છેલ્લા ચાર કલાકમાં રાજ્યના 88 તાલુકાઓમાં વરસાદ : આ તારીખ સુધી ભારે વરસાદની આગાહી

છેલ્લા ચાર કલાકમાં રાજ્યના 88 તાલુકાઓમાં વરસાદ : આ તારીખ સુધી ભારે વરસાદની આગાહી

07/26/2021 Gujarat

SidhiKhabar

SidhiKhabar

છેલ્લા ચાર કલાકમાં રાજ્યના 88 તાલુકાઓમાં વરસાદ : આ તારીખ સુધી ભારે વરસાદની આગાહી

ગાંધીનગર: આજે સવારથી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ (Heavy Rain) વરસી રહ્યો છે. સવારથી છેલ્લા 4 કલાકમાં રાજ્યના 88 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં રાજ્યના 240 તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધુ વરસાદ ડાંગ, સુરત, પાટણ, અમદાવાદ, જૂનાગઢ અને સુરેન્દ્રનગર, મહેસાણા જિલ્લાઓમાં સૌથી વધુ વરસાદ નોંધાયો હતો.

જામનગરના જામજોધપુર તાલુકાના નરમાણા ગામમાં બપોર પછી 3 કલાકમાં 10 ઇંચ વરસાદ વરસવાના કારણે ઠેરઠેર પાણી-પાણી થઇ ગયું હતું. ઉપરાંત કાલાવડમાં પણ રવિવારે બપોરે 2 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધીમાં 6 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો.

સૌથી વધારે છોટાઉદેપુર અને લોધિકામાં 7.25 ઈંચ વરસાદ ખાબક્યો છે. તો કાલાવાડ 6 ઈંચ અને કપરાડામાં 5 ઈંચથી વધારે વરસાદ પડ્યો છે. આ સાથે હવામાન વિભાગની આગાહી પ્રમાણે, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

રાજ્યમાં આગામી પાંચ દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે રાજ્યના તમામ જિલ્લાઓમાં 30 જુલાઈ સુધીમાં ભારે વરસાદની આગાહી કરી છે. ઉપરાંત, માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે. તેમજ નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને દૂર સ્થળાંતર કરવા માટે કહેવામાં આવ્યું છે.

હવામાન વિભાગ દ્વારા અરવલ્લી, ખેડા, પંચમહાલ, દાહોદ, મહીસાગરમાં વડોદરા, છોટાઉદેપુર અને ભરૂચમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. તે ઉપરાંત મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, નર્મદા, નવસારી, તાપી, સુરત, વલસાડ, દમણ દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

(તસવીર પ્રતીકાત્મક છે)


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top