‘પીએમ મોદીને બોલાવો તો જ રસી લઈશ’ : શખ્સે અજીબ શરત મૂકીને અધિકારીઓને હેરાન કરી મુક્યા!

‘પીએમ મોદીને બોલાવો તો જ રસી લઈશ’ : શખ્સે અજીબ શરત મૂકીને અધિકારીઓને હેરાન કરી મુક્યા!

09/27/2021 Specials

SidhiKhabar

SidhiKhabar

‘પીએમ મોદીને બોલાવો તો જ રસી લઈશ’ : શખ્સે અજીબ શરત મૂકીને અધિકારીઓને હેરાન કરી મુક્યા!

ધાર, એમપી: દેશમાં કોરોના રસીકરણ અભિયાન પુરજોશથી ચલાવવામાં આવી રહ્યું છે. અત્યાર સુધીમાં દેશમાં કરોડો લોકો રસી લઇ ચુક્યા છે તેમજ દેશે અનેક વિક્રમો પણ સર્જ્યા છે. ક્યાંક અધિકારીઓ ડોર ટૂ ડોર જઈને લોકોને રસી લેવા માટે પ્રોત્સાહિત કરી રહ્યા છે અને કોરોના મહામારીથી બચવા માટે રસીનું મહત્વ સમજાવી રહ્યા છે. ત્યારે મધ્ય પ્રદેશના ધારથી અજીબ કિસ્સો બહાર આવ્યો છે.


મધ્યપ્રદેશના એક ગામની ઘટના

અહીં એક યુવકે ઘરે રસી આપવા આવેલા અધિકારીઓ સામે એવી માગ મૂકી કે જે અશક્ય હતી. આ યુવકનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાઈરલ થઇ રહ્યો છે. આ ઘટના મધ્ય પ્રદેશના ધાર જિલ્લાના કિકરવાસ ગામની છે. મધ્ય પ્રદેશ રાજ્ય સરકારે વધુમાં વધુ લોકો સુધી રસી પહોંચાડવા માટે મેગા રસીકરણ અભિયાનની શરૂઆત કરી છે. જે અંતર્ગત અધિકારીઓ એક ગામમાં પહોંચ્યા હતા, જ્યાં આ ઘટના બની.


કોરોના રસી લેવામાં આનાકાની કરતા શખ્સે અધિકારીઓ સમક્ષ માગ કરી હતી કે તે પીએમ મોદીની હાજરીમાં જ કોરોના રસીનો પહેલો ડોઝ લેશે. ઘટના ૨૫ સપ્ટેમ્બરની છે જ્યારે સ્વાસ્થ્ય વિભાગની ટીમ કિકરવાસ ગામ પહોંચી અને લોકોનું રસીકરણ ચાલી રહ્યું હતું. દરમ્યાન આ શખ્સને પણ રસી લેવા માટે કહેવામાં આવ્યું પરંતુ તેણે ઇનકાર કરી દીધો હતો. અધિકારીઓએ બહુ સમજાવ્યો પરંતુ શખ્સ માન્યો ન હતો.


તેને ફરીથી સમજાવવામાં આવશે : અધિકારી

આખરે અધિકારીઓએ તેને પૂછ્યું કે કોને બોલાવવામાં આવે તો તે રસી લઇ લેશે? ત્યારબાદ તેણે કહ્યું કે વરિષ્ઠ અધિકારીને બોલાવવામાં આવે. તેટલું જ નહીં, તેણે કહ્યું કે એસડીએમને કહો કે પીએમ મોદીને ફોન કરીને અહીં બોલાવે. જો પીએમ અહીં આવશે તો તેમની સામે જ તે અને તેની પત્ની રસી લેશે.

અધિકારીઓએ કહ્યું કે, આખા ગામમાં માત્ર બે જ લોકો- શખ્સ અને તેની પત્નીનું રસીકરણ બાકી છે. જિલ્લા વહીવટીતંત્રના એક અધિકારીએ કહ્યું કે તેઓ શખ્સનો ફરીથી સંપર્ક કરશે અને તેને રસી લેવા માટે મનાવી લેશે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top