સુરતના કામરેજમાં એમ્બ્યુલન્સમાંથી મળી 25 કરોડની નકલી નોટો, લખ્યું હતું રિવર્સ બેંક ઓફ ઇન્ડિયા

સુરતના કામરેજમાં એમ્બ્યુલન્સમાંથી મળી 25 કરોડની નકલી નોટો, લખ્યું હતું રિવર્સ બેંક ઓફ ઇન્ડિયા

09/30/2022 Gujarat

SidhiKhabar

SidhiKhabar

સુરતના કામરેજમાં એમ્બ્યુલન્સમાંથી મળી 25 કરોડની નકલી નોટો, લખ્યું હતું રિવર્સ બેંક ઓફ ઇન્ડિયા

ગુજરાતની સુરત પોલીસે એમ્બ્યુલન્સમાંથી 2000 રૂપિયાની નકલી નોટોથી ભરેલા બોક્સ મળી આવ્યા છે. સામાન્ય રીતે એમ્બ્યુલન્સનો ઉપયોગ બીમાર કે જરૂરિયાતમંદ લોકોને હોસ્પિટલ લઈ જવા માટે કરવામાં આવે છે, પરંતુ સુરતના કામરેજમાં નકલી નોટો અહી-ત્યાં લઈ જવા માટે એમ્બ્યુલન્સનો ઉપયોગ થતો હતો. બોક્સમાંથી 25 કરોડ રૂપિયાની નોટો મળી આવી છે.

 


આ નોટો પર રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના બદલે

આ નોટો પર રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના બદલે

 આ નોટો પર રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના બદલે રિવર્સ બેંક ઓફ ઈન્ડિયા લખવામાં આવે છે અને માત્ર સિનેમાના શુટિંગ માટે એવું પણ લખવામાં આવ્યું છે. પોલીસ કેસની તપાસ કરી રહી છે.  ગુરુવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં જાહેર સભાને સંબોધી હતી અને સાંજે સુરત જિલ્લાના કામરેજ વિસ્તારમાંથી સમાચાર આવ્યા હતા કે પોલીસે મોટી સંખ્યામાં નકલી નોટો પકડી છે.

 


બે હજારની નકલી નોટો ઝડપાયાના સમાચાર

બે હજારની નકલી નોટો ઝડપાયાના સમાચાર

 બે હજારની નકલી નોટો ઝડપાયાના સમાચાર વાયુવેગે ફેલાતા જ સૌ એ જાણવાની કોશિશ કરી રહ્યા હતા કે સમગ્ર મામલો શું છે? સુરત ગ્રામ્ય પોલીસના કામરેજ પોલીસ સ્ટેશનને બાતમી મળી હતી કે અમદાવાદથી મુંબઈ જતી એમ્બ્યુલન્સ નકલી નોટોનો જંગી જથ્થો લઈને જઈ રહી છે. કામરેજ પોલીસ સ્ટેશને બાતમી મળતાં જ હાઇવે પર એમ્બ્યુલન્સને પકડવા માટે ટીમ ગોઠલી દેવામાં આવી હતી. કામરેજ પોલીસ સ્ટેશનની ટીમે હાઇવે પર આવેલી શિવ શક્તિ હોટલ પાસે એમ્બ્યુલન્સને રોકી હતી. મૂળ જામનગરના હિતેશ પુરૂષોત્તમ કોટડિયા નામના એમ્બ્યુલન્સના ડ્રાઈવરે એમ્બ્યુલન્સનો પાછળનો દરવાજો ખોલીને તપાસ કરતાં અંદરથી 6 બોક્સ મળી આવ્યા હતા, જેમાં બે હજાર રૂપિયાના 1290 બંડલ મળી આવ્યા હતા, જેની કિંમત 25 કરોડ 80 લાખ થાય છે.

 


જે એમ્બ્યુલન્સમાંથી આ ચિઠ્ઠી મળી છે

જે એમ્બ્યુલન્સમાંથી આ ચિઠ્ઠી મળી છે

 જે એમ્બ્યુલન્સમાંથી આ ચિઠ્ઠી મળી છે તેના પર દિકરી એજ્યુકેશન ટ્રસ્ટ મોટા વડાલા સુરત લખેલું છે. આ સાથે ગૌ માતા રાષ્ટ્ર માતા પણ લખવામાં આવ્યું છે. આ એમ્બ્યુલન્સમાંથી નકલી નોટોના બંડલ મળ્યાના સમાચાર મળતા જ સુરત ગ્રામ્ય એસપી હિતેશ જોયસર પોતે કામરેજ પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા. એસપી હિતેશ જોયસરે સૌથી પહેલા એમ્બ્યુલન્સ જોઈ, જેમાંથી બે હજાર રૂપિયાની નોટોના બંડલ મળી આવ્યા.


એમ્બ્યુલન્સમાંથી મળી આવેલી બે હજાર રૂપિયાની નોટો

એમ્બ્યુલન્સમાંથી મળી આવેલી બે હજાર રૂપિયાની નોટો

એમ્બ્યુલન્સમાંથી મળી આવેલી બે હજાર રૂપિયાની નોટો દૂરથી બિલકુલ અસલી બે હજારની નોટ જેવી જ દેખાય છે, પરંતુ નજીકથી જોતાં જાણવા મળ્યું છે કે આ નોટો રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાને બદલે રિવર્સ બેંક ઓફ ઈન્ડિયાની છે. અને તેના પર માત્ર સિનેમા શૂટિંગ માટે હોવાનું પણ લખ્યું છે. એમ્બ્યુલન્સ ચાલકની વધુ પૂછપરછ ચાલી રહી છે. પોલીસ એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે આ નકલી નોટો ક્યાં જતી હતી? જો તેનો ઉપયોગ ફિલ્મના શૂટિંગમાં કરવાનો હતો તો તે ફિલ્મ કઈ છે અને શૂટિંગ ક્યાં ચાલી રહ્યું છે? અને એમ્બ્યુલન્સ દ્વારા નકલી ચલણ કેમ લઈ જવામાં આવતું હતું?


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top