આ શહેર પર આવશે અત્યાર સુધીનું સૌથી ભયંકર તોફાન, 145 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફુંકાશે પવન

આ શહેર પર આવશે અત્યાર સુધીનું સૌથી ભયંકર તોફાન, 145 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફુંકાશે પવન

09/14/2022 World

SidhiKhabar

SidhiKhabar

આ શહેર પર આવશે અત્યાર સુધીનું સૌથી ભયંકર તોફાન, 145 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફુંકાશે પવન

બુધવારે એક તોફાન ચીનના દરિયાકાંઠા તરફ આગળ વધ્યું હતું અને તે એક દિવસ પછી બંદર શહેર નિંગબો નજીક લેન્ડફોલ કરશે તેવી આગાહી કરવામાં આવી રહી છે. હોંગકોંગ ઓબ્ઝર્વેટરીએ જણાવ્યું હતું કે વાવાઝોડું ઉત્તરપૂર્વ તરફ આગળ વધતાં 145 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. તે પછી પૂર્વમાં શાંઘાઈ શહેર તરફ જશે અને પછી ચીનના ઉત્તરપૂર્વ કિનારે આવેલા જિયાંગસુ અને શાંગડોંગ પ્રાંત તરફ જશે. ચીની મીડિયાના અહેવાલો અનુસાર, નિંગબો એરપોર્ટ પરની તમામ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે, જ્યારે ઝેજિયાંગ પ્રાંતમાં 11,000 થી વધુ ફિશિંગ બોટને પરત લાવવા માટે કહેવામાં આવ્યું છે.


ટાયફૂન મુઇફા મંગળવારે તીવ્ર બન્યું અને નિંગબો અને ઝુશાન ના જોડિયા બંદર શહેરો તરફ આગળ વધ્યું હતું, જે કાર્ગોની દ્રષ્ટિએ ચીનના બીજા સૌથી વ્યસ્ત બંદરની રેન્ક ધરાવે છે. સરકારી મીડિયાએ અહેવાલ આપ્યો છે કે ચીનનું વર્ષનું 12મું ચક્રવાત વેનલિંગ અને ઝુશાન શહેરો વચ્ચે લેન્ડફોલ કરશે. જેના કારણે પૂર્વ અને દક્ષિણ તટીય વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે.


સત્તાવાર સિન્હુઆ ન્યૂઝ એજન્સીએ કહ્યું કે તેમાં શાંઘાઈનું વ્યાપારી કેન્દ્ર, નિંગબોની ઉત્તરે અને ઝુશાનનો સમાવેશ થાય છે. ચીનના સૌથી વ્યસ્ત કન્ટેનર પોર્ટ શાંઘાઈમાં પાંચ મીટર ઊંચા મોજા જોવા મળી શકે છે. ઉલ્લેખનીય છે કે ચીન હજી પણ કોરોના મહામારીમાંથી બહાર નીકળી શક્યું નથી અને ઝીરો કોવિડ નીતિને લીધે વારંવાર શહેરોમાં લોકડાઉન જાહેર કરવામાં આવે છે એવામાં આ તોફાનને લીધે શાંઘાઇ શહેરને મોટું નુકસાન થવાની ભીતી સેવવામાં આવી રહી છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top