મોદી સરકારની આ 12 યોજનાઓ બનશે ભાજપનું બ્રહ્માસ્ત્ર..'થઈ શકે છે ચૂંટણીમાં જીતની ગેરંટી! જાણો કઈ

મોદી સરકારની આ 12 યોજનાઓ બનશે ભાજપનું બ્રહ્માસ્ત્ર..'થઈ શકે છે ચૂંટણીમાં જીતની ગેરંટી! જાણો કઈ યોજનાઓ છે?

04/17/2024 Politics

SidhiKhabar

SidhiKhabar

મોદી સરકારની આ 12 યોજનાઓ બનશે ભાજપનું બ્રહ્માસ્ત્ર..'થઈ શકે છે ચૂંટણીમાં જીતની ગેરંટી! જાણો કઈ

Modi Government :  હાલમાં લોકસભાની ચૂંટણી ચાલી રહી છે સરકાર કોઈ પણ સંજોગોમાં હેટ્રીક ફટકારવા માગે છે. આ છે મોદી સરકારની તે 12  યોજનાઓનો તમે અનેક કેસમાં ફાયદો પણ ઉઠાવી શકો કેન્દ્ર સરકાર તરફથી અનેક વર્ગના લોકો માટે યોજનાઓ શરૂ કરવામાં આવી છે. આ યોજનાઓ દ્વારા કરોડો લોકોને ફાયદો મળી રહ્યો છે. સરકારે ઈન્શ્યોરન્સ આપવાની સાથે જ બિઝનેસ શરૂ કરવા માટે લોકોને મુદ્રા લોનની વ્યવસ્થા પણ કરી આપી છે. એવામાં તમારે આ યોજનાઓ વિશે જાણવું જોઈએ અને જો જરૂરિયાત હોય તો તમે પણ આ યોજનાઓનો ફાયદો ઉઠાવી શકે છે.


એક વર્ષ પહેલાં કરાયેલાં સર્વેના આ આંકડા

એક વર્ષ પહેલાં કરાયેલાં સર્વેના આ આંકડા

કેન્દ્ર સરકારની આવી કઈ યોજનાઓ છે જે તમારા કામમાં આવી શકે છે. એક વર્ષ પહેલાં કરાયેલાં સર્વેના આ આંકડા છે. હવે તો આ યોજનાના લાભાર્થીઓનો આંકડો તેના કરતો ઘણો બધો આગળ વધી ચુક્યો છે. પણ તમામ યોજનાઓના નવા આંકડાઓ ઉપલબ્ધ ન હોવાથી તમને એક અંદાજ આંકવા માટે એક વર્ષ પહેલાંના આંકડા દર્શાવી રહ્યાં છીએ. ગુજરાતીઓ સહિત દેશવાસીઓ આ યોજનાઓનો ભરપુર લાભ ઉઠાવી રહ્યાં છે.


પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (આયુષ્માન ભારત):

પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (આયુષ્માન ભારત):

અંદાજે એક વર્ષ પહેલાં 1.91 કરોડથી વધારે લોકોનું રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું છે. આ યોજના અંતર્ગત લોકોને હોસ્પિટલમાં 5 લાખ રૂપિયા સુધીની સારવાર માટે વીમો આપવામાં આવે છે.


ભારતનેટ:

ભારતનેટ:

અંદાજે એક વર્ષ પહેલાં દેશની 1.73 લાખથી વધારે ગ્રામ પંચાયતોને ઓપ્ટિકલ ફાઈબર સાથે જોડવામાં આવી. ભારતનેટ પરિયોજના ભારતની 2.5 લાખ ગ્રામ પંચાયતોને બ્રોડબેન્ડ કનેક્ટિવિટીમાં લાવવાનો કાર્યક્રમ છે.


સોઈલ હેલ્થ કાર્ડ:

સોઈલ હેલ્થ કાર્ડ:

અંદાજે એક વર્ષ પહેલાં આ યોજનામાં 22.87 કરોડથી વધારે સોઈલ હેલ્થ કાર્ડ આપવામાં આવ્યા. મૃદા સ્વાસ્થ્ય કાર્ડ યોજના અંતર્ગત ખેડૂતોને જે કાર્ડ આપવામાં આવે છે. જેમાં ખેતરની માટી કયા પ્રકારની છે તેની જાણકારી મળે છે. તેનાથી ખેડૂત સારું ઉત્પાદન મેળવી શકે છે.


જળ જીવન મિશન:

જળ જીવન મિશન:

અંદાજે એક વર્ષ પહેલાં આ મિશનમાં 7.75 કરોડ ગ્રામીણ ઘરોમાં પહોંચાડવામાં આવ્યું નળથી શુદ્ધ પાણી. જળ જીવન મિશન કેન્દ્ર સરકારનો એક મહત્વપૂર્ણ કાર્યક્રમ છે. જેનો ઉદ્દેશ્ય દરેક ગ્રામીણ ઘરમાં 2024 સુધી નળની પાણી પહોંચાડવાનો છે.


પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના:

પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના:

અંદાજે એક વર્ષ પહેલાં 25.05 લાખથી વધારે રેકડી-લારીવાળાઓને 10-10 હજાર રૂપિયાની રાહતભરી લોન આપવામાં આવી. આ યોજના અંતર્ગત 10,000 રૂપિયા સુધીની રેકડી-લારીવાળાઓને આપવામાં આવે છે.


પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી):

પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી):

અંદાજે એક વર્ષ પહેલાં શહેરી ગરીબો માટે 1.12 કરોડથી વધારે સસ્તા મકાન સ્વીકૃત કરવામાં આવ્યા. આ યોજના અંતર્ગત ઘર બનાવવા માટે સરકાર તરફથી સબસિડી આપવામાં આવે છે.

 


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top