વિરાટ કોહલી કે રોહિત શર્મા નહીં, રિકી પોન્ટિંગની નજરમાં આ ખેલાડી તોડશે સચિન તેંદુલકરનો મહારેકોર્ડ
વિશ્વ ક્રિકેટમાં સચિન તેંદુલકરના નામે અત્યારે પણ અસંખ્ય રેકોર્ડ નોંધાયેલા છે, જેને તોડી શકવું કોઇ પણ ખેલાડી માટે સરળ કામ નથી. તેમાં એક રેકોર્ડ ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ છે. જ્યારે સચિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહ્યું ત્યારે તેમના નામે 200 ટેસ્ટ મેચોમાં 53.78ની એવરેજથી 15921 રન નોંધાયેલા હતા. સચિનના આ રેકોર્ડને અત્યાર સુધી કોઇ પણ બેટ્સમેન તોડવામાં સફળ થઇ શક્યો નથી. તો દિગ્ગજ પૂર્વ ખેલાડી રિકી પોન્ટિંગે હવે વિરાટ કોહલી કે રોહિત શર્મા નહીં, પરંતુ જો રૂટનું નામ લીધું છે, જે સચિનનો આ રેકોર્ડ તોડવામાં સફળ થઇ શકે છે.
રિકી પોન્ટિંગે ICC રિવ્યૂ પર આપેલા પોતાના નિવેદનમાં કહ્યું કે જો રૂટ એક એવો ખેલાડી છે જે સચિન તેંડુલકરના સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડને તોડી શકે છે. રૂટ માત્ર 33 વર્ષનો છે અને સચિનના રેકોર્ડથી લગભગ 4000 રન પાછળ છે.હ વે બધું રુટ અહીંથી વધુ કેટલી ટેસ્ટ મેચ રમે છે તેના પર નિર્ભર રહેશે. જો રૂટ એક વર્ષમાં 10થી 14 ટેસ્ટ મેચ રમશે તો આગામી 3-4 વર્ષમાં તે અથવા તો સચિનના રેકોર્ડની નજીક પહોંચી જશે કે તો તેને તોડી દેશે. છેલ્લા કેટલાક વર્ષોમાં જો રૂટના પ્રદર્શન પર નજર કરીએ તો તે પહેલા કરતા ઘણો સારો થઇ ગયો છે. હવે તેની અડધી સદી પૂરી કર્યા બાદ તે તેને મોટા સ્કોરમાં ફેરવવામાં પણ સફળ રહ્યો છે. એવું આપણને પહેલા જોવા મળ્યું નથી.
ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવવાના મામલે સચિન તેંદુલકર પ્રથમ નંબર પર છે, જો જો રૂટની વાત કરીએ તો તેણે 143 ટેસ્ટ મેચમાં રમતા 12027 રન બનાવ્યા છે. આ લિસ્ટમાં તે 7મા નંબરે છે. એવામાં તેની પાસે શ્રીલંકા સામેની આગામી 3 મેચની ટેસ્ટ શ્રેણીમાં કુમાર સંગાકારા અને એલિસ્ટર કુકને પાછળ છોડવાની તક હશે. સંગાકારાએ ટેસ્ટમાં 12400 રન બનાવ્યા છે, જ્યારે કુકના નામે 12472 રન છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp