ધોરણ ૬થી ૮ના વર્ગો શરુ કરવા બાબતે આજે સાંજ સુધીમાં મહત્વનો નિર્ણય લેવાય શકે છે!

ધોરણ ૬થી ૮ના વર્ગો શરુ કરવા બાબતે આજે સાંજ સુધીમાં મહત્વનો નિર્ણય લેવાય શકે છે!

08/18/2021 Education

SidhiKhabar

SidhiKhabar

ધોરણ ૬થી ૮ના વર્ગો શરુ કરવા બાબતે આજે સાંજ સુધીમાં મહત્વનો નિર્ણય લેવાય શકે છે!

ગાંધીનગર : કોરોના કેસીસમાં થયેલા જંગી ઘટાડાને પગલે નિષ્ણાંતો માને છે કે બીજી લહેર આથમી ચૂકી છે. મોટા ભાગના ધંધા-રોજગાર પણ શરુ થઇ ગયા છે. સરકારે મર્યાદિત સંખ્યા સાથે સામાજિક મેળાવડાઓની પરમિશન પણ આપી છે. આવા સંજોગોમાં શાળાઓ અંગે શું કરવું એની ગૂંચવણ લાંબા સમયથી પ્રવર્તી રહી હતી. યુનિવર્સીટીમાં ભણતા વિદ્યાર્થીઓની તો ઓનલાઈન અને ઓફલાઈન પરીક્ષાઓ પણ યોજાઈ ગઈ. પરંતુ ખરો પ્રશ્ન પ્રાયમરી સ્કુલમાં ભણતા બાળકો અંગેનો છે.

મહામારીના સમયગાળામાં સ્વાભાવિકપણે માતાપિતાને પોતાના ભુલકાની ચિંતા થાય જ. બીજી તરફ શાળાઓ ક્યાં સુધી બંધ રાખવી, અને આખા તંત્રને ક્યાં સુધી સ્થગિત રાખવું, એ પણ એક વિચારણા માંગી લેતો પ્રશ્ન છે. આ બાબતે ગુજરાત સરકાર આજે જાહેરાત કરી શકે છે.

ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ ઓછું થતા શિક્ષણ વિભાગ દ્વારા એક પછી એક વર્ગો ઓફલાઇન શરૂ કરવામાં આવી રહ્યા છે. ત્યારે રાજ્યની રૂપાણી સરકાર આજે સાંજ સુધીમાં ધોરણ ૬ થી ૮ના ઓફલાઇન કલાસ શરૂ કરવા મુદ્દે નિર્ણય લઇ શકે છે. આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળી હતી. આ બેઠકમાં શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા પણ ઉપસ્થિત રહ્યા હતા શિક્ષણ વિભાગના મહત્વના પ્રશ્નો પર ચર્ચા કરવામાં આવી હતી. એ સિવાય આ બેઠકમાં કોરોનાની ત્રીજી લહેર, 5મી સપ્ટેમ્બરે શિક્ષક દિન નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગુજરાત મુલાકાત તેમજ ધોરણ ૬ થી ૮ની સ્કૂલો શરૂ કરવા મુદ્દે ચર્ચા થઈ હતી. આ ઉપરાંત ગઈ કાલે મુખ્યમંત્રી નિવાસસ્થાને પણ મહત્વપૂર્ણ બેઠક મળી હતી. કેબિનેટ બેઠક પૂર્ણ થયા બાદ પણ શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ પોતાની ચેમ્બરમાં અધિકારીઓ સાથે મીટિંગ કરીને ચર્ચા કરી હતી.


આ અગાઉ શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ પ્રાથમિક સ્કુલ્સ શરુ કરવા અંગે મહત્વનું નિવેદન આપ્યું હતું. પત્રકારો સાથેની વાતચીત દરમિયાન તેમણે જણાવ્યું હતું કે ૧૫મી ઓગસ્ટ બાદ પ્રાથમિક શાળાઓ ફરી શરુ કરવા બાબતે યોગ્ય નિર્ણય લેવામાં આવશે. તેમણે શાળાઓ તબક્કાવાર ખોલવા બાબતે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાથે પણ ચર્ચા કરી હતી.

આ મુદ્દે આજે સાંજ સુધીમાં આખરી નિર્ણય લેવાઈ જશે એવી સંભાવના છે. સૂત્રો જણાવે છે કે આ નિર્ણય આરોગ્ય મંત્રાલયની સલાહ મુજબ લેવામાં આવશે. એવી ધારણા છે કે જન્માષ્ટમી બાદ ધોરણ ૬ થી ૮ના વર્ગો શરુ કરવામાં આવશે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top