રાહુલ રોયની સલાહ : અકાળે મરવું ન હોય તો આવા લોકોથી બચીને રહો!

રાહુલ રોયની સલાહ : અકાળે મરવું ન હોય તો આવા લોકોથી બચીને રહો!

09/07/2021 Glamour

SidhiKhabar

SidhiKhabar

રાહુલ રોયની સલાહ : અકાળે મરવું ન હોય તો આવા લોકોથી બચીને રહો!

દાયકાઓ પહેલા મહેશભટ્ટની ફિલ્મ 'આશિકી'થી પ્રસિદ્ધિ મેળવનાર અભિનેતા રાહુલ રોય(Rahul roy) હમણાં છેલ્લા ઘણાં સમયથી બીમાર હતાં, જો કે હવે તેમની તબિયત પહેલા કરતા ઘણી સુધરી ગઈ છે, અને તેઓ સ્વસ્થ થયા છે. તેઓ 'બ્રેઈન સ્ટ્રોક'(Brain stroke) થી પીડાઈ રહ્યા હતાં. આ સમયગાળા દરમિયાન તેઓ સોશિયલ મીડિયા મારફતે ચાહકોને પોતાની હાલત અંગે જાણકારી આપી રહ્યા છે. તાજેતરના એક ઇન્ટરવ્યુ દરમિયાન રાહુલે ગ્લેમર ઇન્ડસ્ટ્રીમાં નાની ઉંમરમાં મરી રહેલા લોકો અંગે ચિંતા વ્યક્ત કરી હતી.


જિંદગીની કિંમતને સમજો :

હમણાં છેલ્લાં કેટલા સમયથી બોલીવુડમાં નાની ઉંમરના કલાકારો આત્મહત્યા કરી રહ્યા છે. ગયા વર્ષે ટીવી જગતનાં મશહૂર કલાકાર સુશાંતસિંહ રાજપૂતે પોતાની જિંદગીમાં ચાલી રહેલી સમસ્યાના પગલે આત્મહત્યા કરી લીધી હતી. આ ઉપરાંત હમણાં સિદ્ધાર્થ શુક્લા પણ નાની ઉંમરમાં મોતને ભેટ્યા છે. નાની ઉંમરમાં થઈ રહેલા મૃત્યુથી કઈ રીતે બચી શકાય, તેના માટે રાહુલે પોતાનો અનુભવ શેર કરતા કેટલીક સલાહો આપી હતી.

ગયા વર્ષે કારગીલ ખાતે કઠિન સંજોગોમાં શુટીંગ કરી રહેલા રાહુલને બ્રેઈન સ્ટ્રોકનો હુમલો આવ્યો હતો. ત્યાર પછીનો સમય આ અભિનેતા માટે ખુબ જ મુશ્કેલ રહ્યો. એ સમયે રાહુલની બહેને એને બહુ સારો સાથ આપ્યો. પોતાનો અનુભવ શેર કરતા રાહુલે કહ્યું કે, "બ્રેઈન સ્ટ્રોકનાં અનુભવમાંથી પસાર થયા બાદ આજે હું જ્યારે પાછળ ફરીને જોઉં છું, તો મને સમજાય છે કે હું એ અનુભવોમાંથી ઘણું બધું શીખ્યો છું. ગમે એવા લોકો પર ભરોસો કરવો, જે લોકો પ્રોફેશનલી અધકચરા હોય, અને જેમની પાસે ફિલ્મ બનાવવાનો અનુભવ ન હોય, એવા લોકો પર ભરોસો કરવો ખતરનાક સાબિત થઇ શકે છે!"

ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરવા માટે ઘણા યુવાન એક્ટર્સ આવા ખોટા અને અધકચરા માણસો સાથે કામ કરવાનું જોખમ ઉઠાવી લે છે. પરિણામે ઘણી વાર એમનું જીવન બરબાદ થઇ જાય છે. રાહુલે કહ્યું હતું કે "એક્ટર્સે રિસ્ક લેવું જોઈએ, પણ પોતાની જીન્દગીને દાવ પર લગાવવાનું જોખમ ન જ લેવું જોઈએ!"

 


કોઈને તમારો એટલો ફાયદો ઉઠાવવા ન દો કે.... :

ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં મતલબના સંબંધો જોવા મળે છે. જ્યારે કોઈ અભિનેતા કે અભિનેત્રીનું અકાળે અવસાન થાય કે એ આત્મહત્યા કરે, ત્યારે એની પાછળ તકલાદી સંબંધો અને ખોતી વ્યક્તિ ઉપર મુકાયેલ ભરોસાને ઘાને અંશે જવાબદાર માનવામાં આવે છે. રાહુલે નવી પેઢીના નવા એક્ટર્સને ઉદ્દેશીને કહ્યું કે કોઈને તમારો એટલો ફાયદો ઉઠાવવાનો મોકો ન આપો, કે તમે ખુદ મૃત્યુના મોંમાં ધકેલાઈ જાવ! અહી કોઈ પણ વ્યક્તિ સાથે આવું થઇ શકે છે. આ માટે તમારે વ્યવસ્થિત લોકો પર જ ભરોસો કરતા શીખવું પડશે!


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top