PM Modi ને મળવા પહેલા વિજેતા ભારતીય ટીમના આ ખેલાડીઓએ કર્યું કંઈક એવું જે જોઈને લોકો હસી હસીને મ

PM Modi ને મળવા પહેલા વિજેતા ભારતીય ટીમના આ ખેલાડીઓએ કર્યું કંઈક એવું જે જોઈને લોકો હસી હસીને મોજ લઇ રહ્યા છે! જુઓ વિડીયો

07/04/2024 Sports

SidhiKhabar

SidhiKhabar

PM Modi ને મળવા પહેલા વિજેતા ભારતીય ટીમના આ ખેલાડીઓએ કર્યું કંઈક એવું જે જોઈને લોકો હસી હસીને મ

વર્લ્ડ ચેમ્પિયન ઘરે આવી ગયો છે. ટીમ ઈન્ડિયા ઘરે આવી ગઈ છે, આવી સ્થિતિમાં જોરદાર ઉજવણી થાય એ જરૂરી પણ છે અને સ્વાભાવિક પણ છે. ટીમ ઇન્ડિયાના ચાહકો એમાં કોઈ કસર નથી છોડવાના. આજે સાંજે ખુદ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ટીમ ઇન્ડિયાને મળીને અભિવાદન કરવાના છે. પરંતુ એ પહેલા જ ટીમ ઇન્ડિયાના બે ખેલાડીઓ પોતાના ફેન્સની સાથે એવા જોશમાં આવી ગયા છે, જેમને જોઈને લોકો મોજ લઇ રહ્યા છે.


ટીમ ઈન્ડિયાએ બાર્બાડોસથી T20 વર્લ્ડ કપની ઝળહળતી ટ્રોફી સાથે પોતાના દેશમાં પ્રવેશ કર્યો છે. ટીમ ઈન્ડિયાનું સ્પેશિયલ પ્લેન 4 જુલાઈના રોજ સવારે 6 વાગ્યે દિલ્હી એરપોર્ટ પર લેન્ડ થયું હતું. હોટલમાં ચાહકોએ સંગીતનાં સાધનો વડે ભારતીય ખેલાડીઓનું સ્વાગત કર્યું હતું. આ પછી, ટીમ ઇન્ડિયા એરપોર્ટથી ટીમ હોટલ માટે રવાના થઈ, જ્યાંથી તે પીએમ મોદીને મળવા માટે આગળ વધી. પરંતુ, આ બધા વચ્ચે કંઈક એવું બન્યું જે જોઈને ભારતના ક્રિકેટ પ્રેમીઓને મોજ પડી જાય! ભારતીય ચાહકોએ તેમના ચેમ્પિયન સ્ટાર્સની માત્ર એક ઝલક જ જોઈ ન હતી પરંતુ તેમને ડ્રમના બીટ પર ભાંગડા કરતા પણ જોયા હતા.

ટીમ ઈન્ડિયાના સિનિયર કહેવાતા સ્ટાર ખેલાડીઓનો આ જ ભાંગડા ડાન્સ હવે સોશિયલ મીડિયા પર લોકપ્રિય થઈ રહ્યો છે. રોહિત શર્મા અને હાર્દિક પંડ્યા જેવા ભારતીય જીતના હીરો પીએમ મોદીને મળવા જતા પહેલા ભારતીય ખેલાડીઓને આવકારવા માટે વગાડવામાં આવતા ડ્રમના તાલે નાચવાથી પોતાને રોકી શક્યા ન હતા.



તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top