અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં : આમ આદમી પાર્ટી ભાજપના ગઢમાં જ જંગી સભા કરીને સીધી લડાઈમાં ઉતરવા તૈય

અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં : આમ આદમી પાર્ટી ભાજપના ગઢમાં જ જંગી સભા કરીને સીધી લડાઈમાં ઉતરવા તૈયાર!

05/11/2022 Politics

SidhiKhabar

SidhiKhabar

અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં : આમ આદમી પાર્ટી ભાજપના ગઢમાં જ જંગી સભા કરીને સીધી લડાઈમાં ઉતરવા તૈય

પોલિટિકલ ડેસ્ક :  ગુજરાતમાં આ વર્ષના અંતે યોજાનાર વિધાનસભા ચૂંટણીઓ (Gujarat Assemble Elections 2022) માટે વિવિધ રાજકીય પક્ષોએ તડામાર તૈયારીઓ શરુ કરી દીધી છે. ગઈકાલે દાહોદ ખાતે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓની ફોજ ઉતરી પડી હતી, અને આદિવાસી પ્રભુત્વ ધરાવતી તમામ બેઠકો કબજે કરવાનો નિશ્ચય કરવામાં આવ્યો હતો. બીજી તરફ ભારતીય જનતા પક્ષ (BJP) તો સતત પોતાના કાર્યકરોને ઇલેક્શન મોડમાં રાખવા માટે જાણીતો છે. ત્યાં આજે અરવિંદ કેજરીવાલની (Kejriwal) જંગી સભા ગુજરાતના રાજકારણમાં ત્રીજા શક્તિશાળી પરિબળ માટે પ્લેટફોર્મ પૂરું પાડશે, એવી ગણતરીઓ મંડાઈ રહી છે.


ભાજપના ગઢથી જ શરૂઆત

ભાજપના ગઢથી જ શરૂઆત

દિલ્હી વિધાનસભામાં સત્તા મેળવ્યા બાદ આમ આદમી પાર્ટીને ભાજપના ભવિષ્યના પ્રતિસ્પર્ધી તરીકે જોવાની શરૂઆત થઇ ગઈ હતી. પણ પંજાબ વિધાનસભાની ચૂંટણીઓમાં મેળવેલા ભવ્ય વિજય બાદ AAPના નેતાઓનું મનોબળ ઉચ્ચતમ બિંદુએ છે. આમ તો છેલ્લા અઢી દાયકા ઉપરાંત સમયથી સત્તા ભોગવતા ભારતીય જનતા પક્ષ માટે આખું ગુજરાત રાજ્ય જ ગઢ સમાન છે. પણ એમાં સૌરાષ્ટ્રના પાટનગર ગણાતા રાજકોટનું આગવું મહત્વ છે. રાજકોટને દાયકાઓથી ભાજપનો ગઢ ગણવામાં આવે છે. ભાજપના નેતાઓ માટે રાજકોટ બેઠક ‘સેઈફ સીટ’ ગણાતી આવી છે. પરંતુ કેજરીવાળ ભાજપના આ પરંપરાગત ગઢમાં જ જંગી જાહેરસભાનું આયોજન કરીને સત્તાધારી પક્ષને સીધા મુકાબલામાં ઉતરવાનો સ્પષ્ટ મેસેજ આપી ચૂક્યા છે.

કેજરીવાલની આજની સભા માટે આમ આદમી પાર્ટીના આગેવાનો અને કાર્યકરો તડામાર તૈયારીઓ કરી રહ્યા છે. કેજરીવાલ દિલ્હીથી વિમાન મારફતે બપોરે 2:30 વાગ્યે રાજકોટ એરપોર્ટ પર પહોંચશે. એરપોર્ટથી હોટેલ ઇમ્પિરિયલ ખાતે હંકારી જઈને ત્યાં વેપારીઓ અને સામાજિક અગ્રણીઓ સાથે મુલાકાત કરશે. એ પછી 5:00 વાગ્યે પત્રકાર પરિષદને સંબોધન કરશે. ત્યાંથી સાંજે 6:00 વાગ્યે શાસ્ત્રી મેદાન ખાતે જાહેર મેદનીને સંબોધન કરશે. આ જાહેર સભામાં જંગી સંખ્યામાં લોકો ઉમટી પડે એ માટે પક્ષના કાર્યકર્તાઓ મહેનત કરી રહ્યા છે. કેજરીવાલ હોટેલ ઇમ્પિરિયલ ખાતે જ રાત્રિરોકાણ કરશે અને આવતીકાલે સવારે દિલ્હી જવા માટે રવાના થશે.


શું કેજરીવાલ ગુજરાતમાં ફાવશે?

શું કેજરીવાલ ગુજરાતમાં ફાવશે?

દિલ્હીમાં સત્તા માંલેવ્યા બાદ કેજરીવાલ સતત બીજા રાજ્યોમાં પગપેસારો કરવા માટે મહેનત કરી રહ્યા છે. પંજાબ, ગોવા જેવા રાજ્યો એમના વિશલિસ્ટમાં હતા, જે પૈકી પંજાબમાં મળેલી લેન્ડસ્લાઈડ વિક્ટરી બાદ હવે નિશાન ગુજરાત ભણી છે. જો ગુજરાતમાં સફળતા મળશે તો આમ આદમી પાર્ટીને પ્રાદેશિક પક્ષને બદલે રાષ્ટ્રીય પક્ષ તરીકેની ઓળખ મેળવવા તરફ આગળ વધશે. અને એ સંજોગોમાં 2024ની સામાન્ય ચૂંટણીઓમાં મોદી સરકારના વિકલ્પ તરીકે ઉભરી આવશે.

પણ પ્રશ્ન એ છે કે ગુજરાતમાં કેજરીવાલને સફળતા મળવાના ચાન્સ કેટલા? મોટા અને લોકપ્રિય ગણાતા નેતાઓની સભાઓમાં ભલે ગમે એટલી મેદની થાય, પરંતુ ગુજરાતની તાસીર એવી રહી છે કે અહીં બે મુખ્ય પક્ષો સિવાયના કોઈને ઝાઝી સફળતા ક્યારેય હાથ લાગી નથી. ચીમનભાઈ પટેલ કે શંકરસિંહ વાઘેલા જેવા ગુજરાતની માટીમાં જ પેદા થયેલા દિગ્ગજોને પણ ભાજપ અને કોંગ્રેસની જરૂર પડી જ છે. એ સંજોગોમાં કેજરવવાલ કેવોક જાદુ કરી શકશે, એ જોવાનું રસપ્રદ થઇ રહેશે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top