'Gully Boy' ફેમ રેપરનું 24 વર્ષની યુવાન વયે નિધન, કારણ અકબંધ

'Gully Boy' ફેમ રેપરનું 24 વર્ષની યુવાન વયે નિધન, કારણ અકબંધ

03/22/2022 Glamour

SidhiKhabar

SidhiKhabar

'Gully Boy' ફેમ રેપરનું 24 વર્ષની યુવાન વયે નિધન, કારણ અકબંધ

ગ્લેમર ડેસ્ક : 'ગલી બોય' ફેમ રેપર ધર્મેશ પરમાર (Dharmesh Parmar) ઉર્ફ MC તોડફોડનું અવસાન થઇ ગયું છે. તેના મૃત્યુનું કારણ હજી સુધી અકબંધ છે. તેના અવસાનની ખબર મળતાં રણવીર સિંહે (Ranveer Singh) પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પરથી ધર્મેશનો ફોટો શેર કરી શ્રધ્ધાંજલિ અર્પિત કરી છે. MC તોડફોડની ઉંમર માત્ર 24 વર્ષ હતી.


ઝોયા અખ્તરનાં નિર્દેશનમાં બનેલી ફિલ્મ 'Gully Boy', નેજી અને ડિવાઈન નામના બે રેપરની વાર્તા પર આધારિત હતી. હિપ-હોપનાં વિષય પર બનનારી આ ફિલ્મનાં સંગીત પર કુલ 54 આર્ટિસ્ટોએ કામ કર્યું છે. જેમાં ડિવાઈન, નેજી, સેઝ ઓન ધ બીટ, ડબ શર્મા, ઇશ્ક્ બેકટર અને MC અલ્તાફ જેવાં આર્ટિસ્ટની સાથે MC તોડફોડનાં નામનો પણ સમાવેશ થાય છે. તોડફોડે આ ફિલ્મમાં   'ઇન્ડિયા 91' ગીત માટે પોતાનો સ્વર પણ આપ્યો હતો.


MC તોડફોડ મુંબઈના હિપ-હોપ ગ્રુપ 'સ્વદેશી'નો હિસ્સો હતો. તેમને યાદ કરતા ફિલ્મ ડાયરેક્ટર ઝોયા અખ્તરે ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ લખી. જેમાં લખ્યું કે 'તું ખૂબ જલ્દી ચાલ્યો ગયો. હું એ વાત માટે આભારી છું કે આપણે બંને એકબીજાને મળ્યા. તારી આત્માને શાંતિ મળે.'


ધર્મેશ પરમાર મૂળ ગુજરાતના હતા. પરંતુ તેમને પોતાનાં જીવનનો મોટાભાગનો સમય મુંબઈમાં વિતાવ્યો હતો. VH1 ચેનલ પર આવતા ગીત જોઈને તેમને પહેલીવાર રેપ વિશે ખબર પડી. પરંતુ રેપર બનવાની તેમની સફર MC મવાલી અને 'સ્વદેશી' ગ્રુપના લોકોને મળ્યા બાદ શરૂ થઇ હતી. ધર્મેશ સામાન્ય પરિવારમાંથી આવતો હતો. તેથી તે 15 વર્ષની નાની ઉમરે પોલિટિકલ મોરચામાં જતો હતો. પોલિટિક્સ સાથે તેમને કોઈ લેવાદેવા ન હતા. તેઓ ફક્ત એટલા માટે જતાં હતા  કારણ કે ત્યાં તેમને 100 રૂપિયા અને એક ટાઈમ ભોજન મળતું હતુ. પરંતુ 'ગલી બોય' બાદ તેમના જીવનમાં જબરજસ્ત પરિવર્તન આવ્યું હતુ. લોકો તેમને ઓળખવા લાગ્યા હતા, તેમને કામ કરવાની નવી નવી તકો મળવા લાગી હતી. 11 માર્ચના રોજ તેમનું ગીત 'ટૂથ એન્ડ બેસ' રિલીઝ થયું હતુ.


હાલમાં તેમની મોતનુ કારણ જાણવાના પ્રયત્નો થઇ રહ્યા છે. 'ગલી બોય' ફિલ્મમાં રણવીર સિંહે ધારાવીની ઝુપડપટ્ટીમાંથી આવેલા રેપર મુરાદનો રોલ કર્યો હતો. મુરાદના મેન્ટર MC શેરનો રોલ સિધ્ધાંત ચતુર્વેદીએ કર્યો હતો. આ સિવાય આ ફિલ્મમાં આલિયા ભટ્ટ, વિજય વર્માં, કલ્કી કેક્લાં, વિજય રાજ અને અમૃતા સુભાષ જેવાં કલાકારોએ કામ કર્યું છે.  


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top