Surat : શિક્ષકની હેવાનિયત! લગ્નની લાલચ આપી વિદ્યાર્થીની પર આચર્યું દુષ્કર્મ, સગીરાના પિતાને કહ્

Surat : શિક્ષકની હેવાનિયત! લગ્નની લાલચ આપી વિદ્યાર્થીની પર આચર્યું દુષ્કર્મ, સગીરાના પિતાને કહ્યું; એ મારી સાથે છે શોધવી નહી...'

11/03/2022 Gujarat

SidhiKhabar

SidhiKhabar

Surat : શિક્ષકની હેવાનિયત! લગ્નની લાલચ આપી વિદ્યાર્થીની પર આચર્યું દુષ્કર્મ, સગીરાના પિતાને કહ્

ગુજરાત ડેસ્ક : સુરત જિલ્લામાં એક શિક્ષકની હેવાનિયત સામે આવી છે. શાળામાં અભ્યાસ અર્થે આવતી એક સગીર વિદ્યાર્થીનીને લગ્નની લાલચ આપીને સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું અને વતન જઈ રહેલી સગીરાનો અપહરણ કરવાનું પણ પ્રયાસ કર્યો હતો. જોકે સગીરાના માતાપિતાને સમગ્ર ઘટનાની જાણ થતા પોલીસને જાણ કરતા પોલીસે આરોપી શિક્ષકની ધરપકડ કરી લીધી છે.


લાંછનરૂપ ઘટના સામે આવી

લાંછનરૂપ ઘટના સામે આવી

આમ તો શિક્ષક ને સામાજિક જગતમાં ઉચ્ચ હોદ્દા આપવામાં આવ્યો છે. પંરતુ શિક્ષણ જગત ને કેટલા તત્વો બદનામ કરી રહ્યા છે. કીમ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં બનેલી ઘટનાએ શિક્ષણ જગત ને લાંછનરૂપ ઘટના સામે આવી છે. દ્રશ્ય માં દેખાતા આ નરાધમ ને જોઈ લો આ એજ શિક્ષક છે ને જેણે શિક્ષણ જગતનું માથું ઝુકાવી દીધું છે.


સગીરા સાથે દુષ્કર્મ આચર્યું

સુરત જિલ્લાના કીમ ગામ નજીક આવેલા એક ગામની સગીરા નજીકના ગામે શાળામાં અભ્યાસ કરતી હતી. ત્યાં શિક્ષક તરીકે નોકરી કરતા અજીત ઓમ પ્રકાશ ગુપ્તાએ સગીરાને લગ્નની લાલચ આપીને તેની સાથે સબંધ કેળવ્યા હતા અને થોડા સમય બાદ સગીરાને નજીકના એક ફાર્મ હાઉસમાં લઇ જઈ સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું.


લંપટ શિક્ષકની ધરપકડ

લંપટ શિક્ષકની ધરપકડ

જોકે થોડા સમય બાદ સગીરા પરિવાર સાથે ઉજ્જૈન ફરવા માટે ગઈ હતી અને ત્યાંથી પરત ફરતા ઇન્દોર રેલ્વે સ્ટેશન પરથી લંપટ શિક્ષકે સગીરાને અપહરણ કર્યું હતું અને સગીરાના પિતાને સગીરા મારી સાથે છે એને શોધવી નહી ફોનમાં જણાવ્યું હતું. જોકે કોઈક કારણસર લંપટ શિક્ષક સગીરાને બીજા દિવસે કીમ સગીરાના ઘરે મૂકી ગયો હતો. જોકે સમગ્ર ઘટનાની જાણ સગીરાના પિતા દ્વારા કીમ પોલીસને કરવામાં આવતા કીમ પોલીસ દ્વારા લંપટ શિક્ષકની ધરપકડ કરી લેવામાં આવી છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top