વીર નર્મદ યુનિવર્સીટીમાં કોરોના ઘૂસ્યો : કુલપતિ સહિત દસ કર્મચારીઓ સંક્રમિત

વીર નર્મદ યુનિવર્સીટીમાં કોરોના ઘૂસ્યો : કુલપતિ સહિત દસ કર્મચારીઓ સંક્રમિત

01/05/2022 Gujarat

SidhiKhabar

SidhiKhabar

વીર નર્મદ યુનિવર્સીટીમાં કોરોના ઘૂસ્યો : કુલપતિ સહિત દસ કર્મચારીઓ સંક્રમિત

સુરત: સુરત સ્થિત વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટીનાં અનેક કર્મચારીઓ કોરોનાથી સંક્રમિત થયા છે. પહેલા યુનિવર્સીટીના કુલપતિ ડો. કિશોરસિંહ ચાવડા કોરોના પોઝીટિવ આવ્યા બાદ હવે દસેક જેટલા વહીવટી કર્મચારીઓને પણ કોરોનાનું સંક્રમણ લાગ્યું હોવાનું જાણવા મળે છે.


હાલમાં જ યુનિવર્સીટીમાં સુશાસન સપ્તાહ ઉજવવામાં આવ્યો હતો. ત્યારબાદ ધીમે-ધીમે કોરોનાનાં કેસોમાં પ્રતિદિન વધારો જોવા મળી રહ્યો છે. યુનિવર્સીટીના ઇન્ચાર્જ કુલસચિવ, સોશિયોલોજી વિભાગના અધ્યાપક મધુકર ગાયકવાડ, તેમજ ફિજિક્સ વિભાગના અધ્યાપક વિભુતી જોષી પણ કોરોના સંક્રમિત થયા છે. જોકે, કોરોનાનાં આટલા કેસ નોંધાયા હોવા છતાં યુનિવર્સિટીના તમામ વિભાગો અને વહીવટી કામકાજ રાબેતા મુજબ ચાલુ છે. જેથી કર્મચારીઓમાં તેમજ વિદ્યાર્થીઓમાં પણ છુપો રોષ મળ્યો છે.

મીડિયાના અહેવાલો અનુસાર, સુશાસન દિવસની ઉજવણી બાદ કુલપતિ કે.એન.ચાવડાને શરદી–ખાંસીની સમસ્યા જોવા મળી હતી. ત્યારબાદ તેમનો RT-PCR ટેસ્ટ કરાવતા રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. જે બાદ તેમણે તેમના સંપર્કમાં આવેલા લોકોને ટેસ્ટ કરાવી લેવા માટે અપીલ કરી હતી.


કુલપતિ સંક્રમિત થતા 42 કર્મચારીઓના ટેસ્ટ કરાયા હતા

કુલપતિને કોરોના થતા યુનિવર્સીટીનાં કર્મચારીઓનાં કોરોના ટેસ્ટ કરવામાં આવતા અન્ય આઠ લોકો કોરોના સંક્રમિત હોવાનું જાણવા મળ્યું હતું. કુલપતિ બાદ યુનિવર્સિટીના ઇન્ચાર્જ કુલસચિવ જયદીપ ચૌધરી, એકાઉન્ટ વિભાગના કર્મચારી પંકજ ટંડેલ, કોમ્પ્યુટર સાયન્સ વિભાગના ડો. અપૂર્વ દેસાઈ, NSL નાં પ્રકાશ ચંદ્ર સહિત યુનિવર્સિટીના કુલ 10 જેટલા કર્મચારીઓ કોરોના સંક્રમિત હોવાનું જાણવા મળતા ખળભળાટ મચ્યો હતો.

VNSGU નાં કુલપતિ અને કુલસચિવ જ કોરોનાથી સંક્રમિત થઇ જતા છેલ્લી ઘડીએ એકેડમીક કાઉન્સીલ અને ફાયનાન્સની બેઠક રદ કરી દેવામાં આવી હતી. કુલપતિના પત્ની પણ કોરોનાથી સંક્રમિત થયા છે તો તેમના દીકરાનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top