શેખ હસીના બાદ હવે આ ક્રિકેટરનો વારો, બનાવાયો હત્યાનો આરોપી, બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે આપી આ ચેત

શેખ હસીના બાદ હવે આ ક્રિકેટરનો વારો, બનાવાયો હત્યાનો આરોપી, બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે આપી આ ચેતવણી

08/24/2024 Sports

SidhiKhabar

SidhiKhabar

શેખ હસીના બાદ હવે આ ક્રિકેટરનો વારો, બનાવાયો હત્યાનો આરોપી, બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે આપી આ ચેત

બાંગ્લાદેશના ઈતિહાસનો સંભવતઃ સૌથી મોટા ક્રિકેટર શાકિબ-અલ-હસન મોટી મુશ્કેલીમાં ઘેરાતો નજરે પડી રહ્યો છે. ગત દિવસોમાં બાંગ્લાદેશમાં વિદ્યાર્થી આંદોલન દરમિયાન એક વ્યક્તિની હત્યાના કેસમાં શાકિબ સહિત કુલ 156 લોકોને આરોપી બનાવવામાં આવ્યા છે. આંદોલનના ભાગરૂપે ઢાકામાં થયેલા પ્રદર્શન દરમિયાન મોહમ્મદ રૂબેલ નામની વ્યક્તિની હત્યા કરી દેવામાં આવી હતી. શાકિબ સહિત 156 લોકોને આરોપી બનાવવામાં આવ્યા છે.


ફરિયાદમાં શાકિબ-અલ-હસન અને પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાનું

ફરિયાદમાં શાકિબ-અલ-હસન અને પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાનું

પ્રદર્શન દરમિયાન, આ મહિનાની 5 તારીખે, વ્યવસાયે કાપડના વેપારી રૂબેલને ગોળી લાગી હતી અને એક દિવસ બાદ રૂબેલનું મોત થઇ ગયું હતું. આ કેસમાં 22 ઑગસ્ટે જ અડાબોર પોલીસ સ્ટેશનમાં રૂબેલના પિતા રફીકુલ ઈસ્લામે પોતાના પુત્રની હત્યાના આરોપમાં ફરિયાદ નોંધાવી હતી. પિતા દ્વારા દાખલ કરાયેલા રિપોર્ટમાં તેણે અવામી લીગના 154 સ્થાનિક કાર્યકરોને આરોપી બનાવ્યા છે. તેમાં કેપ્ટન શાકિબ-અલ-હસન અને વડાપ્રધાન શેખ હસીનાનું નામ પણ સામેલ છે.

એક અગ્રણી વેબસાઈટના રિપોર્ટ અનુસાર અલ-હસન અને વડાપ્રધાન શેખ હસીના  સિવાય 400-500 અજાણ્યા લોકો પણ છે, જેનો રિપોર્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કેસના નિવેદન મુજબ, મૃતક રૂબેલે અડાબોર વિસ્તારમાં 5 ઑગસ્ટના રોજ યોજાયેલા શાંતિ વિરોધ પ્રદર્શનમાં ભાગ લીધો હતો. હસીના અને અન્ય લોકો તરફથી આદેશ મળતાં આ લોકોએ વિરોધ પ્રદર્શન કરી રહેલા લોકો પર ગોળીબાર કરતા હુમલો કર્યો હતો. આ ઘટનામાં રૂબેલને છાતીમાં 2 ગોળી વાગી હતી, જેના કારણે તેનું મોત થઇ ગયું હતું. અત્યારે, શાકિબ રાવલપિંડીમાં પાકિસ્તાન સામે રમાઈ રહેલી ટેસ્ટ મેચમાં ભાગ લઈ રહ્યો છે, પરંતુ તે સરળતાથી સમજી શકાય છે કે શાકિબ પર હત્યાનો આરોપ કેમ લગાવવામાં આવ્યો છે. ચાર્જશીટ મુજબ શાકીબને આરોપી નંબર-28 બનાવવામાં આવ્યો છે.


બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે શાકીબને આપી ચેતવણી

બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે શાકીબને આપી ચેતવણી

તમને જણાવી દઈએ કે શાકિબ અવામી લીગ પાર્ટીના સાંસદ છે અને તેણે મગુરા-2 સંસદીય બેઠક પરથી ચૂંટણી જીતી હતી. એ પણ હકીકત છે કે શેખ હસીના સહિત અવામી લીગના ઘણા નેતાઓએ દેશ છોડ્યો બાદ બાંગ્લાદેશ પરત ફર્યા નથી. સ્પષ્ટ છે કે શાકિબ ભારતમાં શરણ લેનાર શેખ હસીનાની પાર્ટી સાથેના જોડાયેલો હોવાના કારણે નિશાના પર છે અને વાત એ હદ સુધી પહોંચી ગઇ છે કે ખુદ બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે પોતાના અત્યાર સુધીના સર્વશ્રેષ્ઠ ખેલાડી અને પૂર્વ કેપ્ટનને મોટી ચેતવણી આપી છે. હાલમાં જ બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડના નવનિયુક્ત પ્રમુખ ફારુક અહમદે કહ્યું છે કે જો તે ટીમની તૈયારીઓ માટે બાંગ્લાદેશમાં આયોજિત શિબિરમાં ભાગ લેતો નથી તો શાકિબના ભવિષ્ય અંગે નિર્ણય લેવો પડશે. શાકિબે પાકિસ્તાન સામેની સીરિઝ અગાઉ પ્રેક્ટિસ સેશનમાં ભાગ લીધો નહોતો.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top