કેજરીવાલને EDની કસ્ટડી મળશે કે રાહત, આજે સાંજે આટલા વાગે થશે ફેસલો ! CBI પણ છે તૈયારી

કેજરીવાલને EDની કસ્ટડી મળશે કે રાહત, આજે સાંજે આટલા વાગે થશે ફેસલો ! CBI પણ છે તૈયારી

03/27/2024 Politics

SidhiKhabar

SidhiKhabar

કેજરીવાલને EDની કસ્ટડી મળશે કે રાહત, આજે સાંજે આટલા વાગે થશે ફેસલો ! CBI પણ છે તૈયારી

Delhi Excise Policy Case : દિલ્હી લિકર પોલિસી કૌભાંડમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (CM Arvind Kejriwal)ની ધરપકડના વિરુદ્ધમાં દિલ્હી હાઈકોર્ટ (Delhi High Court)માં સુનાવણી થઈ રહી છે. ઈડી કેજરીવાલની કસ્ટડી વધારવા માંગ કરશે.


CBI પણ કેજરીવાલની કસ્ટડીની

CBI પણ કેજરીવાલની કસ્ટડીની

આ મામલે સાંજે 4.30 કલાકે ફેંસલો આવી જશે. બીજીતરફ એવા અહેવાલો પણ સામે આવ્યા છે કે, ઈડી બાદ સીબીઆઈ પણ કેજરીવાલની કસ્ટડીની માંગ કરશે.

ઈડીની લીગલ ટીમના જણાવ્યા મુજબ આવતીકાલે ગુરુવારે રાઉઝ એવન્યૂ કોર્ટની વિશેષ અદાલતમાં ઈડીની રિમાન્ડ વધારવાની ચર્ચા કર્યા પહેલા સીબીઆઈની અરજી મેન્શન કરાશે. ઈડી હાલ કેજરીવાલના રિમાન્ડ વધારવા પર ભાર નહીં આપે, કારણ કે ઈડી ઈચ્છે છે કે, સીબીઆઈ કેજરીવાલની થોડી દિવસ પૂછપરછ કરે, ત્યારબાદ ઈડી રિમાન્ડ વધારવા માંગ કરી શકે છે, તેમ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.


EDને કુલ 14 દિવસના રિમાન્ડનો અધિકાર

EDને કુલ 14 દિવસના રિમાન્ડનો અધિકાર

ઉલ્લેખનીય છે કે, ઈડી પાસે કુલ 14 દિવસના રિમાન્ડનો અધિકાર હોય છે. હાલ કેજરીવાલ 22થી 28 માર્ચ સુધી ઈડીના રિમાન્ડ પર છે એટલે કે કોર્ટે છ દિવસના રિમાન્ડ આપ્યા છે, તેથી ઈડી પાસે હજુ આઠ દિવસ બચ્યા છે.


ધરપકડના વિરોધમાં કેજરીવાલની દલીલો

ધરપકડના વિરોધમાં કેજરીવાલની દલીલો

કેજરીવાલે ધરપકડના વિરોધમાં દાખલ કરેલી અરજીમાં ચાર દલીલો રજુ કરી છે, જેમાં કેજરીવાલે પોતાની ધરપકડને ગેરકાયદેસર ગણાવી છે. દલીલમાં કહેવાયું છે કે, ઈડી દ્વારા કરાયેલી કેજરીવાલ ધરપકડ તેમના મૂળભૂત અને માનવ અધિકારોનું ઉલ્લંઘન છે. ઈડી અરજી વિરુદ્ધ ગુનો સાબિત કરવામાં અસફળ થઈ છે. પૂછપરછ કર્યા વગર કરાયેલી ધરપકડથી ફલીત થાય છે કે, આ કાર્યવાહી રાજકીય પ્રેરિત છે. કેજરીવાલે હાઈકોર્ટમાં કહ્યું કે, ઈડી મારો ગુનો સાબિત કરવામાં અસફળ થઈ છે. આ ઉપરાંત તેમણે જેલમાં છોડી મુકવા અને રિમાન્ડ રદ કરવાની માંગ કરી છે.

 


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top