શું આલિયા-રણબીરના ઘરે બંધાવા જઈ રહ્યું છે પારણું? અલ્ટ્રાસાઉન્ડનો ફોટો શેર કરી આલિયાએ ફેન્સને ચ

શું આલિયા-રણબીરના ઘરે બંધાવા જઈ રહ્યું છે પારણું? અલ્ટ્રાસાઉન્ડનો ફોટો શેર કરી આલિયાએ ફેન્સને ચોંકાવ્યા

06/27/2022 Glamour

SidhiKhabar

SidhiKhabar

શું આલિયા-રણબીરના ઘરે બંધાવા જઈ રહ્યું છે પારણું? અલ્ટ્રાસાઉન્ડનો ફોટો શેર કરી આલિયાએ ફેન્સને ચ

બોલિવૂડ અભિનેત્રી આલિયા ભટ્ટ માતા બનવાની છે. તેણે પોતાના સોશિયલ મીડિયા પર આ સારા સમાચાર શેર કર્યા છે. આલિયાએ અલ્ટ્રાસાઉન્ડના ફોટો સાથે ચાહકોને આ ખુશખબર આપી છે. આ ફોટામાં આલિયા ખૂબ જ ખુશ દેખાઈ રહી છે અને તેની સાથે પતિ રણબીર કપૂર પણ હાજર છે. આ સમાચાર સામે આવતાની સાથે જ આલિયા અને રણબીરને અભિનંદન પાઠવતા લોકોનો ધસારો જોવા મળ્યો હતો.


આલિયા ભટ્ટે પોસ્ટના કેપ્શનમાં લખ્યું- 'અમારું બાળક... ટૂંક સમયમાં આવી રહ્યું છે'. આ સાથે આલિયાએ સિંહનો ફોટો શેર કર્યો છે. આ સમાચાર સામે આવતા જ લોકોએ કમેન્ટ કરીને કપલને અભિનંદન આપવાનું શરૂ કર્યું. આ સમાચારથી ફેન્સ ખૂબ જ ખુશ અને ઉત્સાહિત છે.


આલિયા અને રણબીરે 14 એપ્રિલ 2022ના રોજ લગ્ન કર્યા હતા. બંનેના લગ્ન એકદમ સાદાઈથી થયા હતા પરંતુ ઘણી ચર્ચામાં રહ્યા હતા. આ દિવસોમાં બંને તેમની મોસ્ટ અવેટેડ ફિલ્મ બ્રહ્માસ્ત્રના પ્રમોશનમાં વ્યસ્ત છે. તેમની આ ફિલ્મને બનાવવામાં લગભગ 9 વર્ષ લાગ્યા હતા. થોડા દિવસો પહેલા તેનું ટ્રેલર રિલીઝ થયું હતું, જેને જોઈને ફેન્સ ખૂબ જ ઉત્સાહિત હતા. લોકો આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top