Gujarat Election 2022 : અમદાવાદના આ મુસ્લિમ ક્લબનો AAPને ટેકો! વિરોધી રાજકીય પક્ષોનો ખેલ બગાડી

Gujarat Election 2022 : અમદાવાદના આ મુસ્લિમ ક્લબનો AAPને ટેકો! વિરોધી રાજકીય પક્ષોનો ખેલ બગાડી શકે છે આ મતો

11/27/2022 Politics

SidhiKhabar

SidhiKhabar

Gujarat Election 2022 : અમદાવાદના આ મુસ્લિમ ક્લબનો AAPને ટેકો! વિરોધી રાજકીય પક્ષોનો ખેલ બગાડી

ગુજરાત ડેસ્ક : ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે હજુએ રાજકીય પક્ષો દ્વારા મતદારોને રિઝવવાના પ્રયાસ થઈ રહ્યા છે. તેવામાં અમદાવાદમાં આ મુસ્લિમ ક્લબે આમ આદમી પાર્ટીમાં જોડાણ કર્યું છે અને આ મુસ્લિમ હોદ્દેદારોએ હાથમાં ઝાડું લીલુલીલુ આપ-મુસ્લિમ ઇલું ઇલું નો નારો આપ્યો છે.


ઘણા રાજકીય પક્ષોનો ખેલ બગાડશે

ઘણા રાજકીય પક્ષોનો ખેલ બગાડશે

ગુજરાત વિધાનસભાની આ વખતની ચૂંટણી ખૂબ ચર્ચામાં છે. આ વખતે મુસ્લિમ મતો ઘણા રાજકીય પક્ષોનો ખેલ બગાડી શકે છે તો કોઈ પક્ષનો ખેલ બનાવી પણ શકે છે. તેવામાં એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. જેમાં અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં ચાલતી મુસ્લિમ ફાઇટર્સ કલબે આપ પાર્ટી સાથે જોડાણ કર્યું છે અને હાથમાં ઝાડું લીલુલીલુ આપ-મુસ્લિમ ઇલું ઇલુંનો નારો આપ્યો છે. સાથે જ મુસ્લિમ વૉટર્સ માટે મેગીનો વિકલ્પ જાહેર કર્યો છે. જેમાં M ફોર મનીષ સીસોદીયા, A ફોર અરવિંદ કેજરીવાલ, G ફોર ગોપાલ ઇટાલિયા અને I ફોર ઇસુદાન ગઢવી.


સુવિધાઓ હજુ સુધી કોઈ સરકારે આપી નથી

સુવિધાઓ હજુ સુધી કોઈ સરકારે આપી નથી

મુસ્લિમ ફાઇટર કલબના આગેવાન ઇમરાનખાન પઠાણે જણાવ્યું કે, જે પ્રકારે આમ આદમી પાર્ટીએ દિલ્હી અને પંજાબમાં લોકોને સુવિધાઓ આપી છે તે સુવિધાઓ હજુ સુધી કોઈ સરકારે આપી નથી. અમને લાગે છે કે, મુસ્લિમ લોકોનું ભવિષ્ય આપ બનાવી શકે છે. એટલે આપ સાથે જોડાયા છીએ. માત્ર વેજલપુર બેઠક નહિ રાજ્યની વિવિધ બેઠકોમાં પણ મુસ્લિમ મતદારોને જાગૃત કરીશું.


3 હજાર પરિવાર જોડાયેલા છે

3 હજાર પરિવાર જોડાયેલા છે

તેઓએ એમ પણ ઉમેર્યું કે, અમારી મુસ્લિમ ફાઈટર્સ કલબ સાથે 3 હજાર પરિવાર જોડાયેલા છે. એટલે 3 હાજર મુસ્લિમોનો આપને ટેકો હોવાનો દાવો તેમણે કર્યો છે. તો બીજીતરફ આ કાર્યક્રમમાં વેજલપુર વિધાનસભા બેઠકના આપના ઉમેદવાર કલ્પેશ પટેલના પિતરાઈ ભાઈ પરાગ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ જણાવ્યું કે, કલ્પેશ પટેલ તેમની તબિયત સારી નહિ હોવાથી આવી શકયા નથી. પણ તેઓએ મુસ્લિમોનો આપમાં જોડવા બદલ આભાર માન્યો હતો.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top