ICCએ T20 વર્લ્ડ કપ માટે ટીમ ઓફ ધ ટૂર્નામેન્ટની કરી જાહેરાત, કોહલી બહાર, આટલા ભારતીય ખેલાડીઓને મ

ICCએ T20 વર્લ્ડ કપ માટે ટીમ ઓફ ધ ટૂર્નામેન્ટની કરી જાહેરાત, કોહલી બહાર, આટલા ભારતીય ખેલાડીઓને મળી જાહેરાત

07/01/2024 Sports

SidhiKhabar

SidhiKhabar

ICCએ T20 વર્લ્ડ કપ માટે ટીમ ઓફ ધ ટૂર્નામેન્ટની કરી જાહેરાત, કોહલી બહાર, આટલા ભારતીય ખેલાડીઓને મ

T20 વર્લ્ડ કપ 2024 સમાપ્ત થઈ ચૂક્યો છે. ભારતીય ટીમે દક્ષિણ આફ્રિકાને 7 રનથી હરાવીને T20 વર્લ્ડ કપની ટ્રોફી પોતાના નામે કરી લીધી છે. આખા ટૂર્નામેન્ટમાં ભારતીય ટીમે શાનદાર પ્રદર્શન કર્યું છે. ભારતીય ખેલાડીઓ આગળ વિરોધી ટીમો ટકી ન શકી. ખાસ વાત એ રહી કે આખા ટૂર્નામેન્ટમાં ભારતીય ટીમ અજેય રહી અને એક પણ મેચ ન હારી. રોહિત શર્મા જ્યાં ટૂર્નામેન્ટમાં બીજો સૌથી વધુ રન બનાવનારો ખેલાડી રહ્યો. તો બૂમરાહે 15 વિકેટ લઈને ‘પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ’નો એવોર્ડ પોતાના નામે કર્યો. હવે ICCT20 વર્લ્ડ કપ 2024 માટે ટીમ ઓફ ધ ટૂર્નામેન્ટની જાહેરાત કરી છે.


6 ભારતીય ખેલાડીઓને મળી જગ્યા:

6 ભારતીય ખેલાડીઓને મળી જગ્યા:

ICCT20 વર્લ્ડ કપ માટે પોતાની ટીમ ઓફ ધ ટૂર્નામેન્ટમાં 6 ભારતીય ખેલાડીઓને જગ્યા આપી છે. ખાસ વાત એ છે કે ફાઇનલ મેચમાં 76 રનની ઇનિંગ રમનાર વિરાટ કોહલીને જગ્યા મળી નથી. કોહલી આખા ટૂર્નામેન્ટમાં સારું પ્રદર્શન કરી શક્યો નહોતો અને ફાઇનલ અગાઉ તેણે 7 ઇનિંગમાં માત્ર 75 રન બનાવ્યા હતા, પરંતુ ફાઇનલ મેચમાં તે પૂરી લયમાં નજરે પડ્યો અને શાનદાર ઇનિંગ રમી. જે 6 ભારતીય ખેલાડીઓને ટીમમાં જગ્યા મળી છે. એ બધાએ ટૂર્નામેન્ટમાં ખૂબ જ શાનદાર પ્રદર્શન કર્યું છે અને ભારતીય ટીમને ટ્રોફી જીતાડવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે.


સૌથી વધુ વિકેટ લેનારો ભારતીય ખેલાડી રહ્યો અર્શદીપ:

સૌથી વધુ વિકેટ લેનારો ભારતીય ખેલાડી રહ્યો અર્શદીપ:

રોહિતે  257 રન બનાવ્યા અને તે ટૂર્નામેન્ટમાં બીજો સૌથી વધુ રન બનાવનારો ખેલાડી રહ્યો. સૂર્યકુમાર યાદવે ટૂર્નામેન્ટમાં 199 રન બનાવ્યા. તેણે ઈંગ્લેન્ડ વિરુદ્ધ સેમીફાઇનલમાં 47 રન બનાવ્યા. અક્ષર પટેલ અને હાર્દિક પંડ્યા આ બંને જ ખેલાડીઓએ બૉલ અને બેટથી શાનદાર પ્રદર્શન કર્યું. હાર્દિકે 144 રન બનાવવા સાથે 11 વિકેટ લીધી. તો અક્ષર પટેલના ખાતામાં 9 વિકેટ આવી. બીજી તરફ જસપ્રીત બૂમરાહ આખા ટૂર્નામેન્ટમાં વિરોધી ટીમો માટે પહેલી બની રહ્યો. અર્શદીપ સિંહે T20 વર્લ્ડ કપ 2024માં ભારતીય ટીમ માટે સૌથી વધુ વિકેટ લીધી.


ICCની T20 વર્લ્ડ કપ 2024 માટે ટીમ ઓફ ધ ટૂર્નામેન્ટ:

ICCની T20 વર્લ્ડ કપ 2024 માટે ટીમ ઓફ ધ ટૂર્નામેન્ટ:

રોહિતશર્મા, રહમાનુલ્લાહ ગુરબાજ, નિકોલસ પૂરન, સૂર્યકુમાર યાદવ, માર્કસ સ્ટોઈનિસ, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, રાશિદ ખાન, જસપ્રીત બૂમરાહ, અર્શદીપ સિંહ, ફજલહક ફારુકી. તો 12માં ખેલાડી તરીકે એનરીક નૉર્ખિયાને જગ્યા મળી છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top