ક્રાઈમ બ્રાન્ચને તપાસ દરમિયાન રાજ કુન્દ્રાની ઓફિસમાંથી મળ્યું સિક્રેટ લોકર!

ક્રાઈમ બ્રાન્ચને તપાસ દરમિયાન રાજ કુન્દ્રાની ઓફિસમાંથી મળ્યું સિક્રેટ લોકર!

07/25/2021 Glamour

SidhiKhabar

SidhiKhabar

ક્રાઈમ બ્રાન્ચને તપાસ દરમિયાન રાજ કુન્દ્રાની ઓફિસમાંથી મળ્યું સિક્રેટ લોકર!

મુંબઈ: પોર્નોગ્રાફી કેસ (Pornography case) મામલે તપાસ કરી રહેલી મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચ (Mumbai Police Crime branch) ટીમે શનિવારે રાજ કુન્દ્રાની (Raj Kundra) અંધેરી સ્થિત કંપની વિઆનની ઓફિસમાં તપાસ કરી હતી. આ તપાસ દરમિયાન ક્રાઈમ બ્રાન્ચને એક ગુપ્ત લોકર મળ્યું છે, જેમાં ઘણા ડોક્યુમેન્ટ મળ્યા છે. પોલીસે આ ડોક્યુમેન્ટ જપ્ત કરી લીધા છે. અધિકારીઓનું કહેવું છે કે લોકરમાં બિઝનેસ અને ક્રિપ્ટોકરન્સીને લગતા દસ્તાવેજો હોય શકે છે.

ક્રાઈમ બ્રાન્ચને દરોડા દરમિયાન એક લોકરની તલાશ હતી જેમાં તમામ મહત્વના દસ્તાવેજો રાખવામાં આવ્યા હતા. ક્રાઈમ બ્રાન્ચે જણાવ્યા અનુસાર, લોકર ઓફિસમાં છુપાવીને રાખવામાં આવ્યું હતું, જેથી ટીમે પહેલા પણ તલાશી લીધી હોવા છતાં મળ્યું ન હતું.

રાજ કુન્દ્રાની (Raj Kundra) પત્ની અને અભિનેત્રી શિલ્પા શેટ્ટીનું (Shilpa Shetty) નિવેદન નોંધ્યા બાદ ક્રાઈમ બ્રાન્ચ હવે આ કેસમાં નાણાકીય એન્ગલથી તપાસ કરી રહ્યા છે. ક્રાઈમ બ્રાન્ચનું માનવું છે કે રાજ કુન્દ્રાએ કથિત પોર્નોગ્રાફિક ફિલ્મો થકી ઘણી કમાણી કરી હતી અને આ આવક ક્રિકેટ સટ્ટાબાજી અને ક્રિપ્ટોકરન્સીમાં લગાવી દીધી હતી.

રિપોર્ટ્સ અનુસાર, ક્રાઈમ બ્રાંચને એક મર્કરી ઇન્ટરનેશનલ નામની કંપની અંગે જાણકારી મળી છે. આ કંપની ક્રિકેટ મેચો ઉપર સટ્ટો લગાવવાનું કામ કરે છે. આ કંપનીના ખાતામાંથી રાજ કુન્દ્રાના ખાતામાં મોટી રકમ ટ્રાન્સફર થઇ હોવાનું કહેવામાં આવ્યું છે. રિપોર્ટ્સ અનુસાર, રાજના યસ બેંક અકાઉન્ટ અને યુનાઇટેડ બેન્ક ઓફ આફ્રિકા વચ્ચે પૈસાની લેવડદેવડ થઇ હતી. પોલીસનું માનવું છે કે રાજ આ પૈસાનો ઉપયોગ સટ્ટાબાજી માટે કરતો હતો.

શિલ્પા શેટ્ટીની પણ પૂછપરછ થઇ ચુકી છે

આ મામલે ક્રાઈમ બ્રાન્ચ શિલ્પા શેટ્ટીનું પણ પૂછપરછ કરી ચુકી છે. શુક્રવારે ક્રાઈમ બ્રાન્ચની ટીમ રાજ કુન્દ્ર્રાને લઇ શિલ્પા શેટ્ટીના જુહુ સ્થિત ઘરે પહોંચી હતી, જ્યાં લગભગ છ કલાક શિલ્પાની પૂછપરછ ચાલી હતી.

શિલ્પા શેટ્ટીને આ કેસને લગતા અનેક પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા અને તેમનું નિવેદન નોંધવામાં આવ્યું હતું. શિલ્પા શેટ્ટી વિઆન કંપનીની ડાયરેક્ટર રહી છે. જે અંગે પણ તેમને પૂછવામાં આવ્યું હોવાનું મીડિયા અહેવાલો જણાવી રહ્યા છે. આ ઉપરાંત તેમને પોર્નોગ્રાફી કેસ મામલે કોઈ જાણકારી હોવાનું પણ તેમને પૂછવામાં આવ્યું હતું.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top