આખરે ત્રણેય કૃષિ કાયદાઓ વિધિવત રીતે રદ થયા, બિલ સંસદના બંને ગૃહોમાં પાસ

આખરે ત્રણેય કૃષિ કાયદાઓ વિધિવત રીતે રદ થયા, બિલ સંસદના બંને ગૃહોમાં પાસ

11/29/2021 Politics

SidhiKhabar

SidhiKhabar

આખરે ત્રણેય કૃષિ કાયદાઓ વિધિવત રીતે રદ થયા, બિલ સંસદના બંને ગૃહોમાં પાસ

નવી દિલ્હી: આખરે ત્રણ કૃષિ કાયદાઓ વિધિવત રીતે રદ થઈ ગયા છે. આજે સંસદના શિયાળુ સત્રના પહેલાં જ દિવસે સરકારે બંને ગૃહો લોકસભા અને રાજ્યસભામાં ખરડો રજૂ કર્યો હતો. ત્યારબાદ પહેલાં લોકસભા અને ત્યારબાદ હવે રાજ્યસભામાં ખરડો પસાર કરી દેવામાં આવ્યો છે અને તેની સાથે જ ત્રણેય કાયદાઓ રદ થઈ ગયા છે. 


પહેલાં લોકસભા ત્યારબાદ રાજ્યસભામાં ખરડો રજૂ થયો

આજે સંસદનું સત્ર શરૂ થતાની સાથે જ લોકસભામાં ખરડો રજૂ કરવામાં આવ્યો હતો. કૃષિમંત્રી નરેન્દ્ર તોમરે આ બિલ રજૂ કર્યું હતું.  જોકે, લોકસભામાં વિપક્ષે હોબાળો પણ ખૂબ મચાવ્યો હતો પરંતુ સરકારે બિલ પાસ કરાવી દીધું હતું. તેમજ રાજ્યસભામાં પણ આ બિલ પાસ થઈ ગયું છે. હવે રાષ્ટ્રપતિની મંજૂરી મળતાની સાથે જ કાયદાઓ રદ થઈ જશે.  જોકે, તે એકમાત્ર ઔપચારિકતા છે.

સંસદના બંને ગૃહોમાં આ બિલ હોબાળા વચ્ચે પસાર થયું હતું. બંને ગૃહોમાં કૃષિમંત્રીએ બિલ રજૂ કર્યું હતું અને તેણે ધ્વનિમતથી પાસ કરવામાં આવ્યું હતું. જોકે, આ દરમિયાન જ્યારે કૃષિ મંત્રીએ બિલ રજૂ કર્યું ત્યારે કોંગ્રેસી અને અન્ય વિપક્ષી સાંસદોએ નારાબાજી કરી હતી અને હોબાળો મચાવ્યો હતો. જેના કારણે લોકસભાની કાર્યવાહી આવતીકાલ ૧૧ વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી. 


છેલ્લા એક વર્ષથી આંદોલન ચાલી રહ્યું હતું

છેલ્લા એક વર્ષથી આંદોલન ચાલી રહ્યું હતું

ઉલ્લેખનીય છે કે ગત વર્ષે કેન્દ્ર સરકારે પસાર કરેલા ત્રણ કૃષિ કાયદાઓને લઈને છેલ્લા એક વર્ષથી ખેડૂત સંગઠનોનું આંદોલન ચાલી રહ્યું હતું. સરકાર અને ખેડૂતો વચ્ચે લગભગ ૧૧ રાઉન્ડની વાતચીત ચાલી હતી પરંતુ તેનું કોઈ સમાધાન નીકળ્યું ન હતું. ખેડૂતો ત્રણ કાયદાઓ રદ કરાવવા ઉપર અડગ હતા જ્યારે સરકાર સંશોધન કરવા પરંતુ કાયદાઓ રદ ન કરવા પર અડગ હતી. 

જોકે, થોડા દિવસો પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રણ કાયદાઓ પરત ખેંચવાનું એલાન કરીને આખા દેશને આશ્ચર્યમાં મૂકી દીધો હતો. તેમણે કહ્યું હતું કે સરકાર સંસદના શિયાળુ સત્રમાં કાયદાઓ રદ કરવા માટેનું બિલ લાવશે. ત્યારબાદ બિલને કેબિનેટની મંજૂરી અપાયા બાદ આજે સંસદના બંને ગૃહોમાં રજૂ કરી પાસ કરવામાં આવ્યાં હતા. હવે, રાષ્ટ્રપતિના હસ્તાક્ષર સાથે જ કાયદાઓ નાબૂદ થઈ જશે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top