રોહિત-ધોની નહીં, કોણ છે ભારતનો સર્વકાલીન મહાન કેપ્ટન? જસપ્રીત બૂમરાહે જણાવ્યું

રોહિત-ધોની નહીં, કોણ છે ભારતનો સર્વકાલીન મહાન કેપ્ટન? જસપ્રીત બૂમરાહે જણાવ્યું

08/17/2024 Sports

SidhiKhabar

SidhiKhabar

રોહિત-ધોની નહીં, કોણ છે ભારતનો સર્વકાલીન મહાન કેપ્ટન? જસપ્રીત બૂમરાહે જણાવ્યું

ભારતીય ક્રિકેટમાં એવા ઘણા કેપ્ટન રહ્યા છે જેમણે પોતાની કેપ્ટન્સીથી ફેન્સના દિલ જીત્યા છે. કપિલ દેવ, સુનીલ ગાવસ્કર, સૌરવ ગાંગુલી, ધોની, વિરાટ કોહલી અને રોહિત શર્માને ભારતીય ક્રિકેટના શ્રેષ્ઠ કેપ્ટન માનવામાં આવે છે. ભારતીય ક્રિકેટમાં આ ખેલાડીઓને મહાન કેપ્ટન તરીકે મહત્ત્વ આપવામાં આવે છે. તો ભારતના દિગ્ગજ ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે ઈન્ડિયન એક્સપ્રેસને આપેલા ઈન્ટરવ્યૂમાં ભારતનો મહાન કેપ્ટન કોણ છે તે અંગે પોતાનો અભિપ્રાય આપ્યો છે. વાસ્તવમાં ઇન્ટરવ્યૂમાં, બુમરાહને મહાન ભારતીય કેપ્ટન વિશે એક સવાલ પૂછવામાં આવ્યો હતો, જેનો બુમરાહે જે રીતે જવાબ આપ્યો તેણે ફેન્સનું દિલ જીતી લીધું.


હું પોતાનો પ્રિય કેપ્ટન છું- બૂમરાહ

હું પોતાનો પ્રિય કેપ્ટન છું- બૂમરાહ

બૂમરાહે ભારતના મહાન કેપ્ટન વિશેના સવાલ જવાબ આપતા કહ્યું, ભારતીય ક્રિકેટમાં ઘણા મહાન કેપ્ટન રહ્યા છે, પરંતુ હું પોતાનું નામ લઈશ... હું પોતાનો પ્રિય કેપ્ટન છું. બૂમરાહનો આ જવાબ ખૂબ વાયરલ થઈ રહ્યો છે. બૂમરાહનો આ જવાબ ફેન્સને પણ ખૂબ પસંદ આવી રહ્યો છે. એ સિવાય બૂમરાહને ટી20 વર્લ્ડ કપને લઇને પણ સવાલ પૂછવામાં આવ્યો હતો કે, તમારી ફેવરિટ મોમેન્ટ કઇ હતી. જેના પર બૂમરાહે સીધું કહ્યું કે, છેલ્લો બૉલ, હું તેની ખુશી વ્યક્ત કરી શકતો નથી. તે એક અલગ પ્રકારની બોલિંગ હતી. તો બૂમરાહને વધુ એક સવાલ પૂછવામાં આવ્યો જેના પર તેણે જે જવાબ આપ્યો તે પણ ફેન્સને પસંદ આવી રહ્યો છે.


અમ્પાયરનો આ નિર્ણય બૂમરાહને હજુ પણ ખોટો લાગે છે

અમ્પાયરનો આ નિર્ણય બૂમરાહને હજુ પણ ખોટો લાગે છે

બૂમરાહને સવાલ પૂછવામાં આવ્યો કે, એક વિકેટ જે તમારા ચહેરા પર સ્મિત લાવે છે? ઓલી પોપ, સીન માર્શ, મોહમ્મદ રિઝવાન, ઓલી રોબિન્સન, કે IPL પોતાના ડેબ્યૂ પર વિરાટ કોહલીની? તેના પર બૂમરાહે કહ્યું, મને લાગે છે કે હું વિરાટ કોહલીને પસંદ કરીશ, કારણ કે તે સમયે હું 19 વર્ષનો બાળક હતો અને હજુ પણ પોતાની જાતને વિશ્વાસ અપાવી રહ્યો હતો કે હું અહીંનો જ છું.

ઉલ્લેખનીય કે જસપ્રીત બૂમરાહે અમ્પાયરના એક ખોટા નિર્ણય પર પણ વાત કરી હતી અને તે નિર્ણય વિશે વાત કરી, જે તેને હજુ પણ લાગે છે કે અમ્પાયરે ભૂલ કરી હતી. બૂમરાહને ઈન્ટરવ્યૂમાં પૂછવામાં આવ્યું હતું કે, અમ્પાયરનો એ કયો નિર્ણય તમને અત્યારે પણ ખોટો લાગે છે? બૂમરાહે પ્રતિક્રિયા આપતા કહ્યું, વર્લ્ડ કપ ફાઈનલમાં માર્નસ લાબુશેન પર લેવામાં આવેલો નિર્ણય. જ્યારે પણ હું રિચર્ડને મળું છું. તો હું તેને કહું છું, કે તમારે તેને ત્યાં આઉટ આપી દેવો જોઈતો હતો.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top