'PM મોદીની આતંકવાદીઓને ઘરમાં ઘૂસીને મારીશું',વાળી ટિપ્પણી પર અમેરિકાએ આપી પ્રતિક્રિયા

'PM મોદીની આતંકવાદીઓને ઘરમાં ઘૂસીને મારીશું',વાળી ટિપ્પણી પર અમેરિકાએ આપી પ્રતિક્રિયા

04/17/2024 Politics

SidhiKhabar

SidhiKhabar

'PM મોદીની આતંકવાદીઓને ઘરમાં ઘૂસીને મારીશું',વાળી ટિપ્પણી પર અમેરિકાએ આપી પ્રતિક્રિયા

અમેરિકન વિદેશી વિભાગના પ્રવક્તા મેથ્યૂ મિલરે મંગળવારે કહ્યું કે, અમેરિકાએ ભારત અને પાકિસ્તાનને તણાવથી બચવા અને વાતચીતના માધ્યમથી સમાધાન કાઢવા માટે પ્રોત્સાહિત કર્યા છે. શું બાઈડેન પ્રશાસન વડાપ્રધાન મોદી અને રક્ષા મંત્રી રાજનાથ સિંહની એ ટિપ્પણીથી ચિંતિત છે કે ભારત આતંકવાદીઓને તેમના ઘરમાં મારવામાં સંકોચ નહીં કરે? મિલરે કહ્યું કે, જેમ મેં અગાઉ કહ્યું, સંયુક્ત રાજ્ય અમેરિકા તેમાં સામેલ નહીં થાય, પરંતુ અમે ભારત અને પાકિસ્તાન બંનેને તણાવથી બચવા અને વાતચીતના માધ્યમથી સમાધાન શોધવા માટે પ્રોત્સાહિત કરીએ છીએ.


અમેરિકા પ્રતિબંધો બાબતે ખૂલીને ચર્ચા કરતું નથી

અમેરિકા પ્રતિબંધો બાબતે ખૂલીને ચર્ચા કરતું નથી

એક પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરતા મિલરે કહ્યું કે, તેઓ ક્યારેય પણ કોઈ પ્રતિબંધની કાર્યવાહીનું પૂર્વાવલોકન નહીં કરે અને અમેરિકા પ્રતિબંધો બાબતે ખૂલીને ચર્ચા કરતું નથી. જ્યારે મિલરને પૂછવામાં આવ્યું કે ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુની કથિત હત્યાનું ષડયંત્રને લઈને અમેરિકાએ ભારત પર કોઈ પ્રતિબંધ કેમ ન લગાવ્યો? તો તેમણે કહ્યું કે, હું કોઈ પણ પ્રતિબંધની કાર્યવાહીનું પૂર્વવલોકન કરાવ જઇ રહ્યો નથી, પરંતુ તેનો અર્થ એ નથી કે કોઈ પ્રતિબંધ લગાવવાનું છે, પરંતુ જ્યારે તમે મને પ્રતિબંધ પર વાત કરવા કહો છો તો એ કંઈક એવું છેઃ જેના પર આપણે ખૂલીને ચર્ચા કરતા નથી.


ગુરપતવંત સિંહ પન્નુ ભારતનો નામિત આતંકવાદી

ગુરપતવંત સિંહ પન્નુ ભારતનો નામિત આતંકવાદી

ગુરપતવંત સિંહ પન્નુ ભારત દ્વારા નામિત આતંકવાદી અને તેણે વારંવાર ભારત વિરુદ્ધ ધમકીઓ આપી છે. અમેરિકન ન્યાય વિભાગના અભિયોગ મુજબ, એક ભારતીય નાગરિક, નિખિલ ગુપ્તા, જેના પર પન્નુની હત્યા કરવાના ષડયંત્રનો આરોપ છે. અમેરિકન ન્યાય વિભાગે પહેલા દાવો કર્યો હતી કે એક ભારતીય સરકારી કર્મચારી, જેની ઓળખ સામે આવી નથી, તેણે કથિત પન્નુની હત્યા કરવા માટે એક હિટમેન્ટની નિમણૂક કરવા માટે ગુપ્તાની ભરતી કરી હતી, જેને અમેરિકન અધિકારીઓએ નિષ્ફળ કરી દીધી.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top