ગીર સોમનાથ માં બે બાળકના નરાધમ બાપે નવ વર્ષની બાળકી પર રેપ કર્યો, બૂમો ના પડે એટ્લે ડૂચો મારી દ

ગીર સોમનાથમાં બે બાળકના નરાધમ બાપે નવ વર્ષની બાળકી પર રેપ કર્યો, બૂમો ના પડે એટ્લે ડૂચો મારી દીધો

06/13/2022 Gujarat

SidhiKhabar

SidhiKhabar

ગીર સોમનાથ માં બે બાળકના નરાધમ બાપે નવ વર્ષની બાળકી પર રેપ કર્યો, બૂમો ના પડે એટ્લે ડૂચો મારી દ

ગુજરાત ડેસ્ક : હાલમાં બળાત્કાર ના બનાવમાં ધરખમ વધારો થી રહ્યો છે, એવામાં ગુજરાતનાં ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર થી 12 કિલોમીટર દૂર આવેલ જંત્રાખડી ગામમાં એક નવ વર્ષની માસૂમ બાળકી પર બળાત્કાર કરી ને ગળે ટુપો આપી ને હત્યા કરી દેવામાં આવી છે. પોલીસને માહિતી મળતા તરત એક્શન માં આવી ગઈ હતી.


ગણતરી ના ક્લાક માં આરોપીને પકડી લેવામાં આવ્યો.

ગણતરી ના ક્લાક માં આરોપીને પકડી લેવામાં આવ્યો.

આ કેસમાં પોલીસ દ્વારા ગણતરીના કલાકોમાં ગામના જ શામજી નામના એક વ્યક્તિની અટકાયત કરી લેવામાં આવી છે. હાલ પોલીસ દ્વારા આ અંગે વધુ તપાસ હાથ ધરાઈ છે. નરાધમ શખ્સે દુષ્કર્મ ગુજારી બાદમાં પાપ છુપાવવા માટે હત્યા કરી મૃતદેહને ગામના સીમાડે અવાવરૂ જગ્યામાં ફેંકી દીધી હોવાનો ચોંકાવનારો ખુલાસો પોલીસ તપાસમાં થયો છે. આ ઘટનાની હક્કીતો સામે આવતા ગ્રામજનો અને પંથકવાસીઓમાં ભારે રોષ વ્યાપી ગયો છે. આ ગંભીર ઘટનાને લઈ જિલ્લા પોલીસવડા મનોહરસિંહ જાડેજા અને એએસપી ઓમપ્રકાશ જાટએ ઘટના સ્થળની મુલાકાત લઈ તપાસ દોર હાથમાં લીધાના ગણતરીના કલાકોમાં જ નરાધમ શખ્સની ઓળખ કરી ઝડપી લેવામાં આવ્યો હતો. આરોપી શખ્સને ફાંસીની સજા અપાવવા તેના જ પરિવારજનોએ માંગ કરી છે.


બાળકીને મારી ને મૃતદેહ કોથળામાં પુરીને ગામ બહાર નાખી આવ્યો.

બાળકીને મારી ને મૃતદેહ કોથળામાં પુરીને ગામ બહાર નાખી આવ્યો.

માનવજાતને હચમચાવતી ઘટનાની પ્રાપ્ત વિગત મુજબ કોડીનાર તાલુકાના જાત્રખાડી ગામના કૌશિકગીરી ઇશ્વરગીરી મેઘનાથી મુંબઈ મુકામે દરજી કામ કરે છે. તેમના પત્ની જયશ્રીબેન મજૂરી કામ કરે છે તેમના પરિવારમાં પુત્ર આર્યન અને એક આઠ વર્ષની દીકરી છે. જયશ્રીબેન ગામમાં રામરોટી લેવા ગયા હતા. દસેક વાગ્યે પાડોશીએ માસુમ દીકરીને ગામમાં સેવ લેવા મોકલી હતી. ત્યારે રસ્તામાં આરોપી શામજી ભીમાભાઈ સોલંકીએ આ દીકરીને પૈસા આંપી તેમના માટે બીડી- બાકસ મંગાવ્યા હતા. બાદમાં બજારમાંથી વસ્તુઓ લઈ દીકરી બીડી-બાકસ દેવા ઘરમાં ગઇ એ સમયે ઘરમાં એકલો હોવાથી શામજીએ પોત પ્રકાશ્યુ હોય તેમ દીકરીને અંદર ખેચી દરવાજો બંધ કરી માસુમ ઉપર દુષ્કર્મ આચાર્યુ હતુ. બાદમાં પોતાનાથી થયેલા જનધન્ય કૃત્યની કોઈને જાણ ન થાય તે માટે માસુમની ઠંડા કલેજે નિર્મમ હત્યા કરી નાખી હતી. બાદમાં માસુમના મૃતદેહને કોથળામાં નાંખી ગામના સીમાડે આવેલા 66 કે.વી.ની સામે પાળાની પાછળ આવાવરૂ જગ્યામાં ફેંકી આવીને ઘરે સુઈ ગયો હતો.


પોતાના ઘરમાં થીજ આરોપી ને પકડી લીધો.

પોતાના ઘરમાં થીજ આરોપી ને પકડી લીધો.

આ ગંભીર ઘટના હોવાથી એએસપી ઓમપ્રકાશ જાટએ ઘટનાસ્થળે દોડી જઈ તપાસ સંભાળી લઈ જૂદી જૂદી ટીમો બનાવી તપાસ શરૂ કરી હતી. બાદમાં માસુમના મૃતદેહને પીએમ માટે પેનલ પીએમ કરાવવા જામનગર મોકલવા તજવીજ હાથ ધરી હતી. જોકે, સાંજે જિલ્લા પોલીસવડા મનોહરસિંહ જાડેજાએ પણ ઘટનાસ્થળની મુલાકાત લઈ તપાસમાં જોડાયેલા અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતુ. બાદમાં મોડી સાંજે ઘટનાને લઈ મળેલી મહત્વપુર્ણ માહિતીના આધારે જઘન્ય કૃત્ય આચરનાર આરોપી શામજીને તેના ઘરમાંથી જ દબોચી લેવામાં આવ્યો હતો. તેના ઘરમાંથી કેટલાક મહત્વના પુરાવાઓ મળી આવ્યા હોવાથી ઘરને સીલ કરી દઈ ફોરેન્સીક ટીમને બોલાવવામાં આવી હતી. આ ઘટનાને લઈ પોલીસે ગણતરીના કલાકોમાં નરાધમ આરોપીને ઝડપી લેવાની કરેલી કાર્યવાહીને ગ્રામજનોએ આવકારી આરોપી શખ્સને દાખલારૂપ કડક સજા કરાવવામાં આવે તેવી લાગણી વ્યક્ત કરી હતી.


આરોપીના પરિવાર જનો એ સમાજમાં દાખલો બેસદે એવો નિર્ણય લીધો.

આરોપીના પરિવાર જનો એ સમાજમાં દાખલો બેસદે એવો નિર્ણય લીધો.

આરોપી શામજી માછીમારી કરતો હોવા સાથે પરિણીત અને બે સંતાનોનો પિતા છે. પરંતુ દારૂ પીવાની ટેવ ધરાવતો હોવાથી વારંવાર ઘરમાં ધમાલ કરતો હતો. જેથી ઘણા સમયથી તેની પત્ની રીસામણે હોવાનું સુત્રો પાસેથી જાણવા મળ્યું છે.

નોંધનીય છે કે, માનવજાતને શર્મસાર કરતી આ ઘટનામાં પકડાયેલા શખ્સે કરેલા કૃત્ય બદલ સમાજમાં દાખલો બેસે તે માટે તેને ફાંસીની સજા કરાવવા તેના જ કાકી શંકુબેન અને પિતરાઈ ભાઈએ મીડિયા મારફત માંગ કરી છે. તો ઘટનાના પગલે ગામમાં દોડી આવેલા પોલીસવડા સમક્ષ જંત્રાખડી ગામના તમામ ગ્રામજનોએ ભેગા થઈ થયું આરોપી શખ્સને ફાંસીના માંચડે ચડાવવા માંગ કરી હતી.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top