શું પોતાની પાર્ટી બનાવશે 'વ્યૂહરચનાકાર' તરકે જાણીતા પ્રશાંત કિશોર? આજે જણાવશે તેમની રાજકીય વ્યૂ

શું પોતાની પાર્ટી બનાવશે 'વ્યૂહરચનાકાર' તરકે જાણીતા પ્રશાંત કિશોર? આજે જણાવશે તેમની રાજકીય વ્યૂહરચના

05/05/2022 Politics

SidhiKhabar

SidhiKhabar

શું પોતાની પાર્ટી બનાવશે 'વ્યૂહરચનાકાર' તરકે જાણીતા પ્રશાંત કિશોર? આજે જણાવશે તેમની રાજકીય વ્યૂ

નેશનલ ડેસ્ક: ઉત્તમ ચુંટણી વ્યૂહરચનાકાર તરકે જાણીતા પ્રશાંત કિશોર આજે પોતાની રાજકીય વ્યૂહરચના વિશે વિગતવાર વાત કરશે તેમજ બિહારની રાજધાની પટનાનાં જ્ઞાન ભવનમાં સ્વરાજ યાત્રા વિશે જણાવશે. પ્રશાંત કિશોર ભાજપ, કોંગ્રેસ જેવા મોટા પક્ષો તેમજ જેડીયુ, તૃણમૂલ કોંગ્રેસ જેવા પ્રાદેશિક પક્ષો માટે વ્યૂહરચનાકાર પણ રહ્યા છે.


પી.કે. પોતાની પાર્ટી બનાવી શકે છે

પી.કે. પોતાની પાર્ટી બનાવી શકે છે

તાજેતરમાં તેઓ કોંગ્રેસને પોતાની રીતે ચલાવવા માંગતા હતા, પરંતુ તે શક્ય બન્યું ન હતું. હવે તેઓ પોતાની પાર્ટી બનાવવા તરફ આગળ વધી રહ્યા છે. પાર્ટીનું નામ શું હશે તે અંગે કોઈ અંતિમ વાત થઈ નથી, પરંતુ જાણકારોના મતે પ્રશાંત એક-બે વર્ષમાં પોતાની રાજકીય પાર્ટીની શરૂઆત કરી શકે છે.


રાજકારણમાં મોટો બદલાવ લાવવાની તૈયારીઓ ચાલી રહી છે

પ્રશાંત કિશોર રાષ્ટ્રીય અને પ્રાદેશિક સ્તરે રાજનીતિમાં મોટો ફેરફાર કરવાની તૈયારી કરી રહ્યા છે. અને તેના માટે પ્રશાંત કિશોરની પાર્ટી સંપૂર્ણપણે આધુનિક, ડિજિટલ હશે અને પબ્લિક રિલેશન કરવાની નવી ટેક્નોલોજી સાથે મેદાનમાં ઉતરશે.


મોદી સરકાર સત્તામાં આવ્યા બાદ ચર્ચામાં આવ્યા હતા

મોદી સરકાર સત્તામાં આવ્યા બાદ ચર્ચામાં આવ્યા હતા

પ્રશાંત કિશોર 2014ની લોકસભા ચૂંટણીમાં મોદી સરકારને સત્તામાં લાવવા માટે ચર્ચામાં આવ્યા હતા. તેઓ એક ઉત્તમ ચૂંટણી વ્યૂહરચનાકાર તરીકે જાણીતા છે. તેઓ હંમેશા તેમની ચૂંટણીની રણનીતિને અંજામ આપવા માટે પડદા પાછળ રહ્યા છે.


બીજેપીના અનેક અભિયાનો શરૂ કરવામાં આવ્યા હતા

34 વર્ષની ઉંમરે આફ્રિકાથી યુનાઈટેડ નેશન્સ (UN)ની નોકરી છોડીને પ્રશાંત  કિશોર 2011 માં ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની ટીમમાં જોડાયા હતા. પી.કે.ને મોદીના અદ્યતન માર્કેટિંગ અને ચાઈ પે ચર્ચા, 3ડી રેલી, રન ફોર યુનિટી, મંથન જેવા જાહેરાત ઝુંબેશનો શ્રેય આપવામાં આવે છે. તેઓ ઈન્ડિયન પોલિટિકલ એક્શન કમિટી (I-PAC) નામની સંસ્થા ચલાવે છે. અને તેમના નેતૃત્વ હેઠળ રાજકીય વ્યૂહરચના, સંદેશ અભિયાન અને ભાષણોનું બ્રાન્ડિંગ કરે છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top