ઉદ્ધવ ઠાકરે શા માટે BJP પર આકરા પ્રહારો કરી રહ્યા છે?

ઉદ્ધવ ઠાકરે શા માટે BJP પર આકરા પ્રહારો કરી રહ્યા છે?

10/18/2021 Politics

SidhiKhabar

SidhiKhabar

ઉદ્ધવ ઠાકરે શા માટે BJP પર આકરા પ્રહારો કરી રહ્યા છે?

વિજયાદશમીના દિવસે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી અને શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ દશેરા રેલીમાં પોતાના સંબોધનમાં BJP પર સીધુ નિશાન સાધ્યું હતું. પોતાના સંબોધનમાં તેમણે કહ્યું કે ભાજપની સત્તાની ભૂખ એક વ્યસન જેવી બની ગઈ છે. તેમણે ભાજપને પડકાર ફેક્યો કે, 'BJP રાજ્યમાં વર્તમાન ગઠબંધન સરકારને નીચે લાવીને બતાવે.' ઉદ્ધવ ઠાકરેએ હિન્દુત્વ અને કેન્દ્રીય એજન્સીઓની કામગીરી વગેરેને મુદ્દો બનાવી ભારતીય જનતા પાર્ટી પર હુમલો કર્યો.


ઉદ્ધવે કહ્યું, 'હું ફકીર નથી જે થેલો લઈને ચાલવા લાગશે'

ઉદ્ધવે કહ્યું, 'હું ફકીર નથી જે થેલો લઈને ચાલવા લાગશે'

તેમણે કહ્યું, 'જ્યારે અમે તમારી સાથે હતા ત્યારે અમે સારા હતા. ED નો ઉપયોગ ન કરો. સામેથી હુમલો કરો. અમારી સરકારને અસ્થિર કરવાના તમામ પ્રયાસો છતાં, આવતા મહિને અમારી સરકાર કાર્યકાળના બે વર્ષ પૂરા કરી રહી છે. હું તમને પડકારું છું કે, તેને ઉથલાવી દો'

તેમણે વડાપ્રધાન મોદી પર કટાક્ષ કરતા કહ્યું કે, 'હું ફકીર નથી જે થેલો લઈને ચાલવા લાગશે.'

મહારાષ્ટ્રમાં આવકવેરા વિભાગના છાપા અને 'સાવરકર અને ગાંધી' પર તાજેતરમાં બનેલી ઘટનાઓને ધ્યાનમાં રાખીને, તેમના નિવેદનને રસપ્રદ રીતે જોવામાં આવી રહ્યું છે.


ભાજપ ન તો વીડી સાવરકર અને ન મહાત્મા ગાંધીને સમજી છે

તેમણે કોંગ્રેસના નેતા હર્ષવર્ધન પાટીલના ભાજપમાં જોડાવાની ઘટના પર એક ટીવી જાહેરાતની નકલ કરતા કહ્યું કે, હર્ષવર્ધન પાટીલ ભાજપમાં જોડાયા બાદ બોલી રહ્યા છે, 'પહેલા હું સૂઈ શકતો ન હતો, દરવાજા પર ઠકઠક થતી તો હું ગભરાઈ જતો હતો, પછી હું ભાજપમાં ગયો. હવે હું કુંભકર્ણની જેમ ઉઘું છું.' ઠાકરેએ પોતાના સંબોધનમાં રાજનાથ સિંહની સલાહ પર સાવરકરની દયા અરજીના મુદ્દે કહ્યું કે ભાજપ ન તો વીડી સાવરકર અને ન મહાત્મા ગાંધીને સમજી છે. રાજકીય રીતે આ પહેલીવાર છે જ્યારે ઉદ્ધવ ઠાકરેએ BJP પર આ રીતે સીધો હુમલો કર્યો છે.

BBC મરાઠીએ કેટલાક રાજકીય વિશ્લેષકો સાથે તેમના ભાષણની રાજકીય અસરો અને ભાજપ પર લગાવવામાં આવેલા આરોપો જાણવા માટે વાત કરી હતી.


અપનાવી બાળ ઠાકરેની શૈલી

અપનાવી બાળ ઠાકરેની શૈલી

વરિષ્ઠ રાજકીય વિશ્લેષક હેમંત દેસાઈએ કહ્યું કે ઉદ્ધવ ઠાકરેનું ભાષણ અત્યંત આક્રમક હતું. તેમણે કહ્યું, 'ઉદ્ધવ ઠાકરેએ તેમના ભાષણમાં ઘણા મુદ્દાઓ વિશે વાત કરી, એક રીતે તેઓ ખૂબ જ સમાવિષ્ટ હતા. પરંતુ તેમનું વલણ શિવસેના જેવું અથવા એમ કહો કે બાળ ઠાકરે જેવું હતું.' તે જ સમયે, વરિષ્ઠ પત્રકાર વિજય ચોરમરેના જણાવ્યા અનુસાર, ઉદ્ધવ ઠાકરે પ્રથમ વખત આત્મવિશ્વાસથી ભરેલા દેખાયા હતા, જેનો અત્યાર સુધી તેમને અભાવ હતો.

વિજય ચોરમરેએ કહ્યું, 'બે વર્ષ સુધી સરકાર ચલાવ્યા બાદ મુખ્યમંત્રીમાં આત્મવિશ્વાસ દેખાઈ રહ્યો છે. તેમણે વિજયાદશમીના બે દિવસ પહેલા ચિપ્પી એરપોર્ટના ઉદ્ઘાટન વખતે પણ આવું જ સંબોધન આપ્યું હતું. દશેરા રેલી દરમિયાન પણ તેઓ આક્રમક દેખાતા હતા.' વિજય ચોરમરેના મતે, ઉદ્ધવ ઠાકરેના આત્મવિશ્વાસથી સ્પષ્ટ થાય છે કે તેમની સરકારને ક્યાંયથી કોઈ ખતરો નથી.

તે જ સમયે, વરિષ્ઠ રાજકીય પત્રકાર દીપક ભટુસેએ કહ્યું કે, 'રાજ્યમાં ચર્ચાઓ ચાલી રહી હતી કે રાજ્યમાં એજન્સીઓ દ્વારા સતત છાપા પડવાના કારણે ઉદ્ધવ ઠાકરે દબાણ હેઠળ છે, પરંતુ ઉદ્ધવ ઠાકરેના ભાષણ પરથી સ્પષ્ટ છે કે ગમે તેટલા દબાણમાં પણ તેઓ ભાજપ સાથે નહીં જોડાય.'

 


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top