ગૃહ-કંકાસનો કરુણ અંજામ : પતિએ શરીરે ડાયનામાઈટ બાંધીને પત્નીને બાથમાં લીધી, બ્લાસ્ટ થતા બંનેનાં

ગૃહ-કંકાસનો કરુણ અંજામ : પતિએ શરીરે ડાયનામાઈટ બાંધીને પત્નીને બાથમાં લીધી, બ્લાસ્ટ થતા બંનેનાં મોત!

02/26/2022 Gujarat

SidhiKhabar

SidhiKhabar

ગૃહ-કંકાસનો કરુણ અંજામ : પતિએ શરીરે ડાયનામાઈટ બાંધીને પત્નીને બાથમાં લીધી, બ્લાસ્ટ થતા બંનેનાં

ગુજરાત ડેસ્ક : ગૃહસ્થ જીવનનાં ચાર પાયા - પ્રેમ, સમર્પણ, આદર અને વિશ્વાસ છે. તેમાં જો શંકા-કુશંકાની ઉધઈ લાગી જાય તો તે વ્યક્તિને આત્મહત્યા કે હત્યા તરફ દોરી જાય છે. આવી જ એક કમકમાટીભરી ઘટના મહેસાણાનાં અરવલ્લી જિલ્લામાં બની છે.


અરવલ્લી જીલ્લાના મેઘરજ તાલુકાના બીટી છાપરા ગામમાં પિયર આવેલી મહિલાને તેના શંકાશીલ પતિએ અગમ્ય કારણોસર બ્લાસ્ટ કરી હત્યા કરી નાંખી હતી. આ બ્લાસ્ટમાં પતિ પણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા મોતને ભેટ્યો હતો. જોરદાર બ્લાસ્ટમાં પતિ-પત્ની બંનેના શરીરના ફૂરચેફૂરચા ઉડી ગયા હતા. બ્લાસ્ટમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા પતિ અને પત્ની બંનેના મોત નીપજ્યાં હતા. ઘટનાની જાણ થતાં ઇસરી પોલીસ તાબડતોબ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે એક્સપ્લોઝિવ એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે વધુ તપાસ અર્થે FSLની મદદ લીધી હતી. ઘટનાની જાણ થતાં લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે  ઉમટ્યા હતા.


મોડાસા તાલુકાના મુલોજના દેરા ડુંગરી ગામના લાલાભાઈ પગીના લગ્ન મેઘરજ તાલુકાના શારદાબેન સાથે થયાં હતાં. તેમને વીસ વર્ષનો એક પુત્ર પણ છે. લાલાભાઇના શંકાશીલ સ્વભાવના કારણે શારદાબેનનું જીવન દોખજ થઇ ગયું હતું. લાલાભાઈ સતત પત્નીને મારતા અને શારીરિક ત્રાસ આપતા હોવાથી કંટાળીને પિયર આવી ગયા હતા. ગુરુવારે રાત્રે લાલભાઈના મગજમાં હત્યાનું ભૂત સવાર હોય તેમ તે કમરમાં ડાયનામાઈટ વીંટાળી પત્નીના પિયર બીટી છપરા આવ્યા હતા. પત્ની શારદાને ઘરની બહાર બોલાવી તેને બાથમાં લઇ લીધી હતી. અને પછી... અચાનક જોરદાર ધડાકો થતાં બંનેના શરીરના ફૂરચેફૂરચા ઉડી ગયા હતા. પત્નીનું ઘટનાસ્થળે સ્થળે જ મોત નીપજ્યું હતું જ્યારે લાલભાઈના શરીરે ગંભીર ઇજાઓ પહોચતા દર્દથી કાંસી રહ્યા હતા. અચાનક બ્લાસ્ટ થતાં લોકો દોડી આવ્યા હતા અને દ્રશ્ય જોઈ ચોંકી ઉઠ્યા હતા. ઘટનામાં પતિનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. ભેદી ધડાકાને પગલે સમગ્ર ગામમાં અફરાતફરીનો માહોલ સર્જાઇ ગયો હતો અને મોટી સંખ્યામાં ગ્રામજનો શારદાબેનના ઘરે એકઠા થઇ ગયા હતા. જ્યાર લોકોને જાણ થઇ કે પતિએ ઘરકંકાસમાં આવી ઘાતકી હત્યા કરી છે, તો ગામલોકો પતિ પર ફિટકાર વરસાવવા લાગ્યા.


DySP ભરત બસીયાએ આ મામલે કહ્યું કે, બીટી છાપરા ગમે બ્લાસ્ટના સમાચાર મળતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. જ્યાં પોલીસને એક પુરુષ અને એક મહિલા ગંભીર હાલતમાં જોવા મળ્યા હતા. પતિના મારઝૂડથી કંટાળી પત્ની પિયર આવી હતી. ગુરુવારે રાત્રે પતિએ બ્લાસ્ટ કરી પત્ની પર આત્મઘાતી હુમલો કર્યો હતો, જે દરમિયાન બંનેના પ્રાણપંખેરું ઉડી ગયા હતા. આ કેસમાં આઈપીસીની કલમ 302, 286 તથા એક્સપ્લોઝિવ એક્ટ 1884 અને એક્સપ્લોઝિવ સબસ્ટન્ટ એક્ટ 1908 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.        


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top