‘રેપ થવાનો જ હોય તો પડ્યા રહીને મજા માણવી જોઈએ..’ : કોંગ્રેસી MLA નું વિવાદાસ્પદ નિવેદન

‘રેપ થવાનો જ હોય તો પડ્યા રહીને મજા માણવી જોઈએ..’ : કોંગ્રેસી MLA નું વિવાદાસ્પદ નિવેદન

12/17/2021 Politics

SidhiKhabar

SidhiKhabar

‘રેપ થવાનો જ હોય તો પડ્યા રહીને મજા માણવી જોઈએ..’ : કોંગ્રેસી MLA નું વિવાદાસ્પદ નિવેદન

બેંગ્લોર: વિધાનસભામાં બેસતા ધારાસભ્યો પ્રજાનું પ્રતિનિધિત્વ કરે છે અને તેમનું કામ કાયદાઓ ઘડવાનું છે. પરંતુ કર્ણાટક વિધાનસભામાં કોંગ્રેસના એક ધારાસભ્યે એવું નિવેદન આપી દીધું જેનાથી દેશભરમાં વિવાદ વકર્યો છે અને તેમની ખૂબ ટીકાઓ થઇ રહી છે. 


કર્ણાટકના કોંગ્રેસી ધારાસભ્ય રમેશ કુમાર 6 વખતના ધારાસભ્ય છે તેમજ ગૃહના અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે. તેઓ તેમના નિવેદનોના કારણે અવારનવાર ચર્ચામાં રહે છે. હાલમાં પણ તેમણે આવું જ એક વિવાદાસ્પદ નિવેદન કર્યું હતું. તેમણે કહ્યું, ‘જો રેપ થતો જ હોય તો પછી નીચે આડા પડીને મજા લેવી જોઈએ.’ 

તેમણે ગુરુવારે ગૃહમાં આ વાત કહી હતી. ગૃહમાં કેટલાક સભ્યો વરસાદ અને પૂરનાં કારણે ઉદ્ભવેલી સ્થિતિ ઉપર ચર્ચા કરવા માગતા હતા. ધારાસભ્યો આ અંગે ગૃહની કાર્યવાહી આગળ વધારવા માટે કહી રહ્યા હતા તો સ્પીકર કાર્યવાહી પૂર્ણ કરવા માગતા હતા. ધારાસભ્યોએ કાર્યવાહી લંબાવવાની માગ કરતા સ્પીકરે કહ્યું કે, બધાને સમય આપવામાં આવે તો કેવી રીતે કાર્યવાહી ચાલશે? પછી તેમણે કહ્યું કે, મને લાગે છે કે આ હોબાળાની સ્થિતિ હું કંટ્રોલ કરી શકું તેમ નથી, તો તેને માણી લેવું વધુ યોગ્ય રહેશે.’

આ ચર્ચા દરમિયાન કોંગ્રેસી ધારાસભ્ય રમેશ કુમારે કહ્યું કે, ‘જુઓ, એક કહેવત છે- જ્યારે રેપ થવાનો જ હોય તો આડા પડી જાઓ અને મજા લો. તમારી હમણાં આ જ સ્થિતિ છે.’ ત્યારબાદ વિધાનસભામાં હાસ્યનું જાણે મોજું ફરી વળ્યું અને તમામ ધારાસભ્યો હસવા માંડ્યા હતા. 


વિરોધ બાદ માફી માગી

રમેશ કુમારના આ નિવેદનને લઈને ભાજપે નિશાન સાધ્યું છે અને તેમને વિધાનસભાના સભ્યપદેથી દૂર કરવાની માગ કરી હતી. તેમજ શુક્રવારે કર્ણાટક વિધાનસભામાં ખૂબ હોબાળો મચતા તેમણે માફી માગી હતી. તેમણે કહ્યું કે આનાથી મહિલાઓની ભાવનાને ઠેસ પહોંચે તો હું માફી માગી લઉં છું. ત્યારબાદ સ્પીકરે કહ્યું કે તેમણે માફી માગી લીધી છે, હવે આ મુદ્દો પૂરો કરવો જોઈએ. 


અગાઉ પણ આવા નિવેદનો આપી ચૂક્યા છે

ઉલ્લેખનીય છે કે રમેશ કુમારે અગાઉ પણ આવા નિવેદનો આપ્યા હતા. અગાઉ એ રેપ કેસમાં નામ સંડોવાયું ત્યારે તેમણે કહ્યું હતું કે હું રેપનો ભોગ બન્યો હોઉં તેવું અનુભવી રહ્યો છું. ઉપરાંત તેમણે થોડા સમય પહેલા પાર્ટીના જ સાથી રહેલા નેતાના નિવેદન પર પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, હું પુરુષો સાથે સૂવાનું પસંદ કરતો નથી. મારી પાસે મારી પત્ની છે. બની શકે કે તેમને મારામાં રસ હોય, મને કોઈ રસ નથી. મારા કોઈ સાથે લગ્નેતર સબંધો નથી.’


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top