Video:ધોની પાસેથી ખાસ ગિફ્ટ મળ્યા બાદ વાયરલ થઈ નાનકડી છોકરી, જણાવ્યું શું છે તેનું સપનું

Video:ધોની પાસેથી ખાસ ગિફ્ટ મળ્યા બાદ વાયરલ થઈ નાનકડી છોકરી, જણાવ્યું શું છે તેનું સપનું

04/20/2024 Sports

SidhiKhabar

SidhiKhabar

Video:ધોની પાસેથી ખાસ ગિફ્ટ મળ્યા બાદ વાયરલ થઈ નાનકડી છોકરી, જણાવ્યું શું છે તેનું સપનું

ચેન્નાઈ સુપર કિંગ્સના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ મુંબઈ ઈન્ડિયન્સ વિરુદ્ધ વિસ્ફોટક ઇનિંગ રમી હતી. ધોનીએ 4 બૉલમાં નોટ આઉટ 20 રનની ઇનિંગ રમી હતી. હાર્દિકના બૉલ પર સતત 3 સિક્સ લગાવ્યા હતા. ડ્રેસિંગ રૂપમાં પરત જતી વખત ધોનીએ વધુ એક ચમત્કાર કર્યો હતો. ધોનીએ એક છોકરીને બૉલ આપીને ફેન્સનું દિલ જીતી લીધું હતું. હવે એ નાનકડી છોકરીએ ધોની માટે પોતાના તોતળા અવાજમાં સુંદર મેસેજ આપ્યો છે.


ક્રિકેટર બનવા માગે છે મેહર

ક્રિકેટર બનવા માગે છે મેહર

સ્ટાર સ્પોર્ટસે નાનકડી છોકરીઓનો એક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. આ વીડિયોમાં આ છોકરીએ પોતાનું નામ મેહર બતાવ્યું છે. મેહરે કહ્યું કે, તે જ એ લકી છોકરી છે જેને ધોની અંકલે બૉલ આપ્યો હતો. આ દરમિયાન મેહરે ધોનીના નંબરવાળી જર્સી પણ પહેરી રાખી હતી. મહરે કહ્યું કે, મારું નામ મેહર છે. હું જ એ લકી ગર્લ છું, જેને ધોની અંકલે આ બૉલ આપ્યો હતો. હું ક્રિકેટ રમુ છું અને મારું સપનું છે કે હું ભારત માટે રમીશ તો આ બૉલ કોઈને ગિફ્ટ કરી દઇશ.


ચેન્નાઈને લખનૌ સામે મળી હાર

ચેન્નાઈને લખનૌ સામે  મળી હાર

ઉલ્લેખનીય છે કે શુક્રવારે ચેન્નાઈ સુપર કિંગ્સની મેચ લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે રમાઈ હતી. ચેન્નાઈ સુપર કિંગ્સે પહેલા બેટિંગ કરતાં બોર્ડ પર 176 રન લગાવ્યા હતા. આ મેચમાં ધોનીએ 9 બોલમાં 28 રન બનાવ્યા હતા, પરંતુ લખનૌ સુપર જાયન્ટ્સના કેપ્ટન કે.એલ. રાહુલ અને ક્વિન્ટન ડી કોકે શાનદાર શરૂઆત આપી. જેના કારણે લખાનઔએ આ મેચ 2 વિકેટ ગુમાવીને એક ઓવર બાકી રહેતા જીત હાંસલ કરી લીધી હતી.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top