પંજાબમાં હજુ ખતમ નથી થયો વિવાદ : શપથગ્રહણ પહેલા સુનીલ જાખડનું નારાજગીભર્યું ટ્વીટ

પંજાબમાં હજુ ખતમ નથી થયો વિવાદ : શપથગ્રહણ પહેલા સુનીલ જાખડનું નારાજગીભર્યું ટ્વીટ

09/20/2021 Politics

SidhiKhabar

SidhiKhabar

પંજાબમાં હજુ ખતમ નથી થયો વિવાદ : શપથગ્રહણ પહેલા સુનીલ જાખડનું નારાજગીભર્યું ટ્વીટ

ચંદીગઢ: ગયા અઠવાડિયે જે ગુજરાતમાં બન્યું, કંઇક એવી જ ઘટનાઓ હવે કોંગ્રેસશાસિત રાજ્ય પંજાબમાં (Punjab) બની રહી છે. જોકે, ગુજરાતમાં (Gujarat) પાર્ટી હાઈકમાન્ડનો નિર્ણય માન્ય રાખીને મુખ્યમંત્રીએ (Chief Minister) રાજીનામુ આપી દીધું, નવા મુખ્યમંત્રી પણ પસંદ થઇ ગયા અને મંત્રીઓ પણ બદલી નાંખવામાં આવ્યા, પણ જાહેરમાં ક્યાંય હજુ સુધી બગાવતના સૂર ઉપડ્યા નહીં. પરંતુ પંજાબમાં સ્થિતિ જૂદી છે.

પંજાબના કાર્યકારી મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંઘે (Captain Amrinder Singh) શનિવારે રાજીનામુ આપી દીધું હતું. તેમણે કહ્યું કે તેમનું સતત અપમાન કરવામાં આવ્યું અને તેના કારણે તેઓ મુખ્યમંત્રી પદ છોડી રહ્યા છે. પંજાબ કોંગ્રેસ અધ્યક્ષ નવજોતસિંહ સિદ્ધુ (Navjot singh Siddhu) સાથે તેમનો વિવાદ જૂનો અને જાણીતો છે. તેમણે અનેક ન્યુઝ ચેનલો સાથેની વાતચીત દરમિયાન આ વાતનો વારંવાર ઉલ્લેખ કર્યો કે સિદ્ધુ રાષ્ટ્રની સુરક્ષા માટે જોખમ સાબિત થઇ શકે છે અને તેમને સીએમ બનાવવામાં આવે તો તેઓ તેનો પુરજોર વિરોધ કરશે.


આજે ૧૧ વાગ્યે નવા સીએમની શપથવિધિ

પાર્ટીના ધારાસભ્યો દ્વારા ત્યારબાદ ચરણજીતસિંહ ચન્નીને (Charanjit singh channi) સીએમ પદ માટે પદનામિત કરવામાં આવ્યા છે. તેઓ આજે સવારે ૧૧ વાગ્યે શપથ લેશે. જોકે, સીએમની પસંદગી થઇ ગઈ હોવા છતાં પંજાબ કોંગ્રેસમાં વિવાદ ખતમ થયો નથી. પંજાબના વરિષ્ઠ કોંગ્રેસ નેતા સુનીલ જાખડે (Sunil Jakhad) પાર્ટીના પ્રભારી હરીશ રાવતના નિવેદન ઉપર વાંધો ઉઠાવતું એક ટ્વીટ કર્યું છે.

હરીશ રાવતે (Harish Rawat) સીએમ પદની પસંદગી બાદ કહ્યું હતું કે કોંગ્રેસ આગામી વિધાનસભા ચૂંટણી સિદ્ધુની આગેવાનીમાં લડશે. જેની ઉપર સુનીલ જાખડે કહ્યું કે આવા નિવેદનો મુખ્યમંત્રીની શક્તિઓને કમજોર કરે છે.


સુનીલ જાખડે શું કહ્યું?

સુનીલ જાખડે શું કહ્યું?

તેમણે કહ્યું, ‘ચરણજીતસિંહ ચન્નીના શપથગ્રહણના દિવસે હરીશ રાવતનું ચૂંટણી સિદ્ધુની આગેવાનીમાં લડશે તે બાબતનું નિવેદન ચોંકાવનારું છે. તે મુખ્યમંત્રીની શક્તિઓને કમજોર કરે છે અને તેમની પસંદગી ઉપર પણ પ્રશ્નો ઉભા કરે છે.’


સીએમ પદની રેસમાં તેમનું પણ નામ હતું

 નોંધવું મહત્વનું છે કે, મુખ્યમંત્રીની રેસમાં સુનીલ જાખડનું નામ પણ ચાલી રહ્યું હતું. અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું કે પાર્ટી તેમને મુખ્યમંત્રી બનાવી શકે છે. પરંતુ અંતિમ ક્ષણે ચરણજીતસિંહ ચન્નીનું નામ સામે આવ્યું હતું.

તેમના ટ્વીટને લઈને પંજાબ કોંગ્રેસમાં નિવેદનો શરૂ થઇ ગયા છે. કોંગ્રેસ નેતા હરમિન્દરસિંઘે કહ્યું કે, ચરણજીત સિંઘને સીએમ બનાવવું એ હાઈકમાન્ડનો નિર્ણય છે. જેથી સુનીલ જાખડે જે કહ્યું છે તેની ઉપર તેઓ (હાઈકમાન્ડ) જ સ્પષ્ટતા કરશે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top