મહારાષ્ટ્ર : ભાજપના ૧૨ ધારાસભ્યોને એક વર્ષ માટે વિધાનસભામાંથી સસ્પેન્ડ કરાયા, જાણો શું છે વિવાદ

મહારાષ્ટ્ર : ભાજપના ૧૨ ધારાસભ્યોને એક વર્ષ માટે વિધાનસભામાંથી સસ્પેન્ડ કરાયા, જાણો શું છે વિવાદ

07/05/2021 Politics

SidhiKhabar

SidhiKhabar

મહારાષ્ટ્ર : ભાજપના ૧૨ ધારાસભ્યોને એક વર્ષ માટે વિધાનસભામાંથી સસ્પેન્ડ કરાયા, જાણો શું છે વિવાદ

મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનસભા (Maharashtra Assembly) અધ્યક્ષના ચેમ્બરમાં પ્રિસાઇડિંગ ઓફિસર ભાસ્કર જાધવ સાથે 'ગેરવર્તન' કરવાના આરોપસર ભાજપના બાર ધારાસભ્યોને (12 BJP MLAs) એક વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ધારાસભ્યોને સસ્પેન્ડ કરવાનો ઠરાવ મહારાષ્ટ્ર સરકારના મંત્રી અનિલ પરબ (Anil Parab) દ્વારા ગૃહ સમક્ષ રજૂ આવ્યો હતો, જેને ધ્વનિ મતથી પસાર કરવામાં આવ્યો હતો. અનિલ પરબે કહ્યું કે 'સસ્પેન્શનના સમયગાળા દરમિયાન તમામ 12 ધારાસભ્યોને મુંબઇ અને નાગપુરમાં વિધાનસભા પરિસરમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે નહીં.'

ભાસ્કર જાધવે કહ્યું કે 'મહારાષ્ટ્રના ઇતિહાસમાં આવું ક્યારેય બન્યું નથી. મારી આગળનો માઇક તૂટી ગયો. ભાજપના ધારાસભ્યોએ મને મા-બહેન સમાણી ગાળો આપી. જ્યારે તેમને રોકવાના પ્રયત્નો થયા ત્યારે ભાજપ ધારાસભ્યોએ ગુંડાની જેમ વ્યવહાર કર્યો. તેમણે કહ્યું કે 'વિપક્ષ ખોટા આક્ષેપો કરી રહ્યો છે કે મેં તેમને ગાળો આપી હતી.’

બીજી તરફ આ મામલે મહારાષ્ટ્રના વિરોધ પક્ષના નેતા અને પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે (Devendra Fadanvis) પક્ષ રાખતા કહ્યું કે, ખોટા આરોપો ઘડવામાં આવી રહ્યા છે અને વિપક્ષી સભ્યોની સંખ્યા ઘટાડવાનો પ્રયાસ છે.’ તેમણે (ભાજપે) સ્થાનિક સંસ્થાઓમાં ઓબીસી ક્વોટા પર સરકારના જૂઠ્ઠાણાને ઉજાગર કરી દીધા, જેના કારણે ધારાસભ્યો વિરુદ્ધ એક્શન લેવાઈ હોવાનું તેમણે કહ્યું હતું.’

ભાસ્કર જાધવે 'એકતરફી' પક્ષ કહ્યો: ફડણવીસ

તેમણે કહ્યું હતું કે ભાજપના સભ્યોએ પ્રિસાઇડિંગ અધિકારી સાથે ગેરવર્તણૂક કરી નથી. વિપક્ષી નેતા ફડણવીસે કહ્યું કે, શિવસેનાના ધારાસભ્યોએ અપશબ્દો કહ્યા હતા. હું મારા ધારાસભ્યોને સ્પીકરની ચેમ્બરની બહાર લઇ આવ્યો હતો. ફડણવીસે કહ્યું કે શેલારે માફી માંગ્યા બાદ આ મામલો સમાપ્ત થયો હતો. જાધવે જે કહ્યું તે એકતરફી વાત છે.

દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વમાં ભાજપના ધારાસભ્યોએ નિર્ણય સામે વાંધો ઉઠાવતા કહ્યું હતું કે વિપક્ષ ગૃહની કાર્યવાહીનો બહિષ્કાર કરશે.

કોને કોને સસ્પેન્ડ કરવામાં આવ્યા?

સંજય કુટે, આશિષ શેલાર, અભિમન્યુ પવાર, ગિરીશ મહાજન, અતુલ ભટકલકર, પરાગ અલવાની, હરીશ પિંપલે, યોગેશ સાગર, જયકુમાર રાવત, નારાયણ કુચે, રામ સાતપુતે અને બંટી ભાંગડિયાને વિધાનસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top