ટ્વીટરના સીઈઓનું પદ પરથી રાજીનામુ, ભારતીય મૂળના આ વ્યક્તિ હશે નવા CEO

ટ્વીટરના સીઈઓનું પદ પરથી રાજીનામુ, ભારતીય મૂળના આ વ્યક્તિ હશે નવા CEO

11/30/2021 World

SidhiKhabar

SidhiKhabar

ટ્વીટરના સીઈઓનું પદ પરથી રાજીનામુ, ભારતીય મૂળના આ વ્યક્તિ હશે નવા CEO

માઈક્રોબ્લોગિંગ વેબસાઈટ ટ્વિટરના વર્તમાન સીઈઓ જેક ડોર્સીએ રાજીનામુ આપી દીધું છે, અને હવે ભારતીય મૂળના પરાગ અગ્રવાલ ટ્વિટરના આગામી ચીફ એક્ઝીક્યુટીવ ઓફિસર હશે. ડોર્સીએ જાહેરાત કરી છે કે તેઓ સોમવારે રાજીનામું આપશે. હાલ, પરાગ અગ્રવાલ ટ્વિટરના ચીફ ટેક્નોલોજી ઓફિસર (CTO) છે.

Twitter Inc.એ સોમવારે જણાવ્યું હતું કે, જેક ડોર્સીએ CEO પદ છોડવાનો નિર્ણય લીધો છે અને બોર્ડ ઓફ ડિરેક્ટર્સે સર્વસંમતિથી પરાગ અગ્રવાલને સીઈઓ અને બોર્ડના સભ્ય તરીકે નિયુક્ત કર્યા છે, જે તાત્કાલિક અસરથી અમલમાં આવશે. જોકે, પદ છોડ્યા પછી પણ ડોર્સી 2022માં તેમના કાર્યકાળના અંત સુધી બોર્ડમાં રહેશે. ડોર્સીએ તેમના રાજીનામાની જાહેરાત કરતા કહ્યું કે, તેમને ટ્વિટરના CEO તરીકે પરાગ પર વિશ્વાસ છે. છેલ્લા 10 વર્ષોમાં પરાગનું કામ પરિવર્તનકારી રહ્યું છે અને આ તેમનો નેતૃત્વ કરવાનો સમય છે.


ડોર્સી કંપનીના અનેક હોદ્દાઓ પર રહ્યા

ડોર્સી કંપનીના અનેક હોદ્દાઓ પર રહ્યા

ડોર્સીએ ટ્વિટર પર પોસ્ટ કરાયેલા એક સંદેશમાં કહ્યું કે, તેમણે કંપનીમાં લગભગ 16 વર્ષ સેવા આપ્યા પછી પદ છોડવાનો નિર્ણય લીધો છે. ડોર્સી કંપનીના કો-ફાઉન્ડર, ચેરમેનથી લઈને સીઈઓ સહિત એક્ઝિક્યુટિવ ચેરમેન સહિત અનેક હોદ્દા પર રહ્યા છે અને હવે તેમણે પદ છોડવાનો નિર્ણય કર્યો છે. ડોર્સી 2007માં ટ્વિટરના CEO બન્યા હતા, પરંતુ પછી પદ પરથી દૂર થયા બાદ 2015માં ફરી સીઈઓ બન્યા હતા.


IIT બોમ્બે અને સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના ભૂતપૂર્વ વિદ્યાર્થી પરાગ અગ્રવાલ 10 વર્ષ પહેલા ટ્વિટર સાથે જોડાયા હતા. ઓક્ટોબર ૨૦૧૧ માં તેઓ એડ એન્જિનિયર તરીકે ટ્વીટરમાં જોડાયા હતા પરંતુ ત્યારબાદ બહુ ટૂંકા સમયમાં તેઓ પ્રતિષ્ઠિત સોફ્ટવેર એન્જિનિયર બની ગયા હતા. ટ્વિટરે પરાગને વર્ષ ૨૦૧૭ માં ચીફ ટેકનોલોજી ઓફિસર નિયુક્ત કર્યા હતા.

ટ્વીટર સાથે જોડવા પહેલા તેમણે AT&T, માઈક્રોસોફ્ટ અને યાહૂમાં રિસર્ચ ઇન્ટર્નશિપ પણ કરી હતી. પરાગ અગ્રવાલ ત્રીજા ભારતીય મૂળના વ્યક્તિ છે જે પ્રખ્યાત કંપનીના સીઈઓ બન્યા હોય. નોંધનીય છે કે સુંદર પીચાઈ ગૂગલ અને સત્ય નડેલા માઈક્રોસોફ્ટના સીઈઓ તરીકે હાલ ફરજ બજાવી રહ્યા છે.


ટ્વિટરના શેરમાં 10% સુધીનો ઉછાળો

સામાન્ય રીતે શેરબજારમાં સુસ્ત રહેતા ટ્વિટરના શેરમાં સોમવારે સવારે ઉછાળો આવ્યો હતો. CNBCએ પ્રથમ વખત ડોર્સીના વિદાયની જાણ કર્યા પછી, જ્યારે માહિતી જાહેર થઈ ત્યારે ટ્વિટરના સ્ટોકમાં 10%નો ઉછાળો આવ્યો. તે જ સમયે, તેમના રાજીનામાની જાહેરાત પછી, ટ્વિટરના શેર સવારના ટ્રેડિંગમાં 5% વધીને $ 49.47 પર પહોંચી ગયા.


200 મિલિયન લોકો દરરોજ ટ્વિટરનો ઉપયોગ કરે છે

ટ્વિટર હાલમાં સૌથી લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પૈકીનું એક છે. જ્યારે ટ્વિટરમાં રાજકારણીઓ અને સેલિબ્રિટી જેવા ઉચ્ચ પ્રોફાઇલ વપરાશકર્તાઓ છે, તે પત્રકારોમાં પણ લોકપ્રિય છે. જો કે Twitter વપરાશકર્તાઓની દ્રષ્ટિએ ફેસબુક અને યુટ્યુબ જેવા જૂના હરીફો અને TikTok જેવા નવા પ્લેટફોર્મથી ઘણું પાછળ છે, ટ્વિટર હજુ પણ દરરોજ 200 મિલિયનથી વધુ સક્રિય વપરાશકર્તાઓ ધરાવે છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top