'ખેડૂતોને પાઠ ભણાવવા લાકડીઓથી મારો' : ખટ્ટરનું વિવાદિત નિવેદન

'ખેડૂતોને પાઠ ભણાવવા લાકડીઓથી મારો' : ખટ્ટરનું વિવાદિત નિવેદન

10/05/2021 Politics

SidhiKhabar

SidhiKhabar

'ખેડૂતોને પાઠ ભણાવવા લાકડીઓથી મારો' : ખટ્ટરનું વિવાદિત નિવેદન

ચંદીગઢ: હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરે વિવાદિત નિવેદન આપતા ખેડૂતોની નારાજગી વહોરી લીધી છે. ખટ્ટરે કહ્યું હતું કે દરેક વિસ્તારમાં એક હાજર લઠ્ઠવાળા છે, જેઓ ખેડૂતોનો ઉપાય કરશે. આમ ખટ્ટરે ખેડૂતો પર હુમલો કરવાની આડકતરી રીતે ધમકી આપી દીધી હતી, જેને પગલે વિવાદ સર્જાયો છે. સામાન્ય નાગરિક પોતાની સુરક્ષા માટે નેતાઓને ચૂંટીને લાવતી હોય છે, જ્યારે રાજા જ પ્રજા પર હુમલો કરવાની વાત કરે છે.


ચંડીગઢમાં એક કાર્યક્રમમાં જ ખેડૂતો વિરુદ્ધનું નિવેદન આપીને મુખ્યમંત્રી વિવાદોમાં ફસાયા છે. હાલ હરિયાણામાં કર્નાલમાં ગયા મહિને ખેડૂતોના માથા ફોડીનાખવાનો આદેશ આપનારા DM સામે કાર્યવાહી ચાલી રહી છે. આ સમયે 10 જેટલા ખેડૂતોના માથા પણ ફોડી નાખવામાં આવ્યા હતા. એવામાં હવે ખુદ મુખ્યમંત્રી જ DM જેવું નિવેદન આપી રહ્યા છે. જેને પગલે ખેડૂતોમાં મુખ્યમંત્રી પ્રત્યે પણ રોષ ભભૂકી ઉઠ્યો છે.


ખટ્ટરનું વિવાદિત નિવેદન

ખટ્ટરનું વિવાદિત નિવેદન

CM ખટ્ટરે કહ્યું હતું કે, 'લાકડી ઉઠાવો, ઉગ્ર ખેડૂતોને તમે પણ જવાબ આપો. જોઈ લઈશું. બે-ચાર મહિના જેલમાં રહી આવશો તો મોટા નેતા બની જશો. જામીનની ચિંતા ન કરતાં. દરેક વિસ્તારમાં લાકડી સાથે એક હાજર લોકો તૈયાર છે. જે ખેડૂતોનો ઈલાજ કરશે.' ખટ્ટરે એક રીતે ખેડૂતોની સામે લોકોને ઉશ્કેરવાનો અને હિંસાનો રસ્તો અપનાવવા ઉશ્કેર્યા હતા.


જગતના તાતની માંગણી : મુખ્યમંત્રી રાજીનામુ આપે

જગતના તાતની માંગણી : મુખ્યમંત્રી રાજીનામુ આપે

તેમના આ નિવેદનનો વળતો જવાબ આપતા સંયુક્ત કિસન મોર્ચાએ કહ્યું હતું કે, શરમ નેવે મુકીને ખટ્ટરે ભાજપ કાર્યકર્તાઓને લાકડીઓ હાથમાં લઇને ખેડૂતોને માર મારવા માટે ઉશ્કેર્યા હતા. ભાજપના મુખ્યમંત્રી હિંસાનો રસ્તો અપનાવી રહ્યા છે, જેની અમે ટીકા કરીએ છીએ. અને માંગણી કરીએ છીએ કે તેઓ તુરંત જ માફી માંગે અને પોતાનાં બંધારણીય હોદ્દા પરથી રાજીનામુ આપે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top