વિદ્યાર્થીઓને મોટો ઝાટકો : NEET પરીક્ષા નિયત સમયે જ યોજાશે, સુપ્રીમ કોર્ટે આપ્યો આ ચુકાદો

વિદ્યાર્થીઓને મોટો ઝાટકો : NEET પરીક્ષા નિયત સમયે જ યોજાશે, સુપ્રીમ કોર્ટે આપ્યો આ ચુકાદો

09/06/2021 Education

SidhiKhabar

SidhiKhabar

વિદ્યાર્થીઓને મોટો ઝાટકો : NEET પરીક્ષા નિયત સમયે જ યોજાશે, સુપ્રીમ કોર્ટે આપ્યો આ ચુકાદો

નવી દિલ્હી: NEET પરીક્ષાની તારીખ બદલવાની માગ કરતી વિદ્યાર્થીઓની અરજી ફગાવી દઈને સુપ્રીમ કોર્ટે નિર્ણય આપતા કહ્યું છે કે પરીક્ષા નિયત સમયે એટલે કે 12 સપ્ટેમ્બરે જ યોજાશે. સુપ્રીમ કોર્ટે CBSE કમ્પાર્ટમેન્ટ પરીક્ષાઓની ઘોષણા બાદ નીટ પરીક્ષા સ્થગિત કરીને નવેસરથી આયોજન કરવા માટેની માગ કરતી અરજી ફગાવી દીધી હતી. કોર્ટે કહ્યું કે, 16 લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપે છે. માત્ર કેટલાક વિદ્યાર્થીઓની અરજી પર તેને ટાળી શકાય નહીં.

જસ્ટિસ એએમ ખાનવિલકર, જસ્ટિસ ઋષિકેશ રોય અને જસ્ટિસ સીટી રવિકુમારની બેન્ચે જણાવ્યું હતું કે, અમે આ અરજી પર વિચારણા કરીશું નહીં. અમે અનિશ્ચિતતા નથી ઈચ્છતા. પરીક્ષા યોજાવી જોઈએ. નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ 3 સપ્ટેમ્બરના રોજ બેન્ચ સમક્ષ સ્પષ્ટતા કરી હતી કે સીબીએસઈના પરિણામો ત્યાં સુધી જાહેર કરવામાં નહીં આવે તે છતાં વિદ્યાર્થીઓને પરીક્ષામાં બેસવા દેવામાં આવશે.


આ છે વિવિધ પરીક્ષાની તારીખો

NEET : 12 સપ્ટેમ્બર

CBSE ધોરણ 12 ઇમ્પ્રૂવમેન્ટ એન્ડ ક્મ્પાર્ટમેન્ટ પરીક્ષા : 25 ઓગસ્ટથી 15 સપ્ટેમ્બર

ICAR AIEEA 2021 UG : 7, 8 અને 13 સપ્ટેમ્બર

કર્ણાટક CoMEDK : 14 સપ્ટેમ્બર

ઓરિસ્સા JEE : 6 થી 18 સપ્ટેમ્બર

કેટલાક વિદ્યાર્થીઓ તરફથી કોર્ટને કહેવામાં આવ્યું હતું કે 13 સપ્ટેમ્બરના રોજ ICAR ની પરીક્ષા NEET પરીક્ષાના ઠીક એક દિવસ બાદ યોજાશે અને વિદ્યાર્થીઓ એક જ દિવસમાં એક કેન્દ્રથી બીજા કેન્દ્ર સુધી જઈ શકશે નહીં. તેમજ CBSE ના ગણિત વિષયનું પેપર પણ 13 સપ્ટેમ્બરે હશે. આ સંજોગોમાં NEET સ્થગિત કરવામાં આવે.


‘અમારા માધ્યમનો ઉપયોગ એજન્સી પર દબાણ વધારવા ન કરો’ : કોર્ટ

કોર્ટે આ અંગે વિદ્યાર્થીઓને કહ્યું છે કે તેઓ NTA સામે પોતાની રજૂઆતો કરે. કોર્ટે કહ્યું, ‘કોર્ટના અમારા માધ્યમનો ઉપયોગ સરકારી એજન્સી ઉપર દબાણ લાવવા માટે ન કરવામાં આવે તે જરૂરી છે. અમે 16 લાખ વિદ્યાર્થીઓને મહેનત અને કેન્દ્ર સરકારની આટલી તૈયારીઓને અવગણીને પરીક્ષા ટાળી શકતા નથી. તે પણ એવા સમયે જ્યારે પરીક્ષાર્થીઓને પરીક્ષા ખંડમાં પ્રવેશ મેળવવા માટેના એડમિટ કાર્ડ પણ મળી ગયા હોય.

કોર્ટે કહ્યું કે, અમે કામચલાઉ ધોરણે કમ્પાર્ટમેન્ટ વાળા વિદ્યાર્થીઓને NEET પરીક્ષા આપવાની પરવાનગી આપી શકીએ છીએ. અરજદાર શોએબ આલમે જણાવ્યું કે ગત વર્ષે JEE પરીક્ષાને પણ રદ કરવામાં આવી હતી અને સુપ્રીમ કોર્ટે પરીક્ષાથી વંચિત રહેનારા વિદ્યાર્થીઓ માટે અલગથી પરીક્ષા કરાવવાનો આદેશ આપ્યો હતો. આ વખતે પણ એવું કરવામાં આવે. જેની ઉપર સોલિસિટર જનરલે કહ્યું કે, ગત વખતે લોકડાઉન લાગુ હતું, આ વર્ષે એવું નથી. કોર્ટે અરજદારને કહ્યું કે તેઓ NTA પાસે જાય, કોર્ટ આ માટે કોઈ આદેશ પારિત નહીં કરે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top