મોદીની સુરત રેલી વધુ એક વાર ‘ગેમ ચેન્જર’ સાબિત થશે! પ્રચંડ જનમેદની સાથે સુરત ‘મોદીમય’ થતાં ભાજપ

મોદીની સુરત રેલી વધુ એક વાર ‘ગેમ ચેન્જર’ સાબિત થશે! પ્રચંડ જનમેદની સાથે સુરત ‘મોદીમય’ થતાં ભાજપ સમર્થકોમાં ઉત્સાહની લહેર

11/28/2022 Politics

SidhiKhabar

SidhiKhabar

મોદીની સુરત રેલી વધુ એક વાર ‘ગેમ ચેન્જર’ સાબિત થશે! પ્રચંડ જનમેદની સાથે સુરત ‘મોદીમય’ થતાં ભાજપ

Gujarat Elections 2022 : નરેન્દ્ર મોદી તમને ગમે કે ન ગમે, પણ એમના કરિશ્માનો ઇનકાર થઇ શકે એમ નથી. ખાસ કરીને ગુજરાતમાં ચૂંટણી હોય અને મોદીનો મેજીક ન ચાલ્યો હોય, એવું આજ દિન સુધી બન્યું નથી. ચૂંટણીઓ દરમિયાન ભાજપ માટે પરિસ્થિતિ ગમે એવી વિકટ જણાતી હોય, પણ એક વાર મોદીની એન્ટ્રી પડે એ સાથે જ ચમત્કારિક રીતે બાજી પલટાઈ જતી હોય છે. 2002થી માંડીને 2017 અને 2019માં પણ ગુજરાતીઓ આ બાબતના સાક્ષી બન્યા છે. ગઈકાલે પ્રધાનમંત્રી મોદીના રોડ શો અને જાહેર સભા દરમિયાન ફરી એક વાર આ બાબત સાચી ઠરતી જોવા મળી, જ્યારે મોદીની એક ઝલક મેળવવા માટે હજારો લોકોના ટોળેટોળા સ્વયંભૂ રોડ પર ઉતરી આવ્યા.


મોદી વધુ એક વાર ગેમ ચેન્જર સાબિત થશે

મોદી વધુ એક વાર ગેમ ચેન્જર સાબિત થશે

સુરતમાં મતદાન આડે હવે ગણતરીના કલાકો બાકી છે ત્યારે મોદીની રેલીમાં ઉમટેલા મહેરામણે ભાજપ સમર્થકોમાં નવી ચેતના જગાડવાનું કામ કર્યું છે. વરાછા અને કતારગામ જેવી બેઠકો પર પાર્ટી માટે અત્યંત કપરા ચઢાણ હોવાનું મનાતું હતું, પણ ગઈકાલની ગોપીન ગામ ખાતેની સભા પછી વાતાવરણમાં સુધારો આવ્યો હોવાનું જણાઈ રહ્યું છે. આ વિસ્તારોમાં વર્ષોથી વસવાટ કર્તા અને રાજકારણમાં રસ લેનારા જાણકારોના કહેવા મુજબ ભાજપને ખરો ડર આમ આદમી પાર્ટીનો નહિ પણ ઓછા મતદાનનો છે. જો ભાજપ સમર્થક મતદારો ઓછા પ્રમાણમાં મતદાન કરશે, તો આ બન્ને સીટ્સ પર પાર્ટી માટે પરિસ્થિતિ વિકટ બની જશે. પરંતુ મોદીની ગઈકાલની સભામાં લોકોનો જે ઉત્સાહ જોવા મળ્યો, એ પહેલી ડિસેમ્બરે મતદાનમાં પરિવર્તિત થશે એવી દ્રઢ આશા બંધાઈ છે.


માત્ર જીત નહિ, પ્રચંડ જીત

માત્ર જીત નહિ, પ્રચંડ જીત

પ્રધાનમંત્રી મોદી એરપોર્ટથી નીકળીને ગોપીન ગામ સુધી પહોંચ્યા, 27 કિલોમીટર લાંબા રુટ પર ખડકાઈ ગયેલા લોકોને કારણે મોદીજીની યાત્રા રોડ શોમાં પરિવર્તિત થઇ ગઈ હતી. એ પછી સભામાં પહોંચેલા મોદીએ લોકોને ભાજપના કાર્યકાળમાં થયેલા વિકાસની વાતો યાદ અપાવી હતી. સભાસ્થળે તેઓ આગેવાનોને પણ મળ્યા હતા. હજારોની સંખ્યામાં ઉપસ્થિત મેદનીને જોઈને રાજી થયેલા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે આ વખતે સુરતમાં માત્ર જીત નહિ, પણ પ્રચંડ જીત મળશે. સુરતના લોકોનો પ્રેમ પહેલેથી મળતો રહ્યો છે, અને હજી પણ મળતો રહેશે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top