હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલની ચોંકાવનારી આગાહી : 23 સપ્ટેમ્બર પછી આ વિસ્તારોમાં ત્રાટકશે મેઘરાજ

હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલની ચોંકાવનારી આગાહી : 23 સપ્ટેમ્બર પછી આ વિસ્તારોમાં ત્રાટકશે મેઘરાજા

09/10/2022 Gujarat

SidhiKhabar

SidhiKhabar

હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલની ચોંકાવનારી આગાહી : 23 સપ્ટેમ્બર પછી આ વિસ્તારોમાં ત્રાટકશે મેઘરાજ

ગુજરાત ડેસ્ક : ગુજરાતમાં ફરી વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર બંગાળની ખાડીમાં પશ્ચિમ મધ્ય દિશામાં સર્જાયેલા લો પ્રેશરની અસરના ભાગરૂપે ગુજરાત સહિત દેશના અનેક રાજ્યોમાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થયો છે. રાજ્યમાં નજીકના ભવિષ્યમાં ભારે પવન અને ગાજવીજ સાથે ભારે વરસાદની સંભાવના છે.


બંગાળની ખાડીમાં વરસાદી સિસ્ટમ

બંગાળની ખાડીમાં વરસાદી સિસ્ટમ

ગુજરાતના હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલ દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે. અંબાલાલ પટેલની આગાહી મુજબ બંગાળની ખાડીમાં વરસાદી સિસ્ટમ સર્જાવાને કારણે આગામી દિવસોમાં ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ પડશે. 23 સપ્ટેમ્બર અને તે પછી વરસાદી વાતાવરણ રહેશે. આ વખતે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે.

અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના છે. જ્યારે ઉત્તર-મધ્ય ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ પડશે.


અંબાલાલ પટેલે પણ ભારે વરસાદની આગાહી

અંબાલાલ પટેલે પણ ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગે 13 સપ્ટેમ્બર સુધી ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરી છે.હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે પણ ભારે વરસાદની આગાહી કરી છે અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદની આગાહી કરી છે. ગીર સોમનાથ, અમરેલી, ભાવનગરમાં ભારે વરસાદ પડશે. તેમજ અંબાલાલ પટેલ દ્વારા કહેવામાં આવ્યું છે કે દક્ષિણ ગુજરાતમાં 6 ઈંચથી વધુ વરસાદ પડી શકે છે.


મહત્વનું છે કે, હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે આજે રાજ્યના 18 જિલ્લામાં વરસાદ પડી શકે છે. જેમાં કચ્છ, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, વલસાડ, ભાવનગર, આણંદ, દાહોદ, પંચમહાલ, વડોદરા, ડાંગ, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારીમાં વરસાદ થવાની સંભાવના છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top