ફિલ્મી કહાનીને ટક્કર મારે એવો બનાવ : ખુદ પત્ની જ પોતાના પતિને આપતી હતી ધીમું ઝેર!

ફિલ્મી કહાનીને ટક્કર મારે એવો બનાવ : ખુદ પત્ની જ પોતાના પતિને આપતી હતી ધીમું ઝેર!

09/21/2021 World

SidhiKhabar

SidhiKhabar

ફિલ્મી કહાનીને ટક્કર મારે એવો બનાવ : ખુદ પત્ની જ પોતાના પતિને આપતી હતી ધીમું ઝેર!

પતિ-પત્નીનો સંબંધ પ્રેમ અને વિશ્વાસ પર કાયમ હોય છે. પરંતુ જયારે વિશ્વાસ તૂટે છે ત્યારે આ સંબંધમાં એક તિરાડ સર્જાય છે. અને જો આ તિરાડને પુરવામાં ન આવે તો તે ધીમે ધીમે એક ખીણમાં પરિવર્તિત થાય છે. અમેરિકામાં એક દંપતી સાથે આવો જ એક કિસ્સો બન્યો જેમાં એક પત્ની પોતાનાં પતિને પ્રોટીન પાવડરમાં ઝેર મેળવીને આપતી હતી. પતિની તબિયત બગડી ત્યારે એણે એના ડોક્ટરનો સંપર્ક કર્યો. ડોક્ટરે જયારે એને જાણ કરી કે એના પ્રોટીન પાવડરમાં આર્સેનિક નામનો ઝેર છે ત્યારે એના હોંશ ઉડી ગયા!


મૈકબેબનાં લગ્નજીવનને લાગ્યું ગ્રહણ

'ડેલી સ્ટાર' સમાચાર અનુસાર અમેરિકાના દક્ષિણ કૈરોલીનાનાં ૫૬ વર્ષીય જેડી મૈકબેબને એની પૂર્વ પત્ની પ્રોટીન પાવડરમાં આર્સેનિક નામનું ઝેર નાખીને આપતી હતી. જેની એને ગંધ સુધ્ધા ન આવી. પરંતુ આર્સેનિકને કારણે થોડા સમય બાદ મૈકબેબની તબિયત બગડવા લાગી. તેને આંતરડાની સમસ્યાઓ અને સાંધાના દુખાવાની તકલીફ તો ઉભી થઇ જ, સાથે એનું ૩૦ કિલો જેટલું વજન પણ ઘટી ગયું! વજનમાં થયેલા ધરખમ ઘટાડા અને ભારે નબળાઇને કારણે લોકો એને કેન્સર પેશેન્ટ સમજવા લાગ્યા.

મૈકબેબે કહ્યું કે, 'અમારા લગ્નને ૧૭ વર્ષ પૂર્ણ થયા. આ ખુશહાલ લગ્નજીવન દરમિયાન અમને બે સુંદર બાળકો પ્રાપ્ત થયા છે. જેમને અમે પ્રેમાળ વાતાવરણમાં ઉછેર્યા' પરંતુ આ લગ્નજીવનને ગ્રહણ ત્યારે લાગ્યું જયારે એરીને મૈકબેબ ઉપર છેતરપિંડી, નશેડી (ડ્રગ્સ), દારૂડિયો, માનસિક રોગી વગેરે જેવા ગંભીર આરોપો લગાડવાનું શરૂ કર્યું. અને આ બધા કારણોને લીધે એમનું લગ્નજીવન ભાંગી પડ્યું. પરંતુ મૈક્બેબને ઝાટકો ત્યારે લાગ્યો જયારે કોઈ પણ દેખીતા કારણ વિના એનું વજન ઓચિંતા ઘટવા માંડ્યું અને એ દિવસે દિવસે કમજોર થવા માંડયો.


શું હતું મૈકબેબના શારીરિક ફેરફારોનું કારણ?

શું હતું મૈકબેબના શારીરિક ફેરફારોનું કારણ?

કેટલાય ડોક્ટર્સ દ્વારા તબીબી તપાસ થયા બાદ મૈકબેબને ખબર પડી કે, એને ઘણાં લાંબા સમયથી આર્સેનિક (Arsenic) નામનું ઝેર આપવામાં આવતું હતું! આ ઝેરનો ડોઝ પ્રોટીન પાવડરમાં ભેળવીને આપવામાં આવતો હતો, જેથી મૈકબેબને ક્યારેય એના વિષે ખબર જ નહોતી પડી! આર્સેનિકના સેવનને કારણે જ મૈકબેબનું શરીર રોગોનું ઘર બનતું ગયું. મૈકબેબ દ્વારા એવો આરોપ મુકવામાં આવ્યો છે કે એને ચોરીછુપીથી નિયમિતપણે આર્સેનિકનો ડોઝ આપનાર બીજું કોઈઓ નહિ, પણ એની ખુદની પત્ની હતી! મૈકબેબે જયારે તેના જીવનની અસાધારણ ઘટનાને યાદ કરી તો એને સમજાયું કે, તેની હાલની પરિસ્થિતિ તેની પત્નીને આભારી છે. થોડા સમય પૂર્વે જ મૈકબેબે પોતાની કહાની TIK TOK પર પોસ્ટ કરી, જે ખૂબ વાઈરલ થઈ રહી છે.

નોંધનીય છે કે, આર્સેનિક એક જીવલેણ ઝેર છે, જેની થોડી માત્રા પણ મનુષ્યના મોંમાં જાય તો થોડા કલાકોમાં તેનો જીવ પણ જઈ શકે છે. આવી સ્થિતિમાં, મૈક્બેબના પ્રોટીન પાવડરમાં આર્સેનિક ઉમેરવું તેના માટે સ્લો પોઈઝન તરીકે કામ કરી રહ્યું હતું. જો કે, સમય જતાં તેને તેના વિશે ખબર પડી જેના કારણે તેનો જીવ બચી ગયો.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top