અમદાવાદ : વહેલી સવારથી મેઘરાજા મહેરબાન! ચારેય બાજુ પાણી જ પાણી!

અમદાવાદ : વહેલી સવારથી મેઘરાજા મહેરબાન! ચારેય બાજુ પાણી જ પાણી!

09/21/2021 Gujarat

SidhiKhabar

SidhiKhabar

અમદાવાદ : વહેલી સવારથી મેઘરાજા મહેરબાન! ચારેય બાજુ પાણી જ પાણી!

મેઘરાજાએ ચારેય બાજુ પોતાનો રંગ જમાવ્યો છે. રાજ્યના તમામ શહેરોમાં વરસાદની સિઝન નજરે પડી રહી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ચોમેરે વરસાદ થયો છે. ગુજરાતના અમદાવાદમાં કાલથી વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસી રહ્યો છે. શનિવાર રાતથી જ ભારે વરસાદ ચાલુ છે. તેમજ અમદાવાદમાં ગઈ કાલ રાતે ૨૬ મીમી વરસાદ પડ્યો છે.


ક્યાં વિસ્તારમાં કેટલો વરસાદ?

અમદાવાદના(ahmedabad) મોટા ભાગના તમામ વિસ્તારોમાં અંધરાધારો મેઘો વરસી રહ્યો છે. જેમાં એસજી હાઇવે, સેટેલાઇટ, વેજલપુર, મકરબા, બોડકદેવ, થલતેજ, ઘાટલોડિયા, ચાંદલોડિયા, ચાંદખેડા, ગોતા, બાપુનગર, સરસપુર, મણિનગર અને વસ્ત્રાલ સહિત તમામ રાજ્યમાં વરસાદ બંધ થવાનું નામ લેતો નથી. આ ઉપરાંત અમદાવાદના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં પણ વરસાદ ચાલુ છે. રાજ્યના વટવા અને રામોલ વિસ્તરમાં તો સૌથી વધારે વરસાદ નોંધાયો છે. વહેલી સવારથી શરુ થયેલો વરસાદ(rain) બે કલાકમાં ૨ ઈંચ પડ્યો છે. જયારે મણિનગર અને વિરાટનગર માં ૧ ઈંચ નોંધાયો છે. ચોમાસાની સિઝન દરમિયાન અત્યાર સુધીમાં ૭૩૦ મીમી વરસાદ વરસી ચુક્યો છે અને વાર્ષિક સરેરાશ ૭૯૮ મીમી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, સવારે ૬ થી ૮ વાગ્યા વચ્ચેના સમયગાળા દરમિયાન ૧૬૨ તાલુકાઓમાં ૯૦ મીમી વરસાદ વરસ્યો છે. જેમાં પાટણના સિદ્ધપુર તાલુકામાં સૌથી વધુ નોંધાયો છે. જયારે મહેસાણા અને બહુચરાજીમાં ૭૧ મીમી અને જોટાણમાં ૫૩ મીમી વરસાદ પડ્યો છે. પાટણના શંખેશ્વરમાં ૫૨ મીમી, ગાંધીનગરમાં ૫૦ મીમી નોંધાયો છે. રાજ્યના ૨૨ તાલુકામાં ૨ કલાકમાં ૨૫ મીમી થી વધુ વરસાદ થયો છે. રવિવારે સવારે ૬ વાગ્યા સુધી, રાજ્યમાં ૭૮૬ મીમી વરસાદ થઈ ચૂક્યો છે, જે વાર્ષિક મોસમી ૮૩૧ મીમી વરસાદનો ૯૫% હતો.


વાડજના સ્વાગત એપાર્ટમેન્ટ પર વીજળીનો કડાકો :

વાડજના સ્વાગત એપાર્ટમેન્ટ પર વીજળીનો કડાકો :

અમદાવાદમાં રાત્રે ૯ વાગ્યા પછી નારોલ અને નરોડા વચ્ચે વીજળીના કડાકા સાથે મેઘરાજા મહેરબાન થયા હતા જે દરમિયાન વાડજના(vadaj) સ્વાગત એપાર્ટમેન્ટમાં બી-૬ બ્લોકના ટેરેસ ઉપર જોરદાર વીજળી પડી હતી. વીજળી સીધી ટેરેસની દિવાલમાં પડી હતી જેમાં સામાન્ય નુકશાન થયું હતું. વીજળી પડવાના લીધે ઓવરહેડ ટાંકીમાં તિરાડ પડી તૂટી ગયી હતી. તેની સાથે સાથે ૧૨ ફ્લેટમાં વીજપ્રવાહ બંધ થઇ ગયો હતો. વીજળી પડવાનો અવાજ ખુબ જ જોરદાર હતો જાણે કે બોમ્બ વિસ્ફોટ સર્જાયો હોય. જેના પગલે ફ્લેટના લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. કાળજું કંપાવી દે તેવા ભડાકા સાથે અમદાવાદ શહેરમાં ફફડાટ જોવા મળ્યો હતો. અમુક નીચાણવાળા વિસ્તારોમાં પાણી જ પાણી ફરી વળ્યા હતા. અમુક લોકોના ઘરમાં પણ પાણી ઘુસી ગયા હતા. કાલ રાતથી પડી રહેલ વરસાદ હજી સુધી શાંત થવાનું નામ લેતો નથી.

હવામાન વિભાગ દ્વારા અગામી ૫ દિવસોમાં વધારે વરસાદ પડવાની આગહી કરવામાં આવી છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top