સુરતને રાજ્યના ચાર શહેરોને જોડતી હવાઈસેવાનો પ્રારંભ : જાણો શું હશે ટિકિટના ભાવ

સુરતને રાજ્યના ચાર શહેરોને જોડતી હવાઈસેવાનો પ્રારંભ : જાણો શું હશે ટિકિટના ભાવ

01/01/2022 Gujarat

SidhiKhabar

SidhiKhabar

સુરતને રાજ્યના ચાર શહેરોને જોડતી હવાઈસેવાનો પ્રારંભ : જાણો શું હશે ટિકિટના ભાવ

સુરત: આજથી ગુજરામાં આંતરરાજ્ય હવાઈસેવાનો પ્રારંભ થઇ રહ્યો છે. જે મુજબ સુરતથી અમદાવાદ, રાજકોટ, ભાવનગર અને અમરેલી સુધી દૈનિક હવાઈસેવા શરૂ થનાર છે. 

આંતરરાજ્ય હવાઈસેવા પૂરી પાડનાર સુરતની કંપની વેન્યુરા એરકનેક્ટ આજથી 9 સીટર વિમાનો વડે સુરતથી અમદાવાદ, ભાવનગર, રાજકોટ અને અમરેલીની દૈનિક ફ્લાઈટ શરૂ કરશે. રાજ્યના વિવિધ શહેરોને એર કનેક્ટિવિટીથી જોડવા માટે સરકારે કંપની સાથે આ કરાર કર્યો છે. 


જાણવા મળ્યા અનુસર, વિમાન નવ પેસેન્જર અને 2 પાયલટ સાથે ઉડાન ભરશે અને સેક્ટર પ્રમાણે સુરતથી ભાવનગર 30 મિનીટમાં, અમરેલી 45 મિનીટમાં અને અમદાવાદ અને રાજકોટ એક-એક કલાકમાં સફર પૂરી કરશે. સરકારે જણાવ્યું છે કે, આ હવાઈસેવાથી આપાત સ્થિતિમાં તેમ વૃદ્ધો અને અશક્તોને ફાયદો થશે જ પરંતુ ઉદ્યોગો અને પ્રવાસન પણ વિકસશે. 

સરકાર પાસેથી પ્રાપ્ત વિગતો અનુસાર, તમામ વર્ગના લોકો લાભ લઇ શકે તે માટે પ્રારંભિક ધોરણે જાન્યુઆરી મહિના માટે તમામ સેક્ટર માટે એક સમાન રૂ. 1999 ટિકિટ દર રાખવામાં આવ્યો છે.  

સુરત ખાતેથી આ હવાઈસેવાનો પ્રારંભ કેન્દ્રીય મંત્રી અને સુરતના સાંસદ દર્શનાબેન જરદોશ તેમજ ગુજરાત સરકારના નાગરિક ઉડ્ડયન મંત્રી પૂર્ણેશ મોદી દ્વારા કરવામાં આવ્યું હતું. દરમ્યાન, સુરતના મેયર, નાગરિક અને ઉડ્ડયન મંત્રાલયના સચિવ, સુરતના કલેક્ટર સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા. 

 ફ્લાઈટ સેવાનું ઉદ્ઘાટન કર્યા બાદ સુરત પોલીસના દસ જવાનો અને એસએમસીના કેટલાક કર્મચારીઓને સુરત દર્શન કરાવડાવ્યું હતું. શહેરમાં સારી કામગીરી કરનારા પોલીસ જવાન અને સારી કામગીરી કરનારા SMC કર્મચારીઓને ફ્લાઈટમાં બેસાડીને સુરત દર્શન કરાવવામાં આવ્યું હતું. 


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top