Surat : માલિકે જાહેરમાં નગ્ન કરતાં વર્કરે કરી હતી આત્મહત્યા, 56 દિવસ બાદ થયો ખુલાસો

Surat : માલિકે જાહેરમાં નગ્ન કરતાં વર્કરે કરી હતી આત્મહત્યા, 56 દિવસ બાદ થયો ખુલાસો

11/26/2022 Gujarat

SidhiKhabar

SidhiKhabar

Surat : માલિકે જાહેરમાં નગ્ન કરતાં વર્કરે કરી હતી આત્મહત્યા, 56 દિવસ બાદ થયો ખુલાસો

ગુજરાત ડેસ્ક : સુરતમાં ડાઇમંડ ફેક્ટરીમાં કામદારે કરેલી આત્મહત્યા મામલે નવો વળાંક સામે આવ્યો છે. સુરતના કાપોદ્રા વિસ્તારમાં ડાયમંડ ફેક્ટરીમાં હાર્દિક નામના કામદારે આત્મહત્યા કરી લીધી હતી. બિલ્ડીંગ પરથી મોતની છલાંગ લગાવી આત્મહત્યા કરવાના 56 દિવસ બાદ આ મામલે ચોંકાવનારો ખુલાસો થયો છે. ફેક્ટરીના માલિક અને અન્ય બે લોકોએ કથિત રીતે તે કામદારને નગ્ન કર્યો હતો, જેના કારણે તેણે આત્મહત્યા કરી લીધી હોવાનું સામે આવ્યું છે. જે બાદ પોલીસે ફેક્ટરી માલિક સહિત ત્રણ સામે ગુનો નોંધવાની ફરજ પડી છે.


કારણ જાણવા પ્રયાસ કર્યા

કારણ જાણવા પ્રયાસ કર્યા

ભાવનગરના વતની કિરણ નાવડિયાએ તેના ભાઈની આત્મહત્યા બાદ કારણ જાણવા પ્રયાસ કર્યા હતા. આ સાથે જ તે આત્મહત્યાની ઘટનાના સીસીટીવી ફૂટેજ લાવ્યા બાદ સુરત પોલીસે ફેક્ટરી માલિક સામે આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો નોંધ્યો હતો. પોલીસે ફેક્ટરીના માલિક જિજ્ઞેશ ચાલોડિયા અને અન્ય બે મેનેજર સામે ગુનો નોંધ્યો હતો. ડાયમંડ વર્કર હાર્દિકના નાના ભાઈ કિરણે સીસીટીવી ફૂટેજ લાવ્યા બાદ આ સમગ્ર મામલે નવો જ ખુલાસો સામે આવ્યો છે. આ ખુલાસા અગાઉ 56 દિવસ પહેલા સુરતના કાપોદ્રા વિસ્તારમાં યોગી જેમ્સ નામની હીરા ફેક્ટરીની બિલ્ડીંગ પરથી મોતની છલાંગ લગાવીને આત્મહત્યા કરી હતી.


વર્કર પર ચોરીનો આરોપ લગાવી નગ્ન કર્યો હતો

કિરણ નાવડિયા અનુસાર, કારખાનાના માલિક અને બે મેનેજરોએ ચોરીનો આરોપ લગાવતા અન્ય કર્મચારીઓની સામે તેના ભાઈને નગ્ન કર્યા હતા. આ વાત તેને લાગી આવી હતી અને બાદમાં તે આત્મહત્યા દ્વારા મૃત્યુ પામ્યો હતો. એક મહિલાએ કિરણને જાણ કરી હતી કે તેનો ભાઈ કારખાનામાં લપસી ગયો હોવાથી તેનું મૃત્યુ થયું છે. બાદમાં તેને ખબર પડી કે તેના ભાઈ હાર્દિક પર ચોરીનો આરોપ હતો અને તેને ફેક્ટરી માલિક જિજ્ઞેશ દ્વારા નગ્ન કરી દેવામાં આવ્યો હતો.


પોલીસે આત્મહત્યા માટે ઉશ્કેરવાનો ગુનો દાખલ કર્યો નહોતો

પોલીસે આત્મહત્યા માટે ઉશ્કેરવાનો ગુનો દાખલ કર્યો નહોતો

આત્મહત્યા બાદ પોલીસે માત્ર અકસ્માત મૃત્યુનો કેસ નોંધ્યો હતો અને આત્મહત્યા માટે ઉશ્કેરવાનો ગુનો દાખલ કર્યો નહોતો. ઉપરાંત ફેક્ટરી માલિક અને બે મેનેજરોએ આગોતરા જામીન માટે અરજી કરી હતી. આ દરમિયાન કિરણે ઘટનાના સીસીટીવી ફૂટેજ મેળવી પોલીસને આપ્યા હતા. જે બાદ કિરણે આ કેસમાં વધુ તપાસ માટે કોર્ટમાં અરજી કરી હતી. તેની અરજીને પગલે કોર્ટે યોગી જેમ્સના માલિક અને તેના બે મેનેજરો સામે પોલીસને એફઆઈઆર નોંધવાનો આદેશ આપ્યો છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top