બોલીવુડના શહેનશાહ અમિતાભ બચ્ચન આ સર્જરી માટે થયા હોસ્પિટલમાં દાખલ, ટ્વિટ કરી જણાવ્યું કે,...

બોલીવુડના શહેનશાહ અમિતાભ બચ્ચન આ સર્જરી માટે થયા હોસ્પિટલમાં દાખલ, ટ્વિટ કરી જણાવ્યું કે,...

03/15/2024 Glamour

SidhiKhabar

SidhiKhabar

બોલીવુડના શહેનશાહ અમિતાભ બચ્ચન આ સર્જરી માટે થયા હોસ્પિટલમાં દાખલ, ટ્વિટ કરી જણાવ્યું કે,...

બોલિવૂડના શહેનશાહ અમિતાભ બચ્ચનને 81 વર્ષની ઉંમરે પણ કામ કરતાં જોઈને લોકો તેમના ખુબ દિવાના છે. આ ઉમરે પણ તેઓ ખુબ મોટી ફેન ફોલોઈંગ ધરાવે છે. તેમના ચાહકો તેમની એક ઝલક જોવા માટે આતુર રહેતા હોય છે. ત્યારે હાલમાં જ અભિનેતા વિશે એક મોટા સમાચાર સામે આવ્યા છે.


ખભાની સમસ્યાને કારણે થયા દાખલ

મળતી માહિતી મુજબ અમિતાભની આજે સવારે જ એન્જિયોપ્લાસ્ટી સર્જરી કરવામાં આવી છે. જેના માટે તેમને મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.  81 વર્ષીય અભિનેતાને ખભાની સમસ્યાને કારણે સર્જરી માટે શુક્રવારે સવારે 6 વાગ્યે મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જો કે, આ બાબતે અમિતાભ બચ્ચન કે તેમની ટીમ તરફથી હજુ સુધી કોઈ ચોક્કસ ખુલાસો કરવામાં આવ્યો નથી, પરંતુ રિપોર્ટ્સ અનુસાર અભિનેતાની હાલત સ્થિર છે.


સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે

અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. તો કવિતાઓ તેમજ ફોટો પોસ્ટ કરતા રહે છે. તાજેતરમાં સર્જરી બાદ અમિતાભ બચ્ચને ટ્વિટર પર ટ્વીટ કર્યું અને લખ્યું, હું હંમેશા આભાર વ્યક્ત કરું છું... એવું કહેવામાં આવી રહ્યું છે કે અભિનેતાની સ્થિતિમાં સુધારો થઈ રહ્યો છે અને તેણે સર્જરી બાદ આ વાત ટ્વીટ કરી છે.     



અમિતાભ બચ્ચને 81 વર્ષની ઉંમરમાં પણ બોલિવુડમાં સતત કામ કરી રહ્યા છે. તેની પાસે હાલમાં અનેક ફિલ્મો છે જેના પર તેઓ કામ કરી રહ્યા છે. બિગબીની ફિલ્મોની લિસ્ટમાં મોટા મોટા બજેટની ફિલ્મો પણ સામેલ છે. અમિતાભ બચ્ચન દર રવિવારે તેના ઘર જલસાની બહાર ચાહકો સાથે મુલાકાત કરે છે. ગુરુવારના રોજ અમિતાભ બચ્ચને સોશિયલ મીડિયા પર ચાહકો સાથેની મુલાકાતના ફોટા શેર કર્યા હતા. આ સાથે તેમણે લખ્યું તુ કે, હમબલ્ડ બીયોંડ



તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top