વધી શકે છે રાજ કુન્દ્રાની મુશ્કેલીઓ : પોર્નોગ્રાફી કેસમાં કંપનીના જ ચાર કર્મચારીઓ સાક્ષી બન્યા

વધી શકે છે રાજ કુન્દ્રાની મુશ્કેલીઓ : પોર્નોગ્રાફી કેસમાં કંપનીના જ ચાર કર્મચારીઓ સાક્ષી બન્યા

07/25/2021 Glamour

SidhiKhabar

SidhiKhabar

વધી શકે છે રાજ કુન્દ્રાની મુશ્કેલીઓ : પોર્નોગ્રાફી કેસમાં કંપનીના જ ચાર કર્મચારીઓ સાક્ષી બન્યા

મુંબઈ: પોર્નોગ્રાફી કેસ મામલે આરોપોનો સામનો કરી રહેલા બિઝનેસમેન રાજ કુન્દ્રાની (Raj Kndra) મુશ્કેલીઓમાં દિવસે- દિવસે વધારો થઇ રહ્યો છે. હવે સમાચાર મળી રહ્યા છે કે આ કેસમાં તેની જ કંપનીના ચાર કર્મચારીઓ સાક્ષી બનવા માટે આગળ આવ્યા છે.

મુંબઈ પોલીસની ક્રાઇમ બ્રાન્ચનું કહેવું છે કે આ કેસમાં રાજ કુન્દ્રા તેમજ તેના સહયોગીઓ તપાસ તેમજ પૂછપરછમાં સહયોગ આપી રહ્યા નથી. જેથી આ ચાર કર્મચારીઓના નિવેદનો મહત્વની ભૂમિકા ભજવશે. આ ચારેયની ગવાહી અદાલતમાં પણ મહત્વની બની રહેશે. પોલીસ આ સાક્ષીઓ પાસેથી રાજ કુન્દ્રાના કારોબાર, નાણાકીય લેવડદેવડ અને પોર્ન રેકેટને લઈને નિવેદનો નોંધશે અને જલ્દીથી તેમને મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવશે.

શનિવારે તપાસ દરમિયાન સિક્રેટ લોકર મળ્યું હતું

આ પહેલા શનિવારે ક્રાઈમ બ્રાન્ચે રાજની ઓફિસ ઉપર દરોડા પાડ્યા હતા. જ્યાંથી તેમને એક સિક્રેટ લોકર મળી આવ્યું હતું. જેમાં રાજના કારોબાર અને ક્રિપ્ટોકરન્સીને લગતા અનેક દસ્તાવેજો મળી આવ્યા હતા. ક્રાઈમ બ્રાન્ચે તમામ દસ્તાવેજો જપ્ત કરીને તેની તપાસ કરવાની શરૂ કરી દીધી છે.

ક્રાઈમ બ્રાન્ચને દરોડાની કાર્યવાહી દરમિયાન એક લોકરની તલાશ હતી જેમાં તમામ મહત્વના દસ્તાવેજો રાખવામાં આવ્યા હતા. ક્રાઈમ બ્રાન્ચે જણાવ્યા અનુસાર, લોકર ઓફિસમાં છુપાવીને રાખવામાં આવ્યું હતું, જેથી ટીમે પહેલા પણ તલાશી લીધી હોવા છતાં મળ્યું ન હતું.

રાજ કુન્દ્રાની (Raj Kundra) પત્ની અને અભિનેત્રી શિલ્પા શેટ્ટીનું (Shilpa Shetty) નિવેદન નોંધ્યા બાદ ક્રાઈમ બ્રાન્ચ હવે આ કેસમાં નાણાકીય એન્ગલથી તપાસ કરી રહ્યા છે. ક્રાઈમ બ્રાન્ચનું માનવું છે કે રાજ કુન્દ્રાએ કથિત પોર્નોગ્રાફિક ફિલ્મો થકી ઘણી કમાણી કરી હતી અને આ આવક ક્રિકેટ સટ્ટાબાજી અને ક્રિપ્ટોકરન્સીમાં લગાવી દીધી હતી.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top