BIG BREAKING : આખરે લોકસભાની ચૂંટણીની તારીખો થઈ જાહેર, 7 તબક્કામાં મતદાન.'આ તારીખે પરિણામ! જાણો

BIG BREAKING : આખરે લોકસભાની ચૂંટણીની તારીખો થઈ જાહેર, 7 તબક્કામાં મતદાન.'આ તારીખે પરિણામ! જાણો

03/16/2024 Politics

SidhiKhabar

SidhiKhabar

BIG BREAKING : આખરે લોકસભાની ચૂંટણીની તારીખો થઈ જાહેર, 7 તબક્કામાં મતદાન.'આ તારીખે પરિણામ! જાણો

Lok Sabha Election 2024: દેશમાં લોકશાહીના પર્વનો પ્રારંભ થઈ ગયો છે. ઘણા દિવસથી પ્રતિક્ષાનો અંત આવતાં 2024ની લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ છે. દિલ્હીમાં મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે નવનિયુક્ત ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર અને સુખબીર સિંહ સંધુ સાથે ખાસ પ્રેસ કોન્ફરન્સમાં આખો કાર્યક્રમ જાહેર કર્યો હતો. 

સાત તબક્કામાં મતદાન

સાત તબક્કામાં મતદાન

મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે 2024ની લોકસભાની ચૂંટણી સાત તબક્કામાં થશે અને 4 જુને રિઝલ્ટ જાહેર થશે. પહેલા તબક્કાનું મતદાન 19 એપ્રિલે મતદાન થશે. 

આખા દેશમાં લાગુ પડી આદર્શ આચારસંહિતા

ચૂંટણી પંચના એલાન સાથે જ આખા દેશમાં આદર્શ આચરસંહિતા લાગુ પડી ગઈ છે તેથી હવે સરકાર કોઈ નવી જાહેરાત નહીં કરી શકે જોકે પહેલેથી ચાલુ વિકાસકામો પૂરા કરી શકાશે. આચારસંહિતા લાગુ પડ્યાં બાદ રાજકીય પક્ષોએ ઘણા પ્રકારના પ્રતિબંધોનો સામનો કરવો પડશે. 

ચાર રાજ્યોમાં પણ વિધાનસભાની ચૂંટણી જાહેર

ચાર રાજ્યોમાં પણ વિધાનસભાની ચૂંટણી જાહેર
  1. આંધ્ર પ્રદેશ - 13 મેએ મતદાન
  2. સિક્કિમ - 19 એપ્રિલે મતદાન
  3. અરૂણાચલ પ્રદેશ - 19 એપ્રિલ-2024એ મતદાન
  4. ઓડિશા - 25 મેએ મતદાન

તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top