ફરી એકવાર અવકાશમાં જોવા મળ્યું UFO! અમરિકાના નેવી ઓફીસર દ્વારા વિડિઓ વાઈરલ થયો.

ફરી એકવાર અવકાશમાં જોવા મળ્યું UFO! અમરિકાના નેવી ઓફીસર દ્વારા વિડિઓ વાઈરલ થયો.

05/18/2022 World

SidhiKhabar

SidhiKhabar

ફરી એકવાર અવકાશમાં જોવા મળ્યું UFO! અમરિકાના નેવી ઓફીસર દ્વારા વિડિઓ વાઈરલ થયો.

એલિયન્સ અને UFO(ઉડતી રકાબી) નો વિષય હંમેશા લોકોને પોતાની તરફ આકર્ષિત કરે છે. માનવી હંમેશા એલિયન્સ વિશે જાણવાનો પ્રયત્ન કરે છે. આ દરમિયાન, US નેવીના એક નિષ્ણાતે આકાશમાં ઉડતી ચળકતી વસ્તુનો વીડિયો જાહેર કર્યો હતો. એના દાવા મુજબ આ ઉડતી વસ્તુ UFO છે.


ગુપ્તચર અધિકારીઓના અનુભવો જાહેર કરાયા

ગુપ્તચર અધિકારીઓના અનુભવો જાહેર કરાયા

આ અજાણી હવાઈ ઘટના અંગે ગયા જૂનમાં પ્રાથમિક મૂલ્યાંકન અહેવાલ બહાર પાડવામાં આવ્યો હતો. હવે આ અહેવાલ પર સુનાવણી દરમિયાન એક વીડિયો પણ જાહેર કરવામાં આવ્યો છે. યુએસના ગુપ્તચર અધિકારીઓ દ્વારા તેમના વાસ્તવિક જીવન સાથે જોડાયેલી કેટલીક બાબતો પણ શેર કરવામાં આવી છે.


એરક્રાફ્ટના કોકપિટની અંદરથી રેકોર્ડ કરવામાં આવેલ વીડિયો

એરક્રાફ્ટના કોકપિટની અંદરથી રેકોર્ડ કરવામાં આવેલ વીડિયો

નૌકાદળના ગુપ્તચર વિભાગના નાયબ નિયામક સ્કોટ બ્રે દ્વારા 17 મે ના રોજ UFO પરની સુનાવણી અંગેની બેઠકમાં હાજરી આપવામાં આવી હતી. જે દરમિયાન તેમણે જણાવ્યું હતું કે સરકારે અત્યાર સુધીમાં UAP (unidentified aerial phenomenon) જોવાના 400 અહેવાલો નોંધ્યા છે. ત્યારબાદ એક વીડિયો પ્લે કરાયો હતો, જે 2021માં હવામાં ઉડતા પ્લેનના કોકપિટની અંદરથી રેકોર્ડ કરવામાં આવ્યો હતો. આ વિડીયો માત્ર એક દાવો છે, હજી સુધી એની પુષ્ટિ થઇ શકી નથી.

આ વીડિયો નેવી એરક્રાફ્ટના કોકપીટની અંદરથી લેવામાં આવ્યો હતો. ફૂટેજમાં એક ગોળાકાર પદાર્થ દેખાય છે,  જે આકાશમાં તેજ ગતિએ ચમકીને અદૃશ્ય થઈ જાય છે. સ્કોટ બ્રેએ સમિતિને જણાવ્યું હતું કે આ એક રીયલ ટાઈમ વિડિયો છે. અન્ય ઘણા કિસ્સાઓમાં આવા વિડિયો ભાગ્યે જ જોવા મળે છે. આવી ઘટના પહેલા પણ જોવામાં આવી હતી.


એલિયન્સના અસ્તિત્વ વિશે હજુ સુધી કોઈ નક્કર પુરાવા નથી

એલિયન્સના અસ્તિત્વ વિશે હજુ સુધી કોઈ નક્કર પુરાવા નથી

જો કે, સમગ્ર વિશ્વમાં લોકો અજાણી ઉડતી વસ્તુ એટલે કે UFO જોયું હોવાનો દાવો કરતા રહે છે. પરંતુ લોકોના આ દાવા એટલા વિચિત્ર હોય છે કે એના પર વિશ્વાસ ના કરી શકાય. એલિયન્સના અસ્તિત્વ વિશે હજુ સુધી કોઈ નક્કર પુરાવા નથી મળ્યાં. પરંતુ આ ચર્ચા દાયકાઓથી ચાલી રહી છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top