'સિદ્ધિ તેણે જઈ વરે જે પરસેવે ન્હાય' : ટીવીથી શરૂ થઈ સફર, બન્યો ફેન્સના દિલનો બેતાજ 'બાદશાહ'

'સિદ્ધિ તેણે જઈ વરે જે પરસેવે ન્હાય' : ટીવીથી શરૂ થઈ સફર, બન્યો ફેન્સના દિલનો બેતાજ 'બાદશાહ'

11/02/2021 Glamour

SidhiKhabar

SidhiKhabar

'સિદ્ધિ તેણે જઈ વરે જે પરસેવે ન્હાય' : ટીવીથી શરૂ થઈ સફર, બન્યો ફેન્સના દિલનો બેતાજ 'બાદશાહ'

'કહેતે હૈ અગર કિસી ચીઝ કો દિલ સે ચાહો... તો પુરી કાયનાત ઉસે તુમસે મિલાને કી કોશિશ મેં લગ જાતી હૈ.' સપના જોવા અને પછી તેને પૂરા કરવાનું ઉદાહરણ કહેવાય છે શાહરૂખ ખાન. જ્યારે તે દિલ્હીથી મુંબઈ પહોંચ્યો ત્યારે જ તેણે વિચાર્યું હતું કે એક દિવસ તે આ ઈન્ડસ્ટ્રી (Industry) પર રાજ કરશે અને આજે તે દેશના સૌથી મોટા સુપરસ્ટાર છે. શાહરૂખ ખાનને બોલિવૂડ સાથે કોઈ સંબંધ નહોતો અને અહીં પહોંચ્યા પછી તેણે પોતાની જગ્યા પોતાના દમ પર બનાવી લીધી. કરોડો દિલો પર રાજ કરનાર શાહરૂખ 2 નવેમ્બરે પોતાનો જન્મદિવસ ઉજવી રહ્યો છે, તો ચાલો એક નજર કરીએ તેની અત્યાર સુધીની સફર પર.


સ્પોર્ટ્સમાં કરિયર બનાવવાનું વિચારતા હતા

સ્પોર્ટ્સમાં કરિયર બનાવવાનું વિચારતા હતા

56 વર્ષના શાહરૂખનો જન્મ દિલ્હીમાં થયો હતો. તેમના જીવનના પ્રથમ પાંચ વર્ષ તેઓ મેંગલોરમાં રહ્યા, જ્યાં તેમના દાદા રહેતા હતા. તેણે દિલ્હીની સેન્ટ કોલંબિયા સ્કૂલમાંથી સ્કૂલિંગ કર્યું. તેમના શાળાના દિવસોથી, તેઓ રમતગમતમાં ખૂબ જ રસ ધરાવતા હતા અને હોકી અને ફૂટબોલ રમતા હતા. તે દિવસોમાં શાહરૂખ સ્પોર્ટ્સમાં કરિયર બનાવવાનું વિચારતા હતા, જોકે ખભાની ઈજાને કારણે તે સ્પોર્ટ્સથી દૂર થઈ ગયો હતો.


દિલ્હીના થિયેટર ગ્રુપમાં જોડાયા

શાહરૂખે દિલ્હીની હંસરાજ કોલેજમાં એડમિશન લીધું અને ઈકોનોમિક્સમાં ડિગ્રી મેળવી. આ સમય દરમિયાન તેઓ દિલ્હીના થિયેટર ગ્રુપમાં જોડાયા અને સ્ટેજ નાટકો કરવા લાગ્યા. અભિનેતાએ તેના માસ્ટર્સનો અભ્યાસ કરવા માટે જામિયા મિલિયા ઇસ્લામિયામાં માસ કોમ્યુનિકેશનમાં પ્રવેશ લીધો હતો, પરંતુ અભ્યાસ અધવચ્ચે છોડીને તેણે અભિનયમાં કારકિર્દી બનાવવાનું ચાલુ રાખ્યું હતું. માતા-પિતા ફિલ્મો જોઈ શકતા ન હતા


શાહરૂખ ખાનના પિતાનું 1981માં કેન્સરને કારણે અવસાન થયું હતું. તેના 10 વર્ષ પછી તેની માતાનું અવસાન થયું. શાહરૂખ હજુ પણ દુઃખી છે કે તેના માતા-પિતા તેની ફિલ્મો જોઈ શકયા નહિ. માતા-પિતાના મૃત્યુ બાદ તેની મોટી બહેન શહનાઝ લાલરૂખ ડિપ્રેશનનો શિકાર બની હતી. ત્યારથી શાહરૂખ જ તેની બહેનનું ધ્યાન રાખે છે. તેની બહેન તેની સાથે રહે છે.


ટીવી સિરિયલ

ટીવી સિરિયલ

શાહરૂખની પહેલી ટીવી (TV) સિરિયલ લેખ ટંડનની 'દિલ દરિયા' હતી, જો કે પ્રોડક્શનના કારણે તે વિલંબમાં પડી. આ રીતે 1989માં પ્રસારિત થયેલી તેમની પ્રથમ સિરિયલ 'ફૌજી' હતી. આમાં તે આર્મીનો જવાન બન્યો. આ પછી શાહરૂખની બીજી સીરિયલ 'સર્કસ' આવી પરંતુ ટૂંક સમયમાં તેણે નક્કી કર્યું કે તેણે ટીવીની દુનિયાથી આગળ વધવું છે. માતાના અવસાન બાદ તેઓ દિલ્હીથી મુંબઈ શિફ્ટ થઈ ગયા. તેને હેમા માલિનીની ફિલ્મ 'દિલ આશના હૈ'ની પહેલી ઓફર મળી હતી. તેનું નિર્દેશન હેમા માલિનીએ કર્યું હતું. જોકે, ફિલ્મ મોડી રિલીઝ થઈ હતી.


પ્રથમ ફિલ્મ

પ્રથમ ફિલ્મ

1992માં શાહરૂખ ખાને 'દીવાના'થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. આ ફિલ્મમાં તેની સાથે દિવ્યા ભારતી હતી. શાહરૂખ સેકન્ડ લીડમાં હતો. આ પછી તેની 'ચમત્કાર', 'દિલ આશના હૈ', 'રાજુ બન ગયા જેન્ટલમેન' જેવી ફિલ્મો રિલીઝ થઈ. 1993માં શાહરૂખ ખાનની બે મોટી હિટ ફિલ્મો 'બાઝીગર' અને 'ડર' આવી. બંને ફિલ્મોમાં તે નેગેટિવ રોલમાં હતો છતાં પણ તે પોતાના અભિનયથી છવાઈ ગયો હતો. આ પછી, શાહરૂખે જે ગતિ પકડી, તે આજ સુધી ચાલુ છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top