મેં 5 IPL ટ્રોફી જીતી છે, હું.. ', રોહિત શર્માએ ચેમ્પિયન્સ ટ્રોફી, WTCને લઇને આપી દીધી ચેતવણી

મેં 5 IPL ટ્રોફી જીતી છે, હું.. ', રોહિત શર્માએ ચેમ્પિયન્સ ટ્રોફી, WTCને લઇને આપી દીધી ચેતવણી

08/23/2024 Sports

SidhiKhabar

SidhiKhabar

મેં 5 IPL ટ્રોફી જીતી છે, હું.. ', રોહિત શર્માએ ચેમ્પિયન્સ ટ્રોફી, WTCને લઇને આપી દીધી ચેતવણી

ભારતીય ક્રિકેટ ટીમની નજરો આગામી વર્ષે 2 મહત્વપૂર્ણ ટ્રોફીઓ પર છે. ભારતીય ટીમનો કેપ્ટન રોહિત શર્મા આ બંને ટ્રોફી જીતવા માટે ઉત્સુક છે. આગામી વર્ષે પાકિસ્તાનમાં ચેમ્પિયન્સ ટ્રોફી રમાવાની છે અને એજ વર્ષે ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ રમાવાની છે. રોહિત આ બંને ટ્રોફી જીતવા માટે કંઈ પણ કરવા તૈયાર છે. રોહિતે કહ્યું છે કે તેને ટાઇટલ જીતવાની ભૂખ છે અને 5 IPL ટ્રોફી તેનું જ ઉદાહરણ છે. જો કે ભારતે અત્યાર સુધી ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું નથી, પરંતુ તેની દાવેદારી મજબૂત છે. ભારતીય ટીમ સતત બે વખત ટેસ્ટ ફાઈનલ હારી રહી છે. રોહિત આ વખતે કોઈ પણ હાલતમાં આ ટ્રોફી જીતવા માંગે છે.


હું રોકાવાનો નથી- રોહિત

હું રોકાવાનો નથી- રોહિત

રોહિતે CEAT ક્રિકેટ એવોર્ડ્સ દરમિયાન કહ્યું કે તેને ટ્રોફી જીતવાની ભૂખ છે અને એકવાર જ્યારે જીતનો સ્વાદ ચાખી લેવામાં આવે છે તો પછે એ આદત બની જાય છે. રોહિતે કહ્યું, મેં 5 IPL ટ્રોફી જીતી છે, જે એક ઉદાહરણ છે. હું રોકાવાનો નથી, કેમ કે એકવાર તમે મેચ જીતવાનો, ટ્રોફી જીતવાનો સ્વાદ ચાખી લો, પછી તમે રોકાવા માંગતા નથી. એક ટીમ તરીકે, અમે સતત આગળ વધી રહ્યા છીએ. વધતા રહીશું. અમે ભવિષ્યમાં વધુ સારા થવાનો પ્રયાસ કરતા રહીશું.


ચિંતાજનક શરૂઆત

ચિંતાજનક શરૂઆત

રોહિતની કપ્તાનીમાં મુંબઈ ઈન્ડિયન્સ 5 વખત IPL જીતી ચુકી છે. તેમની કેપ્ટન્સીમાં ભારતે તાજેતરમાં 17 વર્ષ બાદ T20 વર્લ્ડ કપની ટ્રોફી ઉઠાવી હતી. ત્યારબાદ હવે રોહિતની નજર ટેસ્ટ ચેમ્પિયનશિપ અને ચેમ્પિયન્સ ટ્રોફી પર છે. જો કે, નવા કોચ ગૌતમ ગંભીર સાથે રોહિતની ચેમ્પિયન્સ ટ્રોફીની તૈયારીઓની શરૂઆત સારી રહી નથી. ભારતને તાજેતરમાં જ શ્રીલંકામાં 3 મેચની વન-ડે શ્રેણીમાં હારનો સામનો કરવો પડ્યો હતો.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top