રાજ્યની શાળાઓ માટે શૈક્ષણિક કેલેન્ડર જાહેર : 245 દિવસ શૈક્ષણિક કાર્ય થશે, આટલી રજાઓ મળશે

રાજ્યની શાળાઓ માટે શૈક્ષણિક કેલેન્ડર જાહેર : 245 દિવસ શૈક્ષણિક કાર્ય થશે, આટલી રજાઓ મળશે

08/17/2021 Education

SidhiKhabar

SidhiKhabar

રાજ્યની શાળાઓ માટે શૈક્ષણિક કેલેન્ડર જાહેર :  245 દિવસ શૈક્ષણિક કાર્ય થશે, આટલી રજાઓ મળશે

ગાંધીનગર: રાજ્યમાં કોરોનાની બીજી લહેર શાંત થતા જ તબક્કાવાર શાળાઓ શરૂ કરવામાં આવી રહી છે. સરકારે પહેલા ધોરણ ૧૨ અને ત્યારબાદ ૯ થી ૧૧ નાં ધોરણોનાં પણ વર્ગો શરૂ કરી દીધા છે. ત્યારે હવે રાજ્યની શાળાઓ માટે નવા શૈક્ષણિક સત્ર માટે કેલેન્ડર જારી કરવામાં આવ્યું છે.

રાજ્યમાં 7મી જૂનથી સ્કૂલોમાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો હતો. સ્કૂલોમાં પ્રથમ સત્રમાં અભ્યાસના 117 દિવસ રહેશે. જયારે બીજા સત્રમાં 136 દિવસનું શૈક્ષણિક કામકાજ થશે. સ્થાનિક રજાઓને બાદ કરતાં વર્ષ દરમિયાન 245 દિવસનું શૈક્ષણિક કાર્ય થશે તેમ જણાવવામાં આવ્યું છે. પ્રથમ સત્ર 30 ઓક્ટોબર સુધી ચાલશે. ત્યારબાદ દર વર્ષની જેમ 21 દિવસનું દિવાળી વેકેશન જાહેર કરવામાં આવશે. જયારે બીજા સત્રનો પ્રારંભ 22 નવેમ્બરથી થઇ શકે છે. સરકારે વર્ષ દરમિયાન કુલ 80 રજાઓ નક્કી કરી છે. જેમાં સ્થાનિક રજા ઉપરાંત જાહેર રજા, ઉનાળું અને દિવાળી વેકેશનનો સમાવેશ થાય છે.

હાલ સ્કૂલોમાં પ્રથમ સત્રનું શૈક્ષણિક કાર્ય ચાલી રહ્યું છે. પ્રથમ સત્રમાં અભ્યાસના 117 દિવસો રહેશે. જેમાં જૂનમાં 20, જુલાઈના 26, ઓગસ્ટના 23, સપ્ટેમ્બેરના 25, અને ઓક્ટોબરના 23 દિવસોનો સમાવેશ થાય છે.

બીજા સત્રની શરૂઆત 22 નવેમ્બરથી થઇ શકે છે. જેમાં અભ્યાસના 136 દિવસ રહેશે. નવેમ્બરના 8, ડિસેમ્બરના 26, જાન્યુઆરીના 24, ફેબ્રુઆરીના 24, માર્ચના 25, એપ્રિલના 23 અને મે ના 6  દિવસ મળીને કુલ 136 દિવસનું શૈક્ષણિક કાર્ય થશે. આમ પ્રથમ અને બીજા સત્રના મળીને કુલ 253 દિવસનું સ્કૂલોમાં શૈક્ષણિક કાર્ય થશે. જેમાં આઠ દિવસની સ્થાનિક રજાઓને બાદ કરતાં અભ્યાસના 245 દિવસો બાકી રહેશે.

સમગ્ર વર્ષ દરમિયાન કુલ રજાઓ 80 દિવસની રહેશે

7મી  મેના રોજ બીજું સત્ર પૂર્ણ થયા બાદ 9મી મે થી ઉનાળું વેકેશન જાહેર કરવામાં આવશે. 35 દિવસનું ઉનાળું વેકેશન 13 જૂન,2022 સુધી ચાલશે. રાજ્યમાં કોરોનાની સ્થિતિને લઈને આ કેલેન્ડરમાં ફેરફારો થઇ શકે છે. હાલ માત્ર સંભવિત તારીખ જાહેર કરવામાં આવી છે. સ્કૂલોમાં સ્થાનિક રજાઓ ઉપરાંત 21 દિવસનું દિવાળી વેકેશન અને 35 દિવસનું ઉનાળું વેકેશન રહેશે. જયારે 16 જાહેર રજાઓ વર્ષ દરમિયાન આવશે. સમગ્ર વર્ષ દરમિયાન કુલ રજાઓ 80 દિવસની રહેશે. નિયમ મુજબ વર્ષ દરમિયાન 80થી વધુ રજાઓ ન થવી જોઈએ. જેથી આ મુજબનું માળખું નક્કી કરવામાં આવ્યું છે.   


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top