકના લોકો સાથે વિતાવવા માંગતા હતા. તેઓ આ લગ્ન પર મીડિયાનું ધ્યાન ઈચ્છતા ન હતા, જેના કારણે તેઓએ તેમના લગ્નની જાહેરાત કરી ન હતી. નજીકના મિત્રો અને પરિવારની હાજરીમાં બંને લગ્નના બંધનમાં બંધાયા હતા. રિપોર્ટ્સ અનુસાર બન્નેના લગ્નમાં ખૂબ જ ઓછા અને નજીકના મહેમાન જ શામેલ થયા હતા. બોલિવુડ સેલિબ્રિટીઓને લગ્નમાં સામેલ કરવામાં આવ્યા ન હતા. તાપસીએ તેના લગ્નમાં ડાયરેક્ટર અને મિત્ર અનુરાગ કશ્યપને જ બોલાવ્યા હતા. તેમજ થપ્પડના કો સ્ટાર પાવેલ ગુલાટી પણ મહેમાનોની લિસ્ટમાં સામેલ હતો.
View this post on Instagram A post shared by Pavail Gulati (@pavailgulati)
A post shared by Pavail Gulati (@pavailgulati)
પાવેલ ગુલાટીએ લગ્નનો એક ફોટો શેર કર્યો છે. જેમાં કોમેડિયન અને અભિનેતા અભિલાષા થપિયાલ પણ જોવા મળી રહ્યો છે. ફોટોમાં બધા મિત્ર લગ્નના રંગમાં રંગાયેલા જોવા મળી રહ્યા છે. તેમણે આ તસ્વીરને શેર કરતા લખ્યું છે કે, "અમને કોઈ આઈડિયા નથી કે અમે ક્યાં છીએ." એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, લગ્ન બાદ તાપસી ટુંક સમયમાં બોલિવુડ સ્ટાર માટે મુંબઈમાં એક પાર્ટીનું આયોજન કરશે. લગ્નના રિસેપ્શનની જાહેરાત ટુંક સમયમાં થશે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp