ઓલિમ્પિકમાં ફોગાટ સાથે શું થયું, અચાનક કેમ વધ્યું વજન? રેસલરના ડૉક્ટરે કર્યો ખુલાસો

ઓલિમ્પિકમાં ફોગાટ સાથે શું થયું, અચાનક કેમ વધ્યું વજન? રેસલરના ડૉક્ટરે કર્યો ખુલાસો

08/08/2024 Sports

SidhiKhabar

SidhiKhabar

ઓલિમ્પિકમાં ફોગાટ સાથે શું થયું, અચાનક કેમ વધ્યું વજન? રેસલરના ડૉક્ટરે કર્યો ખુલાસો

પેરિસ ઓલિમ્પિક 2024માં 7 ઑગસ્ટનો દિવસ કોઇ દુઃસ્વપ્નથી ઓછો નથી. રેસલર વિનેશ ફોગાટ જે રેસલિંગ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ મેચમાં હિસ્સો લેવા જઇ રહી હતી, તેને ઇવેન્ટમાંથી બહાર કરી દેવામાં આવી છે. વિનેશે 50 કિગ્રા કેટેગરીની મહિલા રેસલિંગ ફ્રી સ્ટાઇલની ફાઇનલમાં જગ્યા બનાવી હતી, પરંતુ મેચના થોડા કલાકો અગાઉ તેનું વજન 100 ગ્રામ વધુ હોવાનું જાણવા મળ્યું હતું, જેના કારણે તેને ડિસ્ક્વાલિફાઇ કરી દેવામાં આવી હતી. વિનેશે એક દિવસ અગાઉ જ સતત 3 મેચ જીતીને ફાઇનલ માટે ક્વોલિફાય કર્યું હતું. પરંતુ ત્યારબાદ એવું શું થયું કે તેમનું વજન વધી ગયું, હવે ભારતીય ટીમના ચીફ મેડિકલ ઓફિસર ડૉ. દિનશા પરદીવાલાએ આ મુદ્દે મોટું નિવેદન આપ્યું છે.


ફાઇનલ અગાઉ વિનેશ ફોગાટ સાથે શું થયું?

ફાઇનલ અગાઉ વિનેશ ફોગાટ સાથે શું થયું?

ડૉ. દિનશા પરદીવાલાએ જણાવ્યું હતું કે પહેલવાન સામાન્ય રીતે પોત પોતાના વજનથી ઓછા વજનની શ્રેણીઓમાં ભાગ લે છે. તેનાથી તેમને ફાયદો મળે છે કારણ કે તેઓ ઓછા મજબૂત વિરોધીઓ સાથે લડી રહ્યા હોય છે. સવારમાં વજન લેવાય ત્યાં સુધી ખાવા-પીવા પર એક સાધેલો પ્રતિબંધ લાદવામાં આવે છે. એ સિવાય પહેલવાન એક્સરસાઇઝ દ્વારા પણ પરસેવો પાડે છે. વિનેશના ન્યૂટ્રિશનિસ્ટને સમજાયું કે તે દિવસભરમાં 1.5 કિલોગ્રામની સામાન્ય માત્રા લે છે, જે મેચ માટે પુરતી ઉર્જા આપે છે. ક્યારેક ક્યારેક કોઇ સ્પર્ધા બાદ વજન વધી જાય છે. વિનેશે સતત ત્રણ મેચ રમી હતી, એવામાં ડિહાઇડ્રેશનથી બચાવવા માટે તેને પાણી આપવું પડ્યું હતું.

દિનશા પરદીવાલાએ વધુમાં જણાવ્યું કે પાણી આપ્યા બાદ અમને જાણવા મળ્યું કે વિનેશનું વજન સામાન્ય કરતા વધુ વધી ગયું છે અને કોચે સામાન્ય વજન ઘટાડવાની પ્રક્રિયા શરૂ કરી જે તેઓ વિનેશ સાથે હંમેશાં કરતા હતા, અમે રાતોરાત વજન ઘટાડવામાં લાગી ગયા. તમામ પ્રયત્નો છતાં અમને જાણવા મળ્યું કે વિનેશનું વજન તેના 50 કિલોગ્રામ ભાર વર્ગ કરતા 100 ગ્રામ વધુ હતું. અમે તેના વાળ કાપવા અને તેના કપડા ટૂંકા કરવા સહિતના તમામ સંભવિત કઠોર ઉપાય કર્યા, છતાં અયોગ્યતા બાદ અમે એ 50 કિલોગ્રામ ભાર વર્ગમાં સામેલ ન થઇ શક્યા.


પીટી ઉષાએ વિનેશ ફોગટ સાથે કરી મુલાકાત

પીટી ઉષાએ વિનેશ ફોગટ સાથે કરી મુલાકાત

ભારતીય ઓલિમ્પિક એસોસિએશન (IOA)ના પ્રમુખ પીટી ઉષાએ આ મુદ્દે કહ્યું કે, વિનેશને અયોગ્યતા ઠેરવવી ખૂબ જ ચોંકાવનાર છે. મેં વિનેશ સાથે ઓલિમ્પિક વિલેજમાં મુલાકાત કરી. અમે વિનેશને ભારત સરકાર અને ભારતના લોકો તરફથી તમામ સહાયતા અને સમર્થનની ખાતરી આપી છે. અમે વિનેશને મેડિકલ અને ભાવાત્મક સહયોગ પણ ઉપલબ્ધ કરાવી રહ્યા છીએ. ભારતીય કુશ્તી મહાસંઘેને UWW ને અરજી કરી છે અને તેઓ તેના પર યોગ્ય કાર્યવાહી પણ કરી રહ્યા છે. UWWના અધ્યક્ષનું નિવેદન સામે આવ્યું છે કે અપીલ છતા વિનેશ ફોગાટનું ડિસ્ક્વાલિફિકેશન પરત લેવામાં નહીં આવે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top